આજ કાલ ક્યાં છે અને કેવા દેખાય છે “મહોબ્બતે” સ્ટાર જુગલ હંસરાજ, ક્યારેક પીંગળી આંખો અને હેન્ડસમ લૂકથી જીત્યા હતા દિલ

Posted by

બોલિવૂડમાં ઘણાં કલાકારો એવા આવ્યા હતા જે ફિલ્મોમાં આવીને દર્શકોના માનીતા બની ગયા, પરંતુ હવે તેઓ મોટા પડદા થી દૂર થઈ ચૂક્યા છે. આવો જ એક પ્રતિભાવાન અને હેન્ડસમ એક્ટર છે જુગલ હંસરાજ. જુગલે જ્યારે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી તો તે પોતાને હેન્ડસમ લુક અને પીંગળી આંખોથી દરેક વ્યક્તિના દિલ લૂંટી લીધા હતા. ફિલ્મ “પાપા કહેતે હૈ” નાં ગીત ઘર સે નિકલતે હી એ જુગલને મોટો સ્ટાર બનાવી દીધો હતો. ૧૯૮૨માં જુગલે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે તેમની કારકિર્દી બોલિવૂડમાં વધારે ચાલી નહીં અને હવે તે ફિલ્મોથી ઘણા દૂર જઇ ચુક્યા છે.

બાળ કલાકારના રૂપમાં કારકિર્દીની શરૂઆત

જુગલ હંસરાજને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો અને એટલા માટે તેમણે પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો. ફક્ત ૯ વર્ષની ઉંમરમાં જુગલે બોલિવૂડમાં કામ કરવાનું શરૂ કરી દીધું. ૧૯૮૨ માં આવેલી ફિલ્મ “માસુમ” માં જુગલ નજર આવ્યા હતા. તેમના ક્યુટ દેખાવને કારણે તે સમયે તેમણે દરેક વ્યક્તિના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ જુગલ ફિલ્મ “સુલતાના”, “લોહા” “કર્મા”, “જુઠા સચ” જેવી ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું.

૧૯૯૪ માં ફિલ્મ “આ ગલે લગ જા” માં જુગલ હંસરાજે લીડ એક્ટર તરીકે કામ કર્યું. આ ફિલ્મમાં તેમની સાથે ઉર્મિલા માતોડકર નજર આવી હતી. વર્ષ ૧૯૯૫માં જુગલની ફિલ્મ “પાપા કહેતે હૈ” રિલીઝ થઈ. આ ફિલ્મમાં જુગલની સાથે મયુરી કાંગો હતી. બંનેની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી.

મહોબ્બતે થી દરેકને બનાવ્યા પોતાના દિવાના

ત્યારબાદ જુગલ હંસરાજ ફિલ્મ મહોબ્બતે માં નજર આવ્યા, જે તેમની કારકિર્દીની હિટ ફિલ્મ બની. શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન સિવાય ઘણા સ્ટાર્સની વચ્ચે જુગલ પોતાની ઓળખ દાખલ કરવામાં સફળ રહ્યા. ત્યારબાદ જુગલ “સલામ નમસ્તે”,  “આજા નચલે”, “પ્યાર ઈમ્પોસિબલ” માં નજર આવ્યા. જોકે જુગલની કોઈ ફિલ્મ હિટ થઈ નહીં અને તેમને કામ મળવાનું બંધ થઈ ગયું. ત્યાર બાદ જુગલ મોટા પડદા પર દેખાતા બંધ થઈ ગયા.

જો કે ઈન્ડસ્ટ્રીમાં જુગલની કોઈ સાથે સારી મિત્રતા હતી અને આ મિત્રતાએ તેમને કામ અપાવવામાં મદદ કરી. તે દોસ્ત હતા કરણ જોહર, જેમણે યુગલનો હંમેશા સાથ આપ્યો. કરણે જુગલને પોતાના પ્રોડક્શન હાઉસમાં ક્રિએટિવ ડાઇરેક્ટરની જવાબદારી આપી. બંને બાળપણથી મિત્ર હતા અને હજુ સુધી તેમની આ મિત્રતા જળવાયેલી છે. હવે જુગલ ધર્મા પ્રોડક્શન માટે ફિલ્મોની સ્ક્રિપ્ટ પસંદ કરવાનું કામ કરે છે.

ધર્મા પ્રોડક્શન સાથે જોડાયેલા છે જુગલ

જણાવી દઈએ કે જુગલે જ કરણને તેમની ફિલ્મ “કુછ કુછ હોતા હૈ” નું હિટ ટાઈટલ ટ્રેક આપ્યું હતું. હકીકતમાં જુગલે જ કુછ કુછ હોતા હૈ ગીત ની પહેલી ૮ લાઇન અને ટ્યુન કરણને આપી હતી. આ કામ મુંબઈના એક રેસ્ટોરન્ટમાં નાઈટ આઉટનાં સમય થયું હતું. કરણને આ ગીત ખૂબ જ પસંદ આવ્યું અને તેમણે તેને ફિલ્મમાં મૂકી દીધું. આજે પણ આ ગીત સૌથી રોમેન્ટિક ગીતમાં એક માનવામાં આવે છે.

જુગલે ફિલ્મો સિવાય ટીવી શો “રિશ્તા ડોટ કોમ” અને “યે આશિકી” માં પણ કામ કર્યું હતું. જોકે પડદા પર જુગલ વધારે સફળ બની શક્યા નહીં. જુગલ ધર્મા પ્રોડક્શનનું કામ સંભાળી રહ્યા છે અને તેમાં તે કરણને મદદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે જુગલ છેલ્લી વખત કહાની-૨ માં વિદ્યા બાલનની સાથે નજર આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *