આજનાં સુવિચાર તમારા દિવસને ખુશનુમા બનાવી દેશે

Posted by

એણે તો બસ ઝેર કટોરો ભરી-ભરી પીધુ,
મીરા એ ક્યાં કોઈ દિવસ કૃષ્ણને આઇ લવ યુ કીધું.

પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય અડગ રહો,
કેમ કે યોગ્ય સમય આવતા જ ખાટી કેરી પણ મીઠી બની જશે.

દરિયામાં ગમે એટલું ગળપણ નાખો તો પણ દરિયો મીઠો નહીં થાય,
એવી જ રીતે અમુક માણસોને ગમે એટલા સાચવીએ,
તો પણ આપણા ક્યારેય નહીં થાય.

કોઈને મનાવતા પહેલા એટલું જરૂર વિચારી લેજો કે,
એ માણસ તમારાથી નારાજ છે કે પરેશાન છે.

એ સંબંધ પ્રાઇવેટ જ રાખો જેને તમે અંત સુધી ઈચ્છતા હોય,
બધું સોશિયલ મીડિયા ઉપર શેર કરવું જરૂરી નથી હોતું.

ભક્તિ કરવી તો નબળી શા માટે કરવી,
ભક્તિ કરો તો એવી કરો કે સંકટ આપણી ઉપર હોય અને ચિંતા ભગવાનને થાય.

એક સમયે આનો જોરદાર જમાનો હતો,
અને આજે જેને આમાં ઉતારતા આવડે છે એનો જમાનો છે.

આપણે શારીરિક શ્રમથી નહીં,
પરંતુ મનમાં ફરતા વધારાના વિચારોને લીધે થાકી જઈએ છીએ.

સાચો બુદ્ધિશાળી વ્યક્તિ એ હોય છે,
જેને ખબર હોય છે કે મારે મૂર્ખ ક્યારે બનવાનું છે.

તમે ક્યારેય વિચાર્યું છે કે
જેગુઆર, બીએમડબલ્યુ, ઓડી, ફરારી જેવી કારની જાહેરાત
ટીવી ઉપર કેમ નથી આવતી?
કેમ કે તે કાર બનાવતી કંપનીઓને ખબર છે કે,
આ કાર લેનાર વ્યક્તિ પાસે ટીવી સામે બેસવાનો ફાલતુ સમય નથી હોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *