આજનું રાશિફળ ૫ નવેમ્બર : આજે આ ૭ રાશિઓને એકસાથે મળશે ચામુંડા માતાજીનાં આશીર્વાદ, નસીબ બદલાઈ જશે

Posted by

મેષ રાશિ

Advertisement

આજે તમને માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્ત થશે. ભાગ્યનો સહયોગ મળશે. મિત્રો સાથે થતી અમુક જરૂરી મુલાકાતો તમારા માટે ફાયદાકારક રહેશે. તમે માતા પિતાની સાથે કોઈ ધાર્મિક સ્થળ ઉપર દર્શન કરવા માટે યોજના બનાવી શકો છો. વરિષ્ઠ અધિકારીઓનો પ્રભાવ કાર્યમાં સફળતા અપાવશે. કાર્ય સ્થળ ઉપર કોઈની સાથે ઝઘડો અથવા મતભેદ કરવાની કોશિશ કરવી જોઈએ નહીં. પ્રેમ તથા વેપારની સ્થિતિ સારી રહેશે આજના દિવસે મોસાળ પક્ષ સાથે ઝઘડો કરવો નહીં.

વૃષભ રાશિ

તમને નસીબનો ભરપૂર લાભ મળશે અને તમારી દરેક ઈચ્છા પૂરી થશે. આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. ઓફિસમાં સિનિયર તમારા કામને જોઈને ખુશ થઈ જશે. આ રાશિના લવમેટ માટે આજનો દિવસ શાનદાર રહેશે. સાથોસાથ કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ પણ બનાવી શકો છો. તમે લવ પ્રપોઝલ આપવાની યોજના બનાવશો. તમારા સારા અનુભવને લીધે તમારા સાથી તમારી પાસેથી કંઈક સલાહ લઈ શકે છે.

મિથુન રાશિ

આજે મિત્રો તથા સ્વજનોની સાથે મુલાકાતથી તમે ખુશહાલ રહેશો. તમારી ઓફિસ અને કાર્યક્ષેત્રમાં જે પણ બદલાવ થયેલ છે, તેનાથી તમને ઘણી બધી અપેક્ષા છે. પોતાની યોજનાઓ બનાવવાની સાથોસાથ તેને ગતિમાં રાખવાનો પ્રયાસ કરો. કારણ કે ક્યારેક ક્યારેક ખૂબ જ વધારે વિચારવામાં પણ સમય હાથમાંથી નીકળી શકે છે. મનમાં કોઈ પણ પ્રકારની શંકા ઊભી થઈ શકે છે. રોજગારમાં પ્રગતિ થશે. જીવનસાથીનું સાનિધ્ય મળશે.

કર્ક રાશિ

જો તમારે પૈસા સાથે જોડાયેલ કોઈ મામલો કોર્ટ કચેરીમાં અટકેલો હોય તો આજે તેમાં તમને જીત મળી શકે છે અને ધન લાભ થઈ શકે છે. દિનચર્યામાં અમુક બદલાવ લાવવા માટે જ્ઞાનવર્ધક તથા ગતિવિધિઓમાં સમય પસાર કરશો, જેનાથી માનસિક શાંતિ મળશે. દૈનિક તથા રોજિંદા કાર્ય યથાવત ચાલતા રહેશે. વ્યવસાય નો વિસ્તાર કરવા માટે બેન્ક તરફથી ઋણ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહેલ હોય તો સકારાત્મક પ્રતિક્રિયા મળશે.

સિંહ રાશિ

આજે જીવનસાથી અને બાળકો ઉપર પૈસા ખર્ચ કરી શકો છો. પિતાના સ્વાસ્થ્યની સ્થિતિ ચિંતા નો વિષય બનશે. અન્ય ગતિવિધિઓને લીધે વ્યવસાય પ્રત્યે ઉદાસીન રહેવું નહીં. વેપારમાં નવા એગ્રીમેન્ટ બની શકે છે, પરંતુ તેની શરતો ઉપર પૂર્ણરૂપથી અધીયોજન કરવું જરૂરી છે. ખર્ચમાં વૃદ્ધિ થવાથી મન પરેશાન રહી શકે છે. વેપારની ધીમી ગતિથી તમારો મુડ ખરાબ થઈ શકે છે. તમે કંઈક નવું કામ કરવા વિશે પણ વિચારી શકો છો.

કન્યા રાશિ

રાજકીય સહયોગ પ્રાપ્ત થશે. અમુક કામ અથવા ખરીદીમાં પૈસા ઓછા પડી શકે છે. પૂજા પાઠમાં મન લાગશે. તમને કોઈ સામાજિક કાર્યમાં સામેલ થવાનો અવસર મળશે. મહેનતથી કામમાં સફળતા મળશે. પોતાના પ્રતિસ્પર્ધીઓની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો, નહીંતર તમે કોઈ ષડયંત્ર અથવા કોઈ ગુપ્ત પ્રકારની યોજનાનો શિકાર બની શકો છો. નાના બાળકો અભ્યાસમાં વધારે રુચી લેશે, તેનાથી તેમના માતા-પિતા ખુશ રહેશે.

તુલા રાશિ

વેપારીઓને આજે નફો મળી શકે છે. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકશો. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી વાત કરવામાં આવે તો કોઈપણ વાતની વધારે ચિંતા તમને હાઈ બ્લડ પ્રેશરના શિકાર બનાવી શકે છે. તમે જો ગ્લેમર અથવા મીડિયા જગત સાથે જોડાયેલા છો તો તમને સન્માન મળી શકે છે. કોઈ મોટું કામ કરવાની યોજના બનાવશો. તમે સમસ્યાઓનું નિવારણ કરવામાં સક્ષમ રહેશો. ફક્ત તમારે પોતાના ક્રોધ અને અતિ આત્મવિશ્વાસ ઉપર કંટ્રોલ રાખવો આવશ્યક છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારી દિનચર્યામાં બદલાવ આવશે. તમારે મિત્રોના ઘર ઉપર અચાનક જવું પડશે. કોઈ સંબંધી અથવા પોતાની અસવસ્થતાથી પરેશાન રહેશો દુર્ઘટના થઈ શકે છે, એટલા માટે વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. જે યુવાનો સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને પોતાના પ્રયાસ શરૂ રાખવા જોઈએ. તેમને ખૂબ જ જલ્દી શુભ સૂચના પ્રાપ્ત થઈ શકે છે. તમને અમુક એવા અનુભવ થઈ શકે છે જે પહેલા ખૂબ જ ઓછા થયેલા હતા. જુના સંબંધોમાં પ્રગાઢતા વધશે.

ધન રાશિ

આજે તમારામાં સકારાત્મકતા અને જોશ રહેશે. વિદ્યાર્થીઓ માટે ગ્રહોની અનુકૂળતા લાભદાયક રહેશે. વેપારી વર્ગ પોતાની જમાપુંજી નું રોકાણ કરવાનું પ્લાનિંગ શરૂ કરી દે. આવનારા સમયમાં રોકાણમાંથી ખૂબ જ સારો લાભ પ્રાપ્ત થશે. યુવાનોએ કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર આંખ બંધ કરીને ભરોસો કરવો નહીં. પ્રેમ સંબંધોની બાબતમાં તમે ભાગ્યશાળી રહેશો. વિવાહિત જાતકો માટે આવેગને લીધે જીવનસાથી ની સાથે તકરાર થઈ શકે છે.

મકર રાશિ

આજે ઘરમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે. અભ્યાસમાં રુચિ ભરી શકે છે. રક્તચાપ સાથે સંબંધિત દર્દીઓએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ. પારિવારિક જીવનમાં ક્રોધ અને વાણી ઉપર નિયંત્રણ નહીં રાખો તો વાદવિવાદ ઊભો થઈ શકે છે. આજે તમને પોતાની જૂની સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. પિતાને સ્વાસ્થ્ય સંબંધી પરેશાની ઊભી થઈ શકે છે. આજે તમારે પોતાના ખર્ચ ઉપર કંટ્રોલ કરવાની કોશિશ કરવી જોઈએ.

કુંભ રાશિ

આજે તમારે નવા નવા લોકો સાથે સંપર્ક બની શકે છે. તમને ઓફિસમાં તમારા સહકર્મીઓનો સહયોગ મળશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, પરંતુ જોશમાં આવીને હોશ ગુમાવી દેવા નહીં. વાણી અને વ્યવહાર સંતુલિત રાખો નહીંતર ભાઈ બહેનોની વચ્ચે વાદવિવાદ ઉભો થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે સારી બનશે. કોઈ મોટી સમસ્યાનો ઉકેલ સહજ મળી જશે. આવનારા સમયમાં તમારી મહત્વકાંક્ષાઓ વધી જશે.

મીન રાશિ

વેપારમાં વૃદ્ધિ થવાના યોગ છે. તમારું ધ્યાન લક્ષ્યથી ભટકી શકે છે. કોઈ વાતને લઈને ભાગીદારો સાથે મતભેદ થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં સહકાર કર્મચારીઓ સાથે કુટનૈતિક રીતે સોદો કરવો. સરકારી ક્ષેત્રનાં કામમાં તમારે માનસિક તણાવમાંથી પસાર થવું પડી શકે છે. યાત્રાના યોગ બની રહ્યા છે, પરંતુ અડચણનો સામનો પણ કરવો પડશે. પાર્ટનર નો સહયોગ મળશે. આર રાશિના અવિવાદ લોકોને વિવાહના સંબંધ મળી શકે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.