આજ નું રાશિફળ ૨૧ નવેમ્બર : આજે આ ૩ રાશિવાળા લોકોએ સંભાળીને રહેવું, ભુલથી પણ ન કરવી આવી ભુલ

મેષ રાશિ

આજનો દિવસ પરિશ્રમ વાળો રહેશે. વેપારીઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમને નાનો-મોટો ફાયદો મળી શકે છે. ઘર પરિવારનો તણાવ પહેલા કરતા ઓછો થશે. નોકરી કરતા જાતકોએ સંભાળીને રહેવું. કામની વચ્ચે અન્ય વાતો કરવી નહીં. પારિવારિક જીવનમાં શાંતિ રહેશે. કોઈ સમસ્યાનું સમાધાન મળી શકે છે. આજે તમે જે નિર્ણય કરશો, તે તમારા જીવનને આવનારા સમયમાં પ્રભાવિત કરી શકે છે.

વૃષભ રાશિ

આજે ઓફિસમાં કામ કરતા લોકો અને મોટા લોકોની સાથે મહત્ત્વપુર્ણ બાબતો પર વાતચીત થવાના યોગ છે. કામકાજની સાથે તમારી જવાબદારી પણ વધી શકે છે. આખો દિવસ વ્યસ્ત રહેશો. વેપારની બાબતમાં અટવાયેલા કાર્યને પુર્ણ કરશો. ઓફિસમાં થોડી શાંતિ રહેશે. આજે તમને અઢળક દિલચસ્પ આમંત્રણ મળશે સાથો સાથ તમને એક આકસ્મિક ઉપહાર પણ મળી શકે છે.

મિથુન રાશિ

આજે ધાર્મિક કાર્યમાં તમારું મન વધારે લાગશે. તમે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકો છો. તમારે નકારાત્મક વિચારોને પોતાની આસપાસ પણ ભટકવા દેવા નહીં. કામકાજની વાત કરવામાં આવે તો જો નોકરી કરી રહ્યા છો તો તમને પોતાની મહેનત અનુસાર ફળ મળશે નહીં. હાલના સમયમાં ધીરજથી કામ લેવાની જરૂરિયાત છે. વેપારમાં નવી યોજનાઓ બની શકે છે. આજે પિતાનો સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બનશે અને પેટ સંબંધી પરેશાની થઇ શકે છે.

કર્ક રાશિ

સામાજિક અને ધાર્મિક સમારોહ માટે દિવસ સારો છે. આજે તમે પોતાની વાત સ્પષ્ટ રૂપથી કહેવાની કોશિશ કરશો. પોતાના કામકાજમાં નવા પ્રયોગ કરવામાં તમે સફળ બની શકો છો. આજનો દિવસ સામાન્ય રહેશે. જીવનસાથીની સાથે સમય પસાર કરી શકશો. અન્ય લોકોની વાતને પણ સારી રીતે સમજવાની કોશિશ કરો. પોતાના સામાજીક જીવન થી દુર થવું નહીં. આજે તમે જે વિચારો છો, તેમાં સફળતા મળશે. અધિકારી તમારી પ્રશંસા કરશે.

સિંહ રાશિ

સખત મહેનત અને પર્યાપ્ત કોશિશ તમને સારું ફળ અપાવશે. મંદિરમાં અત્તરનું દાન કરો, તેનાથી ધનમાં વૃદ્ધિ થશે. નોકરીમાં ઉચ્ચ અધિકારી પ્રસન્ન રહેશે. તમારો સારો વ્યવહાર તમને લોકોની વચ્ચે લોકપ્રિયતા અપાવશે. ગૃહસ્થ સુખ ઉત્તમ રહેશે. શિક્ષામાં આવી રહેલી અડચણ દુર થશે. જો તમે કોઇ કાયદાકીય લડાઈ લડી રહ્યા છો તો તમારી જીત નિશ્ચિત છે. બેરોજગાર લોકોને નોકરીનાં અવસર મળશે. રોકાણ કરવામાં સતર્ક રહેવું. કોઈની વાતોમાં જલ્દી ફસાઈ જવું નહીં.

કન્યા રાશિ

આજે તમને શૈક્ષણિક કાર્યમાં સફળતા મળી શકે છે. નવી યોજનામાં રોકાણ સમજી-વિચારીને કરવું. જુના વિવાદમાંથી છુટકારો મળશે. અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે છે, જેનાથી તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. કાર્યાલયમાં બધું તમારા પક્ષમાં નજર આવી રહ્યું છે. નોકરીમાં ઉચ્ચ અધિકારી પ્રસન્ન રહેશે. શિક્ષણ માટે કરજ લેવું પડી શકે છે. આજે સ્વાસ્થ્યને લઈને ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

તુલા રાશિ

અચાનક યાત્રાને કારણે તમે તણાવનો શિકાર બની શકો છો. ધનની આવક કમજોર રહેશે. રોગપ્રતિરોધક ક્ષમતા મજબુત બનશે. લગ્ન અને પાર્ટીમાં જવા માટેનું આમંત્રણ મળશે. જે સમસ્યા તમને પરેશાન કરી રહી હતી, તેનો ઉકેલ લાવવા માટે હોશિયારી ચતુરાઈ અને ક કુટનીતિનાં દાવપેચની જરૂરિયાત છે. તમે આજે કંઇક અલગ પ્રકારનો અનુભવ કરશો. વ્યાવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે સ્વાસ્થ્ય બગડી શકે છે.

વૃશ્ચિક રાશિ

જો તમે આજે યાત્રા કરી રહ્યા છો તો પોતાના સામાનની સુરક્ષા કરવાની જરૂરિયાત છે. શાંતિ મેળવવા માટે થોડો સમય નજીકના મિત્રોને સાથે પસાર કરો. અન્ય લોકોને પ્રભાવિત કરવા માટે જરૂરિયાતથી વધારે ખર્ચ કરવો નહીં. ધાર્મિક સ્થળ અથવા સંબંધીને મળવા જવાની સંભાવના છે. માતા-પિતા તથા વડીલોનો સહયોગ મળશે. કળા તથા સાહિત્યનાં ક્ષેત્રમાં રુચિ વધશે. દરેક કાર્ય સફળતાપુર્વક સંપન્ન થશે.

ધન રાશિ

લાંબા સમયથી ચાલી રહેલી બિમારીમાંથી છુટકારો મળશે. દિવસ સામાન્ય રહેશે. આજે મોટાભાગનાં સમાચાર તમારા પક્ષમાં રહેશે. પોતાના પ્રિય વ્યક્તિઓની ખામીઓને શોધવામાં સમય બરબાદ ન કરવો. ગાયને પોતાના હાથે રોટલી ખવડાવવું તમારા માટે શુભ રહેશે. આવું કરવાથી અટવાયેલા કાર્યોમાં ગતિ આવશે. ઓફિસમાં સહકર્મી સાથે કોઈ વાતને લઈને તકરાર થઈ શકે છે, એટલા માટે તમારે પોતાની વાણી પર સંયમ રાખવાની જરૂરિયાત છે.

મકર રાશિ

અવિવાહિત લોકોને વૈવાહિક પ્રસ્તાવ મળી શકે છે. બાળકોની સાથે વાદવિવાદ મુંઝવણ ઊભી કરશે. આજે અચાનક કોઇ વ્યક્તિ સાથે રોમેન્ટિક મુલાકાત થઇ શકે છે. પોતાની ભાવનાઓને વ્યક્ત કરવાની કોશિશ કરશો તો તમારા મનની વાત સમજી શકશે. આજે નોકરી કરતા લોકોને નવા અવસર મળશે. તે લોકો પર નજર રાખો જે તમને ખોટા રસ્તા પર લઈ જઈ રહ્યા છે અથવા તો એવી જાણકારી આપી રહ્યા છે, જે તમારા માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે.

કુંભ રાશિ

આજે તમારી અંદરની તાકાત કાર્યક્ષેત્રમાં દિવસને શ્રેષ્ઠ બનાવવામાં મદદગાર સાબિત થશે. વિરોધી પક્ષ તમારી સાથે ઘુંટણીયા ટેકવવા માટે મજબુર થઈ જશે. ધીરજ માં કમી આવી શકે છે. પરંતુ માતાના સાનિધ્યનો સહયોગ મળશે. તે વાતનું ધ્યાન રાખો કે તેના કારણે પરિયોજનાઓની તૈયારીઓમાં કોઈ કમી ન રહી જાય. કોઈ કાર્ય સંપન્ન થવાથી તમારા પ્રભાવ અને વર્ચસ્વ માં વૃદ્ધિ થશે. ઘરમાં બધા લોકોની સાથે યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે. માનસિક તણાવ દુર થશે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોએ પોતાની ભાવનાઓનો કાબુમાં રાખવી. જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે. વાહનનાં રીપેરીંગમાં ખર્ચ વધશે. પારિવારિક મુદ્દા પર નિર્ણય લેવા માટે દિવસ યોગ્ય છે. પોતાની બધી ક્ષમતાઓને નિખારવા અને શ્રેષ્ઠ બનાવવાની કોશિશ કરો. પોતાને ભ્રમિત પરિસ્થિતિઓથી ઘેરાયેલા મહેસુસ કરશો. આજે ગૃહ સંબંધી વસ્તુઓની પ્રાપ્તિ માં મુશ્કેલી થશે. આજે એકલતાથી બચવા માટે ખોટી સંગતનો આશરો લેવો નહીં. કુસંગતી થી બિલકુલ દુર રહેવું.