મેષ રાશિ
વેપાર માટે આજે દિવસ ખુબ જ સારો છે. કોઈ ધાર્મિક સ્થળના દર્શનથી તણાવ ઓછો થશે. મિત્રોની સાથે સારો સમય પસાર થશે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવાની આવશ્યકતા છે. રસ્તો પસાર કરતા સમયે પણ આજે તમારે સાવધાન રહેવું જોઈએ. ઊર્જાના સંચારથી મન ખુશ થશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. સંપતિના મોટા સોદા લાભ આપી શકે છે. ઇન્ટરવ્યુમાં સફળતા મળશે. મહેનતનું ફળ અવશ્ય પ્રાપ્ત થશે.
વૃષભ રાશિ
જો તમે એક વેપારી છો તો આજે તમારા વેપારમાં તમને ધનલાભ થઈ શકે છે. આ રાશિના કપડા સાથે જોડાયેલા વેપારીઓને વધારે લાભ મળવાની સંભાવના છે. જો તમે પાર્ટનરશીપમાં કોઈ કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તમને લાભ મળશે. સામાજિક સ્તર ઉપર તમારી લોકપ્રિયતા વધશે. તમારી પાસે નવા અધિગ્રહણ હોઈ શકે છે, જે તમારા જીવનને વધારે આરામદાયક બનાવશે. વિપરીત પરિસ્થિતિમાં પણ શાંત રહેશો અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનું સ્મરણ કરો.
મિથુન રાશિ
આકસ્મિક ખર્ચ સામે આવશે. આર્થિક સ્થિતિ કમજોર બની શકે છે. નવા વિચારોને ઓળખવા માટેનો શ્રેષ્ઠ સમય છે. બીજા લોકો સાથે હળવું મળવું તમારા માટે ફાયદાકારક રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. બીજા શહેરની યાત્રાના યોગ બની રહ્યા છે. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો તમને ફાયદો મળશે. પાર્ટનર ની પસંદગીની કોઈ ચીજ ખરીદવાનો મુડ બની શકે છે. વાહન ચલાવતા સમયે સાવધાન રહો અને પરિવારને સમય આપો. ખરાબ સંગતિથી નુકસાન થશે.
કર્ક રાશિ
આજે તમારી રાશિમાં પ્રમોશનના યોગ જોવા મળી રહ્યા છે, પરંતુ જરા અમથી ચુક તમારું નુકસાન કરાવી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. કામકાજ સાથે સંબંધિત યાત્રા અમલમાં આવી શકે છે, જેનાથી નવા રસ્તા ખુલશે. આજે તમે ગુંચવાયેલા મામલાને ઉકેલવામાં સફળ રહેશો. શૈક્ષણિક કાર્યમાં તમારું મન લાગશે. આજે તમને રાજકારણ સાથે જોડાયેલ કોઈ કાર્યમાં સફળતા મળશે. પરિવારનો સમય અને દેખભાળ કરવાની આવશ્યકતા છે તેનું ધ્યાન રાખો.
સિંહ રાશિ
નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. વધારે વ્યસ્ત રહેશો. રાજકીય મહત્વકાંક્ષા ની પુર્તિ થશે. વ્યવસાયિક પ્રયાસ ફળીભુત કરશે. કોઈ કાર્ય સંપન્ન થવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નકારાત્મક વિચારો અને એવા વાતાવરણથી દુર રહેવાની કોશિશ કરો. કોઈ આનંદોત્સવ માં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે. આજે તમારું મન આખો દિવસ ચંચળ રહેશે અને અલગ અલગ પ્રકારની ચિંતાઓ તમને મુંઝવણમાં મુકી શકે છે.
કન્યા રાશિ
આજે યાત્રા કરવી તમારા માટે ફાયદાકારક રહેશે, પરંતુ મોંઘી પણ સાબિત થશે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખો. સ્વાસ્થ્ય અથવા વિરોધી માનસિક તણાવનું કારણ બની શકે છે. સંયમથી કામ લેવું. ધાર્મિક અથવા માંગલિક કાર્યમાં ભાગીદારી રહેશે. તમારે સાવધાન રહેવું જોઈએ, નહીંતર તમને ભારે આર્થિક અને વ્યવસાયિક નુકસાન નો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થી વર્ગ પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે. આર્થિક પક્ષ મજબુત બનશે.
તુલા રાશિ
પૈસાના દૃષ્ટિકોણ થી સમય સારો રહેશે. તમે પોતાના બજેટ અનુસાર ખર્ચ કરશો. માનસિક શાંતિ તમને મહેસુસ થઈ શકે છે. આ રાશિના અમુક જાતકો ધાર્મિક કાર્યક્રમમાં આજે ભાગ લઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા તમને પરત મળી જશે. એક નવી આદત અથવા શોખ વિકસિત કરવા પર વિચાર કરી શકો છો. આજે કરવામાં આવેલ રોકાણ લાંબા સમય સુધી તમને સારું ફળ આપનાર સાબિત થશે.
વૃશ્ચિક રાશિ
પરિવારના સદસ્યોની સંગતિમાં યાત્રાથી આનંદ અને શાંતિ મળશે. તમે ખુબ જ જલ્દી પોતાના દુશ્મનોને ઓળખી શકશો. સોશિયલ મીડિયા ઉપર કલાકો પસાર કરી શકો છો અને તેના લીધે તમારા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડી શકે છે. જો પોતાને સ્વસ્થ રાખવા માંગો છો તો એવી ગેમ રમો, જેમાં ભાગદોડ કરવી પડે. આર્થિક લાભ અર્જિત કરવા માટે નવા સ્ત્રોત શોધી શકશો. સંતાન પ્રત્યે ચાલી રહેલી ચિંતાઓ ઓછી થશે. વ્યક્તિગત સંબંધોમાં ખુશી અને આનંદ પ્રાપ્ત થશે.
ધન રાશિ
કારકિર્દીમાં તમે પોતાની મહેનત અને પ્રયાસો દ્વારા પ્રગતિ કરશો. વેપારને લઈને જો કોઈ જુનો વિવાદિત મામલો ચાલી રહ્યો છે તો આજે રાહત મળવાની સંભાવના છે. તમે પોતાની આસપાસના સંબંધો અને ચીજોમાં ખુબ જ જોડાણ મહેસુસ કરશો. મિત્રો તરફથી પણ આજે તમે સહયોગ પ્રાપ્ત કરી શકો છો. વેપારીઓ અને પોતાના સગા સંબંધીઓ દ્વારા કોઈ સારો સોદો આજે મળી શકે છે અને આ સોદા માંથી તમે નફો પણ કમાઈ શકો છો.
મકર રાશિ
આજે નકારાત્મક વિચારોથી પોતાનું મન વિચલિત થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગ એક્ટિવ થઈને કોઈ ક્રિએટિવ કામ કરી શકે છે. અસાધ્ય તથા જટિલ રોગોમાં સાવધાની રાખવાની જરૂરિયાત છે. નિયમિત રૂપથી યોગ અને ધ્યાન લગાવો. તમે પોતાના અથવા સંતાનની શિક્ષાને લઈને અમુક હદ સુધી ચિંતિત રહેશો. આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે. આજે ખર્ચની સંભાવના જોવા મળી રહી છે, એટલા માટે ખર્ચ કરતા સમયે સાવધાની રાખો.
કુંભ રાશિ
આર્થિક સ્થિતિમાં સુધારા આવશે. તમે પોતાની મનપસંદગીની કોઈ ચીજ ખરીદી શકો છો. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જે લોકોની ઇમ્યુન સિસ્ટમ કમજોર છે અને તેના લીધે બીમાર પડી શકે છે, એવા લોકોએ સાવધાન રહેવું જોઈએ. જીવનસાથી સાથે તાલમેળે બગડી શકે છે. બીજાના કાર્યમાં હસ્તક્ષેપ કરવો નહીં. રોજિંદા કામ સમયસર પુર્ણ થવામાં પરેશાની ઊભી થઈ શકે છે. દૈનિક કાર્યમાં આજે સામાન્યથી વધારે મહેનત કરવી પડશે.
મીન રાશિ
આજે તમને પોતાના બાળકો તરફથી શુભ સમાચાર મળી શકે છે. જે લોકો વેપાર પાર્ટનરશિપમાં કરી રહ્યા છે અને કોઈ મોટું રોકાણ કરવા જઈ રહ્યા છે તો બંને પાર્ટનરે એકબીજાની સહમતીથી રોકાણ કરવું જોઈએ. પારિવારિક જીવનમાં પરેશાની ઊભી થઈ શકે છે, પરંતુ અંતમાં બધા ઝઘડા ઉકેલી શકાશે. સ્વાસ્થ્યનાં દ્રષ્ટિકોણથી તમે તંદુરસ્ત રહેશો. જો તમે વેપારી છો તો આજે તમારે ભાગીદારીના વેપારમાં સાવધાન રહેવું જોઈએ.