જ્યારે પણ આપણા જીવનમાં કોઈ દુઃખ અથવા પરેશાની હોય છે તો આપણે ભગવાનનાં શરણ માં જઈએ છીએ. ભગવાન ની પાસે ઘણી વખત ચમત્કારિક શક્તિઓ હોય છે. તેઓ ઇચ્છે તો આપણા જીવનના દુઃખ અને દર્દ પળભરમાં સમાપ્ત કરી શકે છે. કદાચ એ જ કારણ છે કે દરેક વ્યક્તિ દિવસ-રાત ભગવાનના પુજાપાઠમાં જોડાયેલ રહે છે. આપણા હિન્દુ ધર્મ દરેક દિવસ એક અલગ ભગવાનની પુજાનું મહત્વ દર્શાવવામાં આવેલ છે.
ઉદાહરણ તરીકે સોમવારે શિવજી, બુધવારે ગણેશજી, શુક્રવારે માતા લક્ષ્મી અને શનિવારે શનિદેવની પુજા થાય છે. આ કડીમાં મંગળવારનો દિવસ હનુમાનજીની પુજા માટે મહત્વનું માનવામાં આવે છે. હનુમાનજીનાં ભક્તો કરોડોની સંખ્યામાં છે. દર મંગળવારે લોકો હનુમાનજીનાં મંદિરે જાય છે અને બજરંગ બલીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. ખાસ કરીને યુવકો હનુમાનજીના કટર ભક્ત હોય છે.
હનુમાનજીને નસીબ ચમકાવનારા પણ માનવામાં આવે છે. એક વખત જે વ્યક્તિને તેમના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે, ત્યારબાદ તે વ્યક્તિનું ભાગ્ય ઉછાળા મારવા લાગે છે. તેના બધા જ કાર્ય કોઈ પણ પરેશાની વગર પુર્ણ થઈ જાય છે. તેની સાથે જ હનુમાનજી ભુતપ્રેત અને અન્ય દુશ્મનોથી પણ રક્ષણ નું કામ કરે છે હનુમાનજી ના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઘણા લોકો અલગ-અલગ ઉપાય કરતા હશે.
જેમ કે હનુમાનજીની આરતી કરવી તેમને સિંદુર ચઢાવવું, પ્રસાદ ચઢાવવો અથવા હનુમાન ચાલીસા વાંચવા. હનુમાનજીની સામે બેસીને હનુમાન ચાલીસા વાંચવાનો ખુબ જ મહત્વ હોય છે. તેના વગર હનુમાનજીની પુજા અધુરી માનવામાં આવે છે. એટલા માટે તમે મંદિરોમાં અથવા ઘરમાં ઘણા ભક્તોને હનુમાન ચાલીસા વાંચતા જોયા હશે અથવા તો તમારામાંથી પણ ઘણાં બધા લોકો હનુમાન ચાલીસા વાંચતા હશે.
એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ દર મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરે છે. તેના જીવનમાં આવી રહેલી બધી જ પરેશાનીઓ અને દુઃખ દુર થઈ જાય છે. જોકે હનુમાન ચાલીસા વાંચતા સમયે અમુક બેઝિક ચીજો ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે. ઉદાહરણ તરીકે જ્યારે પણ તમે હનુમાન ચાલીસાના પાઠ કરો છો તો કઈ દિશામાં બેસીને તે વાંચવા જોઈએ, તે વધારે મહત્વ ધરાવે છે. જો તમે યોગ્ય દિશામાં બેસતા નથી તો તમને તેનો પુરો લાભ મળી શકતો નથી. આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને તે વિશેષ દિશા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં બેસીને તમારી હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
આ દિશામાં બેસીને વાંચો હનુમાન ચાલીસા
જ્યારે પણ તમે બજરંગ બલી ની પુજા કરો છો તો ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ કરું તો ભુલથી પણ દક્ષિણ દિશામાં બેસીને તેના પાઠ કરવા જોઈએ નહીં. એવું કહેવામાં આવે છે કે દક્ષિણ દિશામાં સૌથી વધારે નેગેટિવ એનર્જી હોય છે, એટલા માટે જ્યારે તમે આ દિશામાં બેસીને હનુમાન ચાલીસા વાંચો છો તો તમારી અંદર નેગેટિવિટી આવવાના ચાન્સ વધારે રહે છે. એટલા માટે તમારે હંમેશા આ દિશાને નજરઅંદાજ કરવી જોઈએ. દક્ષિણ દિશાને છોડીને તમે કોઈપણ દિશામાં બેસીને હનુમાન ચાલીસાનાં પાઠ કરી શકો છો, ત્યાં તમને તેનો પુર્ણ લાભ જરૂરથી મળશે.