આજ નું રાશિફળ ૨૩ નવેમ્બર : મંગળવારનો દિવસ હનુમાનજીની કૃપાથી આ ૬ રાશિઓ માટે લાવશે ખુશીઓનો ભંડાર

Posted by

મેષ રાશિ

આજે પારિવારિક જીવનમાં ખુશહાલી રહેશે. જીવનસાથીની સાથે સંબંધો મજબુત બનશે. તમારા પ્રિય વ્યક્તિ તમારો ઉત્સાહ વધારશે. કાર્યક્ષેત્રમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે, જેને તમે સરળતાથી પુરી કરી શકશો. યોજનાઓ સફળ રહેશે. જો તમે કોઈ સમસ્યાથી પરેશાન છો, તો પરિવારજનોની મદદથી તમારી પરેશાની દુર થઈ શકે છે. લાંબા અંતરની યાત્રા કરવાનો અવસર મળશે. વ્યાવસાયિક સ્થાન પર કાર્ય ભાર વધશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ

આજે તમારે વિવાદ અને વિરોધથી બચવાનું રહેશે. આવકમાં વૃદ્ધિ અથવા પ્રમોશનના યોગ છે. ઘરમાં મહેમાનોનું આગમન થશે. તમારા પ્રિય વ્યક્તિ આજે થોડા નારાજ જોવા મળી શકે છે, જેનાથી તમારું મન અશાંત રહેશે. કામકાજની બાબતમાં દિવસ મુશ્કેલ સાબિત થઇ શકે છે. નોકરીમાં અધિકાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ માનવામાં આવી રહ્યો છે. બની શકે ત્યાં સુધી નવા સંબંધોની શરૂઆત કરવી નહીં.

મિથુન રાશિ

આજે વેપાર-ધંધામાં લાભ થવાની સંભાવના છે. મહત્વપુર્ણ કામમાં સમય પસાર થશે. આજે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. આર્થિક મોરચા પર દિવસ સારો રહેશે. તમારું બજેટ સંતુલિત રહેશે અને કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યા આવશે નહીં. આજે તમારા પ્રિય વ્યક્તિની સાથે તમે ખુબ જ સારો સમય પસાર કરશો. કારણ વગરની વાતોને લઈને પોતાનો સમય બરબાદ કરવો નહીં. નજીકના લોકો સાથે વિવાદ થઈ શકે છે.

કર્ક રાશિ

આજે પોતાને વ્યસ્ત દિનચર્યામાં થોડો સમય કાઢીને પરિવારની સાથે કોઇ આયોજનમાં હાજરી આપો. પોતાના પ્રેમ પ્રસંગો વિશે બધી જગ્યાએ વાતો કરવી નહીં. પોતાના વ્યક્તિત્વને રંગરૂપ અને શ્રેષ્ઠ બનાવવાની કોશિશ સંતોષકારક સાબિત થશે. તમે કોઈના વિચારોમાં ખોવાયેલા રહી શકો છો, તેનાથી કોઈ ખાસ અસર તમારા હાથમાંથી નીકળી જશે. ત્યાં સુધી કોઈને વચન આપવું નહીં, જ્યાં સુધી તમે તેને સંપુર્ણ રીતે નિભાવવામાં સક્ષમ ન હોય.

સિંહ રાશિ

આજે આર્થિક સાધનોમાં વૃદ્ધિ થશે. જરૂરી કાર્ય પ્રભાવિત થઈ શકે છે. જમીન મકાન સાથે સંબંધિત કોઈ વિવાદ થઈ શકે છે. શક્ય છે કે આજે પરિવારજનો તમારી અપેક્ષા પુરી ન કરી શકે. મિત્રોની સાથે કોઈ જગ્યાએ ફરવા માટે જઈ શકો છો. સંતાન સુખમાં કમી આવશે. નકારાત્મકતા અને હાવી થવા દેવી નહીં. સ્વાસ્થ્ય સારું રહેશે. માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. વેપારના દ્રષ્ટિકોણથી દિવસ સારો રહેશે. માનસિક આવેશમાં આવીને કોઈ ખોટું પગલું ભરી શકો છો.

કન્યા રાશિ

આજે બાળકોની શિક્ષામાં અથવા કોઈ પ્રતિયોગિતામાં અપેક્ષા કરતાં વધારે સફળતા પ્રાપ્ત થવાથી મન ખુશ રહેશે. રોજિંદા કામકાજની ફાયદો થશે. આજે સંતાન પક્ષ તરફથી કોઈ ખુશખબરી મળી શકે છે. વાહન ચલાવતા સમયે દુર્ઘટનાના યોગ બની રહ્યા છે. વિવાદ અને મતભેદને કારણે ઘરે અમુક તણાવ સહન કરવો પડશે. કાર્ય પુર્ણ કરવા યોગ્ય છે. લાઈફ પાર્ટનર નારાજ થઈ શકે છે.

તુલા રાશિ

આજે અમુક મામલામાં તમારી ચિંતા વધી શકે છે. કામકાજની સાથે પડકાર પણ ઉભા રહેશે. ઘરમાં કોઈનાં વિવાહ અથવા માંગલિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે. નોકરીમાં અધિકારી પ્રશંસા કરશે. આવકનાં નવા સાધનોમાં વૃદ્ધિ થશે. પત્નીનો સહયોગ લાભ અપાવશે. તમે ખુબ જ બુદ્ધિમાન વ્યક્તિ છો. જો કોઈ તમારી પાસે સલાહ માગવા માટે આવે તો તેને નિરાશ કરશો નહીં. વૈચારિક મતભેદ દુર થશે. કોઈને પોતાના મનની વાત કહેવાનો અવસર મળશે.

વૃશ્ચિક રાશિ

ભાઈ-બહેનો સાથે મતભેદ થઈ શકે છે. વેપારમાં ભાગીદારીથી લાભ થશે. વિચારેલા કાર્ય પુર્ણ થઇ શકે છે. આજે અટવાયેલા પૈસા પરત મળવાના યોગ છે. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી દિવસ સામાન્ય રહેશે. આજે તમારા સંબંધોમાં પરેશાની ઉભી થશે. સાહિત્ય તથા કળા પ્રત્યે તમારી રુચિ વધશે અને કાલ્પનિક દુનિયામાં ખોવાયેલા રહેશો. નવી જમીન અથવા મકાન ખરીદવાનો વિચાર બનાવી શકો છો. પતિ-પત્નીમાં ગેરસમજણ ઉભી થઇ શકે છે.

ધન રાશિ

આજે વેપારના કાર્યક્ષેત્રમાં વધારો થવાથી તમારી આવક વધશે. તમારે પોતાની ફિટનેસને વિશે જાગૃતતા રાખવી જોઇએ. તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે, જેને તમે ખુબ જ સારી રીતે નિભાવશો. તમને પોતાના ભાગીદારની યોજના સાથે જોડાઈ રહેવામાં પરેશાની થશે. આજે તમારે મહત્વપુર્ણ મામલા પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. આ રાશિના કલાકારો માટે દિવસ વિશેષ રૂપથી સારો રહેશે.

મકર રાશિ

આજે તમને કોઇ ખુશખબરી મળી શકે છે. પાર્ટનરની સાથે સામંજસ્ય સારું રહેશે. આજે તમે જે કાર્ય કરશો તેમાં તમને કંઈક ને કંઈક ફાયદો મળશે. કામકાજથી તમને પૈસા પણ મળી શકે છે. સારા લોકો સાથે મુલાકાત થઈ શકે છે, જેનાથી તમને ખુબ જ ફાયદો થશે. આજે ઉતાવળમાં કોઇ નિર્ણય લેવો નહીં, નહીંતર પરેશાનીમાં મુકાઇ શકો છો. મનમાં પૈસાને લઇને ઘણા પ્રકારના વિચાર આવી શકે છે, તેની ઉપર તુરંત કોઈ પગલાં ઉઠાવવા નહીં.

કુંભ રાશિ

વિદેશ જવા માટે અનુકુળ પરિસ્થિતિનું નિર્માણ થશે. તમે જીવનસાથીની સાથે કોઈ ટ્રીપ ઉપર જવાનો પ્લાન બનાવી શકો છો. તમને કોઈ મોટી સફળતા મળશે. સાથોસાથ કાર્યક્ષેત્રમાં પણ તમારું પ્રદર્શન અપેક્ષા કરતાં સારું રહેશે. કોઈ જરૂરી કાર્યને પુર્ણ કરવામાં અડચણ આવી શકે છે. જો તમે પોતાની રહેણીકરણીમાં બદલાવ કરવાનું વિચારી રહ્યા છો અથવા કોઈ નવી જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો દિવસ અનુકૂળ છે.

મીન રાશિ

આજે પણ લોકો તમને મળે તેની સાથે વિનમ્ર અને સુખદ વ્યવહાર કરો. આખો દિવસ પૈસા વિશે વિચારતા રહેશો. જમીન અને પ્રોપર્ટીના કામથી લાભ થવાના યોગ બની રહ્યા છે. રોજીંદા કામકાજ વધારે રહેશે નહીં. આશા-નિરાશા નાં મિશ્રિત ભાવ મનમાં રહેશે. સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો તમારી સામે કંઈક નવું કામ આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *