આજનું રાશિફળ ૧૧ નવેમ્બર : આજે ગ્રહોમાં થઈ રહેલ બદલાવ આ ૪ રાશિવાળા લોકોના જીવનની દિશા બદલી દેશે

Posted by

મેષ રાશિ

Advertisement

આજે કોઈને ઉધાર પૈસા આપવા નહીં, નહિતર નુકસાની થઈ શકે છે. ઘરેલું કાર્ય પુર્ણ કરવામાં તમે સફળ રહેશો. કોઈ જરૂરી કામમાં મિત્રોનો સહયોગ મળશે. રાજકારણ સાથે જોડાયેલા જાતકોને આજે અમુક એવા અવસર પ્રાપ્ત થઈ શકે છે, જે તેમની માન-પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવશે. તમે આસપાસના લોકો પાસેથી સહાનુભુતિ જાળવી રાખશો. પ્રેમ સંબંધો માટે દિવસ સામાન્ય રહેવાનો છે. કાર્યક્ષેત્રમાં તમે શ્રેષ્ઠ પ્રતિભાનો પરિચય આપવામાં સફળ રહેશો.

વૃષભ રાશિ

આજે તમારું આકર્ષણ વધી શકે છે. કોઈ નવું કાર્ય નો પ્રારંભ કરશો. ઉચ્ચ અધિકારી અથવા ઘરના મુખ્ય વ્યક્તિનો સહયોગ મળશે. સાંસ્કૃતિક અથવા માંગલિક કાર્ય કરવામાં હિસ્સેદારી રહેશે. કરવામાં આવેલ મહેનત ફળદાયક સાબિત થશે. પડકારજનક પરિસ્થિતિમાં વ્યવહારિક રહેવું. તમે કોઈ મિત્રની બર્થ-ડે પાર્ટીમાં જઈ શકો છો. જો આજે પૈસાની લેવડ-દેવડ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે તમારે થોડો સમય રોકાઈ જવું જોઈએ.

મિથુન રાશિ

રૂટિન ઉપર ચાલવાથી તમે માનસિક શાંતિની સાથો સાથ પોતાનું કાર્ય પુર્ણ કરી શકશો અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ કાર્ય સંપન્ન થવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ભાઈ બહેનનો સહયોગ મળશે, પરંતુ સંતાન અથવા શિક્ષાને લીધે ચિંતિત રહેશો. રચનાત્મક પ્રયાસ ફળીભુત થશે અને આવશ્યક ખર્ચ સામે આવી શકે છે. તેની ઉપર નિયંત્રણ રાખો. તમે ધર્મ અથવા સમાજ સાથે જોડાયેલા કાર્ય કરી શકશો. રહસ્યની વાતો જીવનસાથી સાથે શેર કરશો. આજે તમે પ્રવાસ અને પર્યટનનો આનંદ ઉઠાવી શકશો.

કર્ક રાશિ

ખર્ચ ઉપર અંકુશ લગાવવું જરૂરી રહેશે. મનમાં નિરાશા તથા અસંતોષના ભાવ રહેશે. રચનાત્મક પ્રયાસ ફળીભુત થશે. સંતાનને કારણે ચિંતિત રહેશો. સુખદ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. મૈત્રી સંબંધ મધુર રહેશે. શિક્ષા ના ક્ષેત્રમાં મોટી સફળતા મળશે. પારિવારિક સદસ્યોની સાથે મનોરંજન માટે તમે ફરવા જઈ શકો છો. મિત્રો અને પરિવારજનો સાથે આનંદપુર્વક સમય પસાર કરશો. કોર્ટ કચેરી અથવા સ્થાયી સંપત્તિ ની ઝંઝટમાં પડવું નહીં. એકાગ્રતાથી આજે બધા જ કાર્યમાં ફાયદો થશે.

સિંહ રાશિ

આજે કોર્ટ કચેરી ના કાર્ય તમારા પક્ષમાં આવશે. મહેનત રંગ લાવતી જોવા મળી શકે છે. વેપારી વર્ગ પોતાના વેપારને વધારવા માટે અમુક નવી યોજનાઓ બનાવશે. માતા-પિતાના સ્વાસ્થ્યનો સંપુર્ણ ધ્યાન રાખો. તમે પોતાના જમીન મકાનના કાગળો સંભાળીને રાખો. રોમેન્ટિક મુડ તમને શ્રેષ્ઠ બનાવી શકે છે. કોઈ મશીનનો ઉપયોગ કરતા સમયે અને વાહન ચલાવતા સમયે ખુબ જ સાવધાની રાખવાની જરૂરિયાત છે.

કન્યા રાશિ

આજે તમે થોડો સમય મનોરંજનમાં પસાર કરશો. જો તમને કાર્ય સ્થળ ઉપર કોઈ ચીજને લઈને શંકા છે તો તેને શેર કરો અથવા વડીલો સાથે સ્પષ્ટ કરો. પોતાની ભાવનાઓ ઉપર કાબુ રાખો અને પોતાની જવાબદારી નિભાવતા રહો. અચાનકથી આવી રહેલ બદલાવથી માનસિક સ્થિતિ પણ બદલી શકે છે, પરંતુ જે સમયે જે નિર્ણય યોગ્ય છે તેને લઈ શકશો. ધનમાં વૃદ્ધિના અવસર ના રૂપમાં તમારામાંથી અમુક લોકો નવું વ્યવસાય શરૂ કરી શકે છે. પારિવારિક વાતાવરણ શાંત રહેશે.

તુલા રાશિ

આજે તમારે સાવધાન રહેવાની આવશ્યકતા છે. નાના પાયે કામ શરૂ કરવા માટે દિવસ સારો છે. તમે પોતાની ખામીઓને ઓળખીને દુર કરવાની કોશિશ કરી શકો છો. આ રાશિના લોકોએ આર્થિક પક્ષને લઈને સાવધાન રહેવું જોઈએ. આજે કારણ વગર ખર્ચ કરવાથી બચવું. આજે તમારે કોઈપણ પ્રકારની ગેરસમજણ થી બચવું જોઈએ. પરિવારના અમુક લોકોને કારણે તમે પોતાની ઈચ્છાઓ પુરી કરી શકશો નહીં.

વૃશ્ચિક રાશિ

આજે આર્થિક સંદર્ભમાં ધનની અડચણ તમારા અસંતોષનું કારણ બની શકે છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. અમુક જાતકો ને આજના દિવસે અચળ સંપત્તિથી લાભ મળવાની સંભાવના છે. જો કોર્ટ કચેરીના કોઈ મામલાને લઈને પરેશાની ચાલી રહી છે તો તેનો ઉકેલ આજે મળવાની સંભાવના છે. કોઈ નકામા વિવાદ અથવા ઝંઝટ થી બચવા માટે તમારે કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો કરવો નહીં. મહેનતના દમ ઉપર તમને સફળતા મળશે.

ધન રાશિ

પરિવારમાં અમુક શુભ સમારો થઈ શકે છે. આજના દિવસે આ રાશિના વેપારીઓ પોતાના કર્મચારીઓને ખુશ કરવા માટે કોઈ સરપ્રાઈઝ આપી શકે છે. તેનાથી કાર્યક્ષેત્રમાં વાતાવરણ બદલાયેલું જોવા મળશે. આજે તમને લાગશે કે કોઈ મહત્વપુર્ણ અવસર તમારા હાથમાંથી નીકળી ગયો છે, પરંતુ તેને લઈને પરેશાન થવાની જરૂરિયાત નથી. પોતાના વેપારને નવી ગતિ આપવા માટે આજે તમે કોઈ યોજના બનાવશો.

મકર રાશિ

આજે તમારે પોતાના સ્વાસ્થ્યના સંબંધમાં વિશેષ સાવધાની રાખવી જોઈએ. ભુલાયેલા મિત્રો સાથે મુલાકાત થશે. તમારો સ્વભાવ થોડો ચીડિયો બની શકે છે. તેવામાં બીજા ઉપર ક્રોધ કરવાથી બચવું. જે લોકો વેપાર કરી રહ્યા છે તેમને પોતાના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે નવી યોજનાઓ લાવવી પડશે. લેખકો માટે સમય ખુબ જ સારો ચાલી રહ્યો છે. સાહિત્ય જગતમાં મોટું નામ થશે. ઓફિસમાં તમને કોઈ મોટું કામ પુર્ણ કરવાની જવાબદારી મળશે, જેને તમે સમયસર પુર્ણ કરી લેશો.

કુંભ રાશિ

આજે તમારે પોતાના જ્ઞાનને વધારવાની કોશિશ કરવી જોઈએ. ધનપ્રાપ્તિના યોગ છે. પાછલા ઘણા દિવસોથી જે વ્યસ્તતા ચાલી રહી હતી, આજે તેને ઓછી કરીને આરામને મહત્વ આપો. ઓફિસમાં સહકર્મીઓની સાથે સારું કાર્ય કરશો, જેનાથી ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન થશે. તમે ખુબ જ લોકપ્રિય રહેશો અને તમારા પરિવારના સદસ્ય તમને પુર્ણ સહયોગ પ્રદાન કરશે. દાંપત્ય જીવન આજે ખુશીઓથી ભરેલું રહેશે.

મીન રાશિ

આજે તમે કોઈ અચાનક મહેમાન સાથે મુલાકાત થતા સમયે પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખવાની કોશિશ કરો. આજના દિવસે તમારે માનસિક રૂપથી ખુબ જ મજબૂત રહેવું જોઈએ. કોઈપણ પ્રકારની નકારાત્મક વિચારસરણી તમારી ઊર્જાને ઓછી કરી શકે છે. ઓફિસ સાથે જોડાયેલા લોકોને નવું કામ કરવાનો અવસર મળશે. જો તમે કોઈ નવું વાહન ખરીદવા માંગો છો તો આજે દિવસ સારો છે. સરકારી કાર્યાલયમાં અટવાયેલા કામમાં ગતિ આવશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.