આજનું રાશિફળ ૪ ઓગસ્ટ : સાંઈબાબા ની કૃપાથી આ ૬ રાશિવાળા લોકો આજનાં દિવસનો લાભ ઉઠાવશે, કોઈ મોટા સારા સમાચાર મળશે

Posted by

મેષ રાશિ

Advertisement

આજે તમારું અટવાયેલું કાર્ય પુર્ણ થઈ જશે. મનમાં કોઈને કોઈ દબાણ સતત જળવાઈ રહેશે. જો તમે વેપારી છો તો તમને વેપારના ક્ષેત્રમાં અચાનક ધન લાભ થવાની સંભાવના છે. વિવાહિત લોકો આજે સાંજના સમયે કોઈ સમારોહમાં જવાનો પ્લાન બનાવી શકે છે. અધિકારીઓની સાથે મળીને કંઈક શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન સાચો સાબિત થશે. મીડિયા સાથે જોડાયેલા જાતકો માટે દિવસ સારો રહેશે. પારિવારિક જીવન શાનદાર રહેશે અને બાળકો સાથે સારો સમય પસાર કરશો.

વૃષભ રાશિ

ઓફિસમાં પ્રતિસ્પર્ધા વધારે રહેશે. તેવામાં તમારે સખત મહેનત કરવાની જરૂરિયાત છે. સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવાની આવશ્યકતા છે. તમને કોઈ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ ઉપર ફોકસ કરવાની આવશ્યકતા છે. બેદરકારીને લીધે તમને નુકસાન થઈ શકે છે. કામકાજની બાબતમાં અમુક લોકો તમારી પાસેથી સલાહ માંગી શકે છે. શૈક્ષણિક તથા બૌદ્ધિક કાર્યમાં સફળતા મળશે.

મિથુન રાશિ

આજે તમારે પોતાના ક્રોધ ઉપર નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે. તમે બીજાનાં કામ માટે ભાગદોડ કરતાં નજર આવશો. આવું કરવાથી તમને થાક નહીં થાય પરંતુ મનમાં એક અલગ સંતુષ્ટી પ્રાપ્ત થશે. અમુક સ્થિતિઓ તમારા માટે પરેશાની ઉભી કરી શકે છે. જુના રોગ ફરીથી સામે આવી શકે છે. વૃદ્ધજનોની સેવા તથા પુણ્ય કાર્યો પર પૈસા ખર્ચ થવાથી મનમાં હર્ષ રહેશે. પ્રતિદ્વંદીઓ માટે તમે માથાનો દુખાવો બની રહેશો. પ્રેમ પ્રસંગમાં અનુકૂળતા રહેશે.

કર્ક રાશિ

આજે કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે, જેનાથી તમને આનંદ મળશે અને લાભ પણ થશે. કોઈ જગ્યાએથી પૈસા કમાવાના યોગ છે. વૃદ્ધ મહિલાનાં આશીર્વાદ મળવાથી ઉન્નતિના વિશેષ અવસર પ્રાપ્ત થશે. વેપારમાં આશા અનુરૂપ ફાયદો થવાનો છે. આ રાશિની મહિલાઓનું ધ્યાન આજે ઘરેલુ કાર્ય પુર્ણ કરવામાં કેન્દ્રિત રહેશે. ઘણા સમયથી ચાલી રહેલ તમારા કોઈ વિવાદનો અંત થઈ શકે છે.

સિંહ રાશિ

આજે સ્વાસ્થ્યમાં રાખવામાં આવેલી બેદરકારી કષ્ટદાયક સાબિત થશે. પૈસાનું રોકાણ કરવા માટે સમય સારો છે. અટવાયેલા કાર્ય બીજા લોકોની મદદ થી પુરા થઈ શકે છે. વિદ્યાર્થીઓને મહેનતની અનુરૂપ ઓછી સફળતા મળશે. કાર્ય ક્ષમતામાં મોટો સુધારો થતો જોવા મળી શકે છે. શ્રેષ્ઠ પ્રસ્તાવ તમને પ્રાપ્ત થશે. મોટા ભાઈ બહેનોની મદદથી તમને નોકરી મળી શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે.

કન્યા રાશિ

જમીન મકાનના કામમાં ફાયદો થઈ શકે છે. સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. કોર્ટ-કચરીનાં કામમાં મુંઝવણ ઊભી થશે. પોતાના દુશ્મનોની સાથે મામુલી મુદ્દામાં વાદવિવાદ કરવો નહીં, પરંતુ સાચા પડકાર માટે પોતાની ઊર્જા જાળવી રાખો. જો તમે સતર્ક નહીં રહો, તો તમારા અભ્યાસના સ્તરમાં ઘટાડો થઈ શકે છે. પ્રેમ સંબંધ બગડી શકે છે. અમુક મામલામાં તમારે સમાધાન કરવું પડશે.

તુલા રાશિ

આજે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. વ્યવહારમાં ઉતાવળ રાખવી નહીં. ઓફિસમાં અધિકારીઓની સાથે બેઠક થશે. ટીમમાં અમુક લોકો અવકાશ પર જઈ શકે છે, જેના કારણે તમારે કાર્ય મેનેજ કરવું પડશે. વાદવિવાદ થવાની પણ સંભાવના છે. તમારા સાથી અમુક એવા મુદ્દા ઉભા કરી શકે છે જે તમારા સ્થળાંતરણનું કારણ બની શકે છે. વેપારીઓએ વિષમ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

વૃશ્ચિક રાશિ

પરિશ્રમથી કાર્ય પુર્ણ થતા નજર આવશે. સ્વાસ્થ્યમાં ધ્યાન યોગના ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. પાર્ટનર મિત્ર તથા જીવનસાથીનો લાભ મળવાની સંભાવના જોવા મળી રહી છે. જો કોઈ અસહાય ની મદદ કરશો તો સામાજિક સ્તર ઉપર તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. માન સન્માન તથા પ્રભાવ વધશે. વેપારમાં જો કોઈ ગ્રાહક મોટો સોદો કરવા માટે હા પાડે છે, તો તેનું કાર્ય જલ્દી પુર્ણ કરો. નોકરીમાં ચાલી રહેલી સમસ્યા દુર થશે.

ધન રાશિ

આજે પરિવારમાં પરસ્પર પ્રેમ વધશે. તમે કાર્યાલયમાં અમુક સારા સમાચાર પ્રાપ્ત કરી શકો છો. જીવનસાથીની સાથે સમય પસાર કરવાનો અવસર મળશે. આજે નિયમિત દિનચર્યા તથા સંયમિત ખાણીપીણીમાં બેદરકારી રાખવી નહીં. વિચાર્યા વગર કોઈપણ વ્યક્તિની વાત ઉપર ભરોસો કરવો નહીં. આજે પોતાની ઊર્જાને યોગ્ય દિશામાં લગાડો. મોટી સફળતા મળવાના યોગ છે. નવા કાર્યનો પ્રારંભ આજે કરી શકશો.

મકર રાશિ

મકર રાશિ વાળા લોકોને પ્રગતિ મળવાની સંભાવના છે. કોઈ કામ માટે પોતાના તરફથી પહેલ કરવામાં સંકોચ ન રાખો. આજે તમારું પરાક્રમ અને સાહસ વધશે. આજે અમુક ગુપ્ત શત્રુ નુકસાન પહોંચાડી શકે છે, જેથી સતર્ક રહો. લવ લાઇફમાં વિવાહની વાત રાખવાનો શાનદાર સમય છે. વાણીમાં કઠોરતાનો પ્રભાવ રહેશે. વાતચીતમાં સંયમિત રહો. અમુક સફળ વ્યવસાયક યાત્રા પણ થશે.

કુંભ રાશિ

આજે તમને કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. આજે વેપારમાં આર્થિક લાભ થશે અને ધનપ્રાપ્તિના યોગ છે, પરંતુ અનાવશ્યક ખર્ચ વધવાથી ચિંતા પણ રહેશે. સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ થઈ શકે છે. મહેનતનું ફળ અવશ્ય મળશે. ક્રોધ ઉપર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ રાખો. કોઈ ધાર્મિક યાત્રા પર જવાનો પ્લાન બની શકે છે. ધન પ્રાપ્તિના માર્ગ મોકળા બનશે.

મીન રાશિ

આજે તમારા વિરોધીઓ સક્રિય રહેશે. પોતાના ફિટ રાખવા માટે તમારે યોગ કરવો જોઈએ. પોતાની કારકિર્દીને લઈને ચિંતા રહેશો. માથાના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે. નવા કાર્યોની શરૂઆત કરવાથી બચવું. તમારા પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે.. કોઈ નકામો ખર્ચ સામે આવી શકે છે. તમને વેપારમાં ફાયદો અથવા નોકરીમાં પ્રમોશન મળી શકે છે. કારણ વગર મન બેચેન રહેશે, જેના કારણે કોઈ કામ કરવામાં મન લાગશે નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published.