આ યુવતીનો ફોટો જોઈને લોકોનું મગજ ચકરાઈ જાય છે, શું તમે આ રહસ્યનો ઉકેલ આપી શકો છો

સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક તસ્વીર જોઈને યુઝર્સનો દિમાગ ચક્કર ખાઈ રહ્યું છે. ફોટામાં એક યુવતી દેખાઇ રહી છે, જેનો ફક્ત ઉપરનો હિસ્સો નજર આવી રહ્યો છે. જ્યારે પગ જમીનની અંદર દટાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. ઇન્ટરનેટ પર આ ફોટો તહેલકો મચાવી દીધો છે. ઘણા લોકોને આ ફોટો સમજવા માટે ગુગલની મદદ લેવી પડી રહી છે. જોકે આ ફોટોની હકીકત જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો

સોશિયલ મીડિયા પર કોઈપણ ચીજને વાઇરલ થવામાં સમય લાગતો નથી. આવું જ કંઇક આ તસવીરોની સાથે પણ થઈ રહ્યું છે. યુવતીનો આ અજીબોગરીબ ફોટો અમેરિકાની એક મહિલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. હવે તે ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને ફેસબુક સહિત ઘણા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહેલ છે. લોકો તેને પોતાના પરિવારજનોને મોકલીને તેનો ઉકેલ લાવવા માટેની ચેલેન્જ આપી રહ્યા છે.

ફોટો જોઇને ચકરાઇ ગયું યુઝરનું દિમાગ

ફોટોએ યુઝર્સને સંપૂર્ણ કન્ફયુઝ કરી દીધા છે. તેની પાછળ અલગ-અલગ પ્રકારનાં તર્ક આપવામાં આવી રહ્યા છે. ઘણા લોકો તેને એડિટિંગ નો કમાલ જણાવી રહ્યા છે, તો અમુક લોકો તેને હકીકતમાં યુવતી કોંક્રેટનાં રસ્તામાં દબાયેલી જણાવી રહ્યા છે. વળી અમુક યુઝર્સનું કહેવું છે કે આ ફોટો નકલી છે. તમને જણાવી દઈએ કે આ બધા જ ખોટા છે. જ્યારે ફોટો ની હકીકત કંઇક અલગ છે. તો ચાલો તમને જણાવીએ કે આખરે ફોટો ની હકીકત શું છે.

કોંક્રીટનાં રસ્તામાં દબાઈ ગઈ યુવતી

મીડિયા રિપોર્ટ અનુસાર આ ફોટો આ મહિનાનાં શરૂઆતમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. ફોટોમાં જોઈ શકાય છે કે પિંક ડ્રેસમાં એક યુવતી કોંક્રીટનાં રસ્તા પર કમરથી નીચે દબાયેલી નજર આવી રહી છે. ફોટો શેર કરતાં મહિલાએ કેપ્શન માં લખ્યું હતું કે મારી દીકરીનાં શરીરનો બાકીનો હિસ્સો ક્યાં છે? મહિલાએ યુઝર્સને કહ્યું હતું કે શું તમે આ ચેલેન્જ નો જવાબ આપી શકો છો?

શું છે ફોટો ની હકીકત

સોશિયલ મીડિયા પર આ ફોટોને લઈને અલગ-અલગ પ્રકારની ઘણી કોમેન્ટ આવી રહી છે. પરંતુ અમુક લોકો જ તેનો જવાબ આપવામાં સફળ બન્યા છે. હકીકતમાં ફોટોમાં જોવા મળી રહ્યું છે કે યુવતી કોંક્રીટનાં રસ્તા પર ઉભી છે, પરંતુ તેની જમણી તરફ એક દીવાલ છે, જેની બોર્ડર પણ કોંક્રિટ થી બનેલી છે. અહીં ભ્રમ ઊભો થાય છે કે દીવાલ અને રસ્તાનો રંગ એક જ છે, જેના લીધે યુવતી તેની વચ્ચે દબાઇ ગયેલી નજર આવી રહી છે.