આજનું રાશિફળ ૨ ઓગસ્ટ : શ્રાવણ મહીનાનાં પહેલા મંગળવારે આ રાશિઓને મળશે બમ્પર લાભ, હનુમાનજીની કૃપાથી દરેક જગ્યાએથી લાભ મળશે

Posted by

મેષ રાશિ

Advertisement

આજે તમારા ભૌતિક તથા ઐશ્વર્યનાં સાધનોમાં વૃદ્ધિ થશે. જે લોકો નોકરીની તલાશ કરી રહ્યા છે તેમને શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. મહેનત અનુકુળ ફળ પ્રાપ્ત થતું જોવા મળી રહ્યું છે. ઘણા માધ્યમથી સારો લાભ પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. ખર્ચ ઉપર કંટ્રોલ કરવાની કોશિશ કરો, તેનાથી તમે અમુક હદ સુધી સફળ રહેશો. ધન લાભના પુરા ચાન્સ છે. આશાવાદી બનો અને ઉજળા પક્ષને જુઓ. કોઈ પ્રોપર્ટીનો સોદો કરવા માટે દિવસ સારો છે.

વૃષભ રાશિ

તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને સહકર્મચારીઓ તરફથી પુર્ણ સહયોગ અને સમર્થન પ્રાપ્ત થશે. વેપારમાં યોગ્ય વ્યવસ્થા રાખો. કર્મચારીઓની કોઈ હરકતથી નુકસાન થઈ શકે છે. નોકરીમાં નવા અવસર અથવા ઓફર મળવાના યોગ છે. અજાણ્યા લોકો ઉપર વધારે ભરોસો કરવો તમારા માટે કષ્ટદાયક સાબિત થશે. ઓફિસમાં કામને લીધે કોઈ જગ્યાએ બહારની યાત્રા કરવી પડશે. અભ્યાસમાં કોઈ પરિવારના સદસ્યની મદદ મળશે.

મિથુન રાશિ

આજે તમને અટવાયેલા પૈસા પ્રાપ્ત થઈ શકે છે. યાત્રા મનોરંજક રહેશે. આવકમાં વૃદ્ધિ થશે. અમુક સમયે મીડિયા અને ઓનલાઈન ગતિવિધિઓમાં પણ જરૂર પસાર કરો, તેનાથી વ્યવસાય સંબંધી નવી નવી વાતોની જાણકારી પ્રાપ્ત થશે. કોઈ પણ પ્રકારના દસ્તાવેજના કામમાં સાવધાની રાખવી. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. કોઈ પ્રોપર્ટીને લઈને પરિવારજનો સાથે વિવાદ થઈ શકે છે.

કર્ક રાશિ

આજે અમુક મોટા કાર્ય ખતમ થતા જોવા મળી શકે છે. વેપારમાં કોઈ ખાસ ઉપલબ્ધિ પ્રાપ્ત નહીં થાય, પરંતુ સમાન વિચારધારાના લોકો સાથે મુલાકાત થવાથી અમુક નવા તથ્યો વિશેની જાણકારી અવશ્ય મળશે. સતત મહેનત કરવાથી ઘણી બધી ચીજોને સંભાળી શકશો. જેમાં તમારા તરફથી લોકો પ્રત્યે બનેલી તમારી સારી છબી પણ સામેલ થશે. નોકરી કરતા જાતકો માટે દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમે મુશ્કેલ કાર્યને સરળતાથી પુર્ણ કરી શકશો.

સિંહ રાશિ

નવું વાહન લેવાનો વિચારી રહ્યા છો તો આજે વાહન ખરીદવું નહીં. આજે વાહન ખરીદવા માટે દિવસ શુભ નથી. જીદ અને ઉતાવળમાં લેવામાં આવેલ નિર્ણય બદલવો પડી શકે છે. પોતાના વ્યક્તિગત કાર્યો માટે સમય કાઢી શકશો નહીં, જેના લીધે મન અશાંત રહેશે. ધનની અડચણને કારણે તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગાય માતાને ગોળ ખવડાવો પોતાને તંદુરસ્ત અને ઉર્જાવાન રાખવા માટે તમારે દરરોજ હળવો વ્યાયામ કરવો.

કન્યા રાશિ

હાલનો સમય નવા સંબંધોમાં જોડાવા માટે સારો નથી. ઊર્જાવન તથા બૌદ્ધિક વિચારધારાથી પરિપુર્ણ રહેશો. આજે તમને સરળતાથી પૈસા એકઠા કરી શકો છો. લોકોને આપવામાં આવેલા જુના પૈસા આજે પરત મળશે. આજે કોઈ નવી પરી યોજના પર લગાવવા માટે ધન અર્જિત કરી શકો છો. લવ લાઇફમાં વિવાહની તારીખ નક્કી થઈ શકે છે. ભાગીદારીમાં વેપાર કરવાવાળા જાતકોને અપેક્ષા અનુસાર પરિણામ મળવાની પ્રબળ સંભાવના છે.

તુલા રાશિ

આજે તમારો વેપાર સારો રહેશે. તમારા કામ સફળ થશે, પરંતુ તમારે થોડી સાવધાની રાખવી જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. થોડી વધારે મહેનત કરવાથી સફળતા ખુબ જ જલ્દી પ્રાપ્ત થશે. અમુક અનાવશ્યક ખર્ચ પણ સામે આવી શકે છે. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. અજ્ઞાત ભયથી પરેશાન થઈ શકો છો. તમારી ઉપર કાર્યભાર વધારે રહેશે. તમારે આળસ કરવાથી બચવાની જરૂરિયાત છે.

વૃશ્ચિક રાશિ

તમારા પરસ્પર સંબંધો મજબુત બનશે અને પરિણય સુત્રમાં બંધાવવા માટે શુભ યોગ નિર્મિત થશે. સોશિયલ મીડિયા પર આજે નવા મિત્ર બનશે. આજે જીવન સાથે સાથે ઘરેલુ ચીજો ખરીદવાનો પ્લાન બનાવશો. આજે તમને રોજગારના યોગ્ય અવસર પ્રાપ્ત થશે. ક્રોધ ઉપર નિયંત્રણ રાખવો, નહીં તો પોતાનો જ નુકસાન થશે. વાહન સાવધાનીથી ચલાવો. ઈજા થવાથી કષ્ટ થઈ શકે છે. પૈસાની સ્થિતિ સંતોષજનક રહેશે. આજે કોઈ મોટી સમસ્યા નજર આવી રહી નથી.

ધન રાશિ

આજે તમને લવ લાઇફમાં સારી સફળતા મળી શકે છે. આજે તમે પોતાના વેપારને વધારવા માટે નવી યોજનાઓ બનાવશો. સામાજિક કાર્યો માટે આજે તમને કોઈ સમારોહમાં સન્માનિત કરવામાં આવશે. અવિવાહિત લોકોને આજે લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધમાં તમે આંખોની ફરિયાદ થી પીડિત રહી શકો છો. લોકોની સાથે તમારો સંબંધ સારો રહેશે. સત્સંગનો લાભ મળશે. આજનો દિવસ તમારા માટે શાંતિ આપનારો સાબિત થશે.

મકર રાશિ

ધન પ્રાપ્તિ ના અવસર પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યને નજરઅંદાજ કરવું નહીં. દાંપત્યજીવન સુખમય રહેશે. ખાણીપીણીમાં બેદરકારી રાખવાથી બચવું. વેપારની બાબતમાં દિવસ સુખદ રહેશે. લાભમાં વૃદ્ધિ થવાના યોગ છે. ઉતાવળ કરવાથી બચવું, નહીંતર નુકસાન થઈ શકે છે. પરિવારની જરૂરિયાતો ઉપર આજે ધન ખર્ચ થવાના યોગ છે. પારિવારિક જીવન આનંદમય રહેશે. જો તમે શિક્ષણ સંબંધિત કોઈ પ્રયાસ કરવા માંગો છો તો તેના માટે આજનો દિવસ ખુબ જ શુભ છે.

કુંભ રાશિ

તમારી વાતચીત અથવા વ્યવહારથી કોઈને કોઈ પણ પ્રકારનો ભ્રમ ન થાય તેનું ધ્યાન રાખો. આજે તમને ભાગ્યનો પુરો સહયોગ મળશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, જેનો પ્રભાવ જીવનનાં વિભિન્ન ક્ષેત્રમાં જોવા મળશે. પાડોશીઓ અને સગા સંબંધીઓ સાથે વિવાદ થવાની સંભાવના છે. ક્રોધ તથા ઉત્તેજના ઉપર નિયંત્રણ રાખો. અપેક્ષિત કાર્યમાં વિલંબ થશે. ઓફિસમાં કામ કરતી મહિલાઓને પોતાના સિનિયર તરફથી પ્રોત્સાહન મળશે. આજે પોતાના પરિવારજનો તથા પાડોશીઓ સાથે કોઈ પણ પ્રકારની તકરાર કરવાથી બચવું.

મીન રાશિ

આજે બીજા સાથે તમારો વ્યવહાર તમને ભાગ્યશાળી બનાવી શકે છે. વેપારથી તમારી આવક વધશે. કાર્યક્ષેત્રમાં વાતાવરણ અનુકુળ રહેશે. સહકર્મચારીઓ તરફથી સહયોગ મળશે. જીવનમાં અમુક સારા બદલાવ થઈ શકે છે. ભૌતિક સુખ મળશે. તમે લોકપ્રિયતા પ્રાપ્ત કરશો. વેપારને ઊંચાઈ સુધી લઈ જવા માટે સર્જનશીલ હોવું આવશ્યક છે. તમારે પોતાના કાર્યાલય અને ઘર ઉપર નાજુક મુદ્દાને ઉકેલવા માટે ચતુરાઈ અને સમજદારી પુર્વક કામ કરવું પડશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.