આજ નું રાશિફળ ૨૫ નવેમ્બર : આજે આ ૬ રાશિવાળા લોકોને બધી જ પરેશાનીઓ માંથી મળશે છુટકારો, લવ પાર્ટનર સાથેનાં સંબંધો બનશે પ્રગાઢ

Posted by

મેષ રાશિ

આજે તમને દરેક કાર્યમાં સફળતા મળશે. નવા વસ્ત્ર તથા આભુષણ ખરીદી શકો છો. ખાણી-પીણીમાં સંયમ રાખો. અચાનક નવા સ્રોતોમાંથી ધન લાભ મળશે. તમે સાંજના સમયે કોઈ સમારોહમાં હાજરી આપી શકો છો. જુના મિત્રને મળીને તમારું મન પ્રસન્ન રહેશે. લવ મેટ માટે દિવસ ઉત્તમ રહેશે. આજે તમે થોડા ભાવુક બની શકો છો. અન્ય લોકોની અંગત જાણકારીઓ અને સાર્વજનિક કરવાથી બચવું. ઋતુજન્ય પરેશાની થઇ શકે છે.

વૃષભ રાશિ

આજે તમે પોતાની બુદ્ધિથી મોટામાં મોટી સમસ્યાનો ઉકેલ શોધી શકશો. આર્થિક પક્ષ મજબુત રહેશે. અંગત સંબંધો પ્રગટ થશે. પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે. વ્યવસાયિક મામલામાં પ્રગતિ થશે. ગૃહ ઉપયોગી વસ્તુઓમાં વૃદ્ધિ થશે. દુશ્મનો તમારા ઉપર હાવી થવાની કોશિશ કરશે. કાયદાકીય મામલામાં ફસાઈ શકો છો. પોતાને શાંત રાખો અને ઠંડા દિમાગથી તેના પર વિચાર કરો. કામકાજમાં તમે ખુબ જ સફળ બની શકો છો.

મિથુન રાશિ

ઘરેલુ જવાબદારી અને રૂપિયા પૈસા લઈને વિવાદને કારણે તમારા વૈવાહિક જીવનમાં ખટાશ ઉભી થઇ શકે છે. તે લોકો પર નજર રાખો જે તમને ખોટા રસ્તા પર લઈ જઈ રહ્યા છે અથવા તો એવી જાણકારી આપી રહ્યા છે જેનાથી તમને નુકસાન પહોંચી શકે છે. સુંદર સ્થાન પર પ્રવાસનું આયોજન થશે. કોઈ તમારા કામમાં ખામી શોધી શકે છે. કોઈ ભુલ તમને પરેશાન કરશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે.

કર્ક રાશિ

આજે તમારે પોતાના સાચા પ્રેમને મેળવવા માટે પરિવારના કોઈ ખાસ મિત્રની મદદ લેવી પડશે. સાસરીયા પક્ષ સહયોગ રહેશે. જ્યારે સંતાન અથવા શિક્ષાને કારણે ચિંતિત રહેશો. ઉચ્ચ અધિકારી અથવા ઘરના વડીલ સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. વાણી પર સંયમ રાખો. નવી શરૂ કરવામાં આવેલી પરિયોજનાઓ અપેક્ષા અનુસાર પરિણામ આપશે નહીં. પરેશાનીઓનો સામનો કરવાની તમારી ક્ષમતા તમને ખાસ ઓળખ અપાવશે.

સિંહ રાશિ

આજે મિત્રોના સહયોગથી અટવાયેલા કાર્ય પુર્ણ થશે. પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખવી. પરોપકાર અને સામાજિક કાર્ય આજે તમને આકર્ષિત કરશે. પ્રેમીઓ એકબીજાની ભાવનાઓને સમજશે. લોકો સાથે તાલમેલ તમને નવી યોજનાઓનાં આઈડિયા સુચવશે. કાર્યસ્થળમાં બદલાવ થઈ શકે છે. તમારો રોમેન્ટિક અંદાજ તમારા જીવનને પ્રેમથી ભરી દેશે. પ્રાઇવેટ નોકરી કરતા લોકો માટે દિવસ ઉત્તમ રહેશે.

કન્યા રાશિ

આજે જે ક્ષેત્રમાં પ્રયાસ કરશો તેમાં તમને પુર્ણ સફળતા મળી શકે છે. કોઈ મોટી મહત્ત્વાકાંક્ષા પુરી થવાના પણ યોગ બની રહ્યા છે. આજે મોટા નિર્ણય ખુબ જ સમજી વિચારીને લેવા જોઈએ, નહીંતર નુકસાન સહન કરવું પડશે. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે. સંતાનનાં સ્વાસ્થ્યને લઈને પરેશાન રહી શકો છો. આજે તમારે મહત્ત્વપુર્ણ બાબતો પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. વ્યવસાયમાં પ્રગતિનાં નવા રસ્તા તમને નજર આવશે.

તુલા રાશિ

આજે પ્રોપર્ટી અને જમીન મકાન સાથે જોડાયેલા ઉકેલ તમને મળી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી બિલકુલ પણ રાખવી નહીં. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને કોઈ મોટા સારા સમાચાર મળશે. અધિકારીઓ તરફથી સહયોગ મળવાની સંભાવના જોવા મળી રહી છે. ઘર-પરિવારમાં સ્થિતિ અનુકુળ રહેશે. ઓફિસમાં તમારે કોઇપણ નિર્ણય સમજી-વિચારીને લેવો જોઈએ. મોબાઈલ ફોન તમારા કામમાં અડચણ ઉભી કરી શકે છે. તેનો વધારે ઉપયોગ કરવાથી બચો. ધનનું આગમન થશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારા પ્રિય વ્યક્તિનો અસ્થિર વર્તન આજે રોમાન્સને બગાડી શકે છે. કોઈપણ મામલામાં સકારાત્મક રહીને ઉકેલ લાવવાની કોશિશ કરો. ક્રોધને કાબુમાં રાખો, નહીંતર કામમાં અડચણ ઊભી થઈ શકે છે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ ઉત્પન્ન થઈ શકે છે એટલા માટે તેનાથી સંભાળીને રહેવું. ધાર્મિક આયોજનમાં ભાગીદારી વધી શકે છે. ઓફિસમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. મહિલા મિત્રો તરફથી ભેટ મળશે. લવ મેટ સાથે આજે તમે થોડા પરેશાન રહી શકો છો.

ધન રાશિ

ઓફિસમાં અધિકારીઓ સાથે તમારા સંબંધો ખુબ જ સારા રહેશે. તમારે બીજા લોકો સાથે પોતાની પર્સનલ વાત શેર કરવાથી બચવું જોઈએ. ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેવો નહીં. તમારે પોતાની વિચારસરણી અને વ્યવહારને સંતુલિત રાખવાની જરૂરિયાત છે. આજે તમારે પોતાનો આત્મબળ જાળવી રાખવાનું રહેશે. તેના માટે નિર્ણયશક્તિ મક્કમ હોવી જોઈએ. માનસિક રોગથી પરેશાની મહેસુસ કરી શકો છો. લાઈફ પાર્ટનરની સાથે કોઈ યાત્રાની યોજના બની શકે છે.

મકર રાશિ

રોજગારીની બાબતમાં તમને નવા અવસર મળશે. શત્રુ ઓછા થશે. જીવનસાથીનાં સ્વાસ્થ્યની ચિંતા રહેશે. વાંચવા લખવાનાં વ્યવસાય સાથે જોડાયેલા લોકોની આવકમાં વૃદ્ધિ થશે. સંતાન પક્ષ તરફથી ઉચ્ચ શિક્ષા સાથે સંબંધિત પરિણામ પ્રાપ્ત થશે. વાહન તથા મશીનરીનાં પ્રયોગમાં બિલકુલ પણ બેદરકારી રાખવી નહીં. પોતાના ક્રોધ તથા ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખો. લાઈફ પાર્ટનર સાથે સંબંધોમાં મધુરતા આવશે. લવ મેટ સાથે મુલાકાતનાં અવસર પ્રાપ્ત થશે.

કુંભ રાશિ

આજે ધન ખર્ચ વધારે ન થાય તેનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. તમારા પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે. કોઈને પૈસા ઉધાર આપવાથી બચવું જોઈએ. પારિવારિક જીવન સુખમય રહેશે. આર્થિક પક્ષ મજબુત બનશે. કોઇ કાર્યનાં સંપન્ન થવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બનશે. આજે કોઈપણ કાર્ય અધુરું છોડવું તમારા માટે બિલકુલ પણ યોગ્ય નથી. સેમિનાર અને પ્રદર્શની વગેરે તમને નવી જાણકારી અને તથ્ય પ્રાપ્ત કરાવશે.

મીન રાશિ

આજે તમને વેપારમાં ખુબ જ મદદ મળવાની છે અને ખુબ જ મોટો ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. કોઈ વડીલ વ્યક્તિ તરફથી ધન પ્રાપ્તિ થઇ શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તન યોગ બની રહ્યા છે અને આવું કરવાથી તમને ભાગ્યનો પુરો સાથ મળશે. પારિવારિક જીવનમાં મધુરતા આવશે. મનમાં નિરાશા તથા અસંતોષના ભાવ રહેશે. ભાઈઓ સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. સંપત્તિ ની જાળવણી પાછળ ખર્ચ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં સ્થિતિ તમારા પક્ષમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *