આજનું રાશિફળ ૧૬ નવેમ્બર : બુધવારનાં દિવસે ગણેશજીની કૃપાથી આ ૬ રાશિવાળા લોકોનાં ગ્રહો બુલંદ રહેશે, આવકમાં વધારો થશે

Posted by

મેષ રાશિ

Advertisement

આજે તમારા જીવનમાં ખામીઓને બદલે જે સારી વાતો છે તેને જોશો. કોઈપણ વ્યક્તિની વાતોમાં ઉશ્કેરાઈ જવું નહીં, નહિતર વાત બગડી શકે છે. આવશ્યક નિર્ણય સમજી વિચારીને કરવો. વ્યવસાય સારો ચાલશે. નોકરીમાં કાર્યભાર રહેશે. કોઈ મનોરંજક કાર્યક્રમ અથવા યાત્રાનું આયોજન થઈ શકે છે. ધન પ્રાપ્તિના માર્ગમાં આવી રહેલી અડચણ સમાપ્ત થશે. બહુમુલ્ય સામાનનું ધ્યાન રાખો. કારણ કે ચોરી થવાની સંભાવના છે. સાંજ સુધીમાં અમુક સારા સમાચાર પ્રાપ્ત થશે. મનમાં શાંતિ જળવાઈ રહેશે.

વૃષભ રાશિ

આજે પોતાની મનોકામનાઓ પુરી કરવાનો દિવસ છે. તમારા પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ સારી રહેશે. જમીન તથા મકાન સંબંધી ખરીદ વેચાણની યોજના બનશે. આર્થિક ઉન્નતિ થશે. વ્યવસાય સારો ચાલશે. વ્યાપારિક ગતિવિધિઓથી તમને સારો લાભ થઈ શકે છે. આર્થિક મામલામાં તમારે સાવધાન રહેવું જોઈએ. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. પારિવારિક જીવન ઉત્તમ રહેશે. સંતાનને સફળતા પ્રાપ્ત થશે.

મિથુન રાશિ

આજે તમને આરામ કરવાનો અવસર પ્રાપ્ત થશે. નાની મોટી યાત્રાનો કાર્યક્રમ બની શકે છે. આજનો દિવસ ઉપલબ્ધિઓ થી ભરેલો રહેશે. ભુતકાળમાં કરવામાં આવેલી મહેનતના આજે સારા પરિણામ પ્રાપ્ત થશે. મિત્રોની સાથે પાર્ટી કરશો, જેમાં તમે ખુબ જ એન્જોય કરી શકશો. લવમેટ એકબીજાની ભાવનાઓની કદર કરશે. નાના મોટા ધનલાભ મળતા રહેશે. ઘરેલું ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. નવા લોકો સાથે પરિચય થશે. બિઝનેસમાં લાભ મળશે. નવી નોકરીની ઓફર મળશે.

કર્ક રાશિ

સામાજિક અને ધાર્મિક સમારોહ માટે દિવસ સારો છે. અમુક વિરોધીઓ આજે આવી થઈ શકે છે. આ બધી ઘટનાઓ તમને ચિંતિત કરી શકે છે. જીવનસાથી નો સહયોગ આજે તમને કામમાં કારગર સાબિત થશે. તમારા ઘરમાં દુરના સંબંધોના આવવાથી વાતાવરણ ખુશનમાં રહેશે. તમારા જીવનસાથી તમને ખુશ કરવા માટે આજે કોઈ ગિફ્ટ આપી શકે છે. કડવા વેણ અને ખરાબ વ્યવહારને લીધે વિવાદ અથવા મતભેદ થઈ શકે છે.

સિંહ રાશિ

આજે તમને કોઈ એવું કામ કરવા માટે ઉશ્કરી શકે છે. જેનાથી હળવો વિવાદ થવાની સંભાવના છે. રાજકારણ માં સક્રિય લોકોને પાર્ટી તરફથી નવી જવાબદારી મળશે. પર્યટન અને આતિથ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ પોતાના દરવાજા ઉપર આવેલા અવસરને છોડવો નહીં. વિદ્યાર્થીઓ કોઈ પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરવાની યોજના બનાવશે. ઘરમાં મહેમાનોનું આગમન થશે. ઉગ્ર સ્વભાવ અને ખર્ચ ઉપર અંકુશ રાખો.

કન્યા રાશિ

આજે તમારું પારિવારિક જીવન ખુશહાલ અને આનંદમય રહેશે. તમારું સ્વાસ્થ્ય શુભ રહેશે. આજે બીજા સાથે વાત કરતા સમયે યોગ્ય ભાષા નો પ્રયોગ કરશો તો તમારા માટે શ્રેષ્ઠ રહેશે. આજે તમને જમીન મકાન સાથે જોડાયેલા મામલામાં ફાયદો થશે. તમારી રચનાત્મકતા પણ ખુબ જ કારગર અને પ્રખર રહેશે. પોતાનું ધૈર્ય ગુમાવવું નહીં. આજે તમારી કિસ્મત માં ઘણું બધું નવું લખેલું છે. આવકનો નવો સ્ત્રોત સામે આવી શકે છે અને તમારી આર્થિક સમસ્યાઓમાંથી તમે બહાર નીકળી શકશો.

તુલા રાશિ

આજે તમારે ઘણી જગ્યાઓ અને ઘણી ચીજો ઉપર પૈસા ખર્ચ થઈ શકે છે. તમારે સારો બજેટ પ્લાન કરવાની આવશ્યકતા છે. તેનાથી તમારી ઘણી પરેશાનીઓ દુર થઈ શકે છે. અચલ સંપત્તિથી આ રાશિના જાતકોને આજના દિવસે લાભ પ્રાપ્ત થશે. પારિવારિક જીવન સુખમય રહેશે અને માતાની સાથે પણ તમારા સંબંધોમાં સુધારો થશે. જીવનશૈલીમાં બદલાવ લાવો અને સ્વસ્થ રહેવા માટે નિયમિત વ્યાયામ કરો.

વૃશ્ચિક રાશિ

આજે કરવામાં આવેલ રોકાણ ફાયદાકારક રહેશે અને સમૃદ્ધિ લઈને આવશે. સામાજિક સ્તર ઉપર લોકોની વાતોને તમે મહત્વ આપશો, જેનાથી લોકોનો તમારી ઉપર વિશ્વાસ વધશે. પિતા જો નોકરી સાથે જોડાયેલા છે તો તેમને પણ આજના દિવસે કાર્યક્ષેત્રમાં લાભ થશે. આજે તમે કોઈ જુના પરિચિત વ્યક્તિ સાથે અચાનક મુલાકાત કરી શકો છો. તમારા માટે આવનારો સમય ખુબ જ સારો અને ખાસ રહેશે. પ્રેમ પ્રસંગોમાં સફળતા મળશે.

ધન રાશિ

આજે તમને સમાજ અને કાર્યક્ષેત્રમાં મોટા લોકો તરફથી સન્માન મળી શકે છે. આજે તમે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે બીજા ઉપર આંગળી ઉઠાવવાને બદલે પોતાની ભુલો સુધારવાની કોશિશ કરશો. વૈવાહિક જીવનમાં સારા પરિવર્તન જોવા મળી શકે છે. વાહન તથા મશીનરીના ઉપયોગમાં બેદરકારી રાખવી નહીં. શારીરિક નુકસાન થઈ શકે છે. તમે પોતાના ભાગ્યને અજમાવો નહીં. વિદ્યાર્થી વર્ગ સફળતા પ્રાપ્ત કરશે. વેપારમાં બુદ્ધિ બળથી ઉન્નતિ થશે.

મકર રાશિ

આજે તમારે સાવધાનીથી કામ કરવાની જરૂરિયાત છે. કારણ વગર તણાવથી દુર રહો. વાત સંબંધિત રોગ પરેશાન કરી શકે છે. ઘરના વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે. આજે નકામી યાત્રા કરવાથી બચવું. જો જરૂરી હોય તો નિયમોને ધ્યાનમાં રાખીને યાત્રા પર જવું. સ્ત્રી જાતકોનો સહયોગ મળશે અને તેમની સાથે ચર્ચા વિચારણા કરીને કાર્ય કરવું વધારે લાભદાયક રહેશે. અણગમતો બદલાવ થવાથી તમારું મન અશાંત રહેશે.

કુંભ રાશિ

વાંચન તથા લેખન વગેરે કાર્યમાં ઉત્સાહ તથા કાર્ય કરી શકશો. ફાઈનલ સાથે સંબંધિત વેપાર કરવા વાળા લોકોએ પૈસાની લેવડ-દેવડ ઉપર ધ્યાન આપવું. વળી સંચાર અને સુગંધ સાથે સંબંધિત વેપાર કરતા લોકો માટે દિવસ શુભ રહેશે. કોઈ મહત્વપુર્ણ વ્યક્તિ તમારી ખાસિયતને ઓળખી લેશે. દૈનિક કાર્યમાં તમને પુર્ણ રૂપથી સફળતા મળશે. પાર્ટનર સાથે મતભેદ થઈ શકે છે. નોકરીમાં સહકર્મીનો સહયોગ પ્રાપ્ત થશે.

મીન રાશિ

પરિવારમાં ખુશીઓ અને સૌભાગ્ય આવશે. તમારા ઘરમાં ધન સાથે જોડાયેલી બધા પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળશે. ઓફિસમાં કામનો બહુ જ વધારે રહી શકે છે, જેને લઈને મન અશાંત રહેશે. જે લોકો વેપાર કરી રહ્યા છે તેમણે પોતાના બિઝનેસ પાર્ટનર સાથે પારદર્શિતા રાખીને વેપાર વધારવો જોઈએ. પ્રેમ સંબંધોમાં મર્યાદિત રહો. કારણ કે આવું ન કરવાથી સંબંધોમાં તણાવ ઊભો થઈ શકે છે. જીવનસાથીની સલાહ તમારા માટે લાભદાયક રહેશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.