આજ નું રાશિફળ ૨૬ નવેમ્બર : ગ્રહ-નક્ષત્રોનાં પ્રભાવથી આ ૭ રાશિવાળાને ત્યાં છલકી ઉઠશે પૈસાનો ભંડાર

Posted by

મેષ રાશિ

પ્રભાવશાળી અને મહત્વપુર્ણ લોકો સાથે પરિચય વધારવા માટે સામાજિક ગતિવિધિઓમાં સારો અવસર રહેશે. અવિવાહિત લોકો માટે વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. રચનાત્મક કામમાં જોડાયેલા લોકો માટે સફળતા ભરેલો દિવસ રહેશે. તેમને નામ અને ઓળખ મળશે, જેની તેઓ લાંબા સમયથી તલાશ કરી રહ્યા હતા. વેપારમાં નવા કોન્ટ્રાક્ટ બનશે. પ્રાપ્ત થયેલું ધન તમારી અપેક્ષા અનુસાર ખર્ચ થશે નહીં. અમુક લોકો માટે આકસ્મિક યાત્રા ભાગદોડ ભરેલી અને તણાવપુર્ણ રહેશે.

વૃષભ રાશિ

આજે નોકરી અને વેપારમાં અમુક મામલામાં ભાગ્ય સાથ આપી શકે છે. ઓફિસનાં અમુક લોકો તમારી પાસે સહયોગ માંગી શકે છે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. સાંજે ગામમાં તમે સફળ રહેશો, તો તમારા કાર્યોની ચર્ચા થશે. કોર્ટ-કચેરી સાથે જોડાયેલ કામ સમય પહેલાં પુર્ણ થશે. પ્રેમની બાબતમાં આજે તમે ગેરસમજણ નો શિકાર બની શકો છો. આજે તમારી પાસે ધન એકઠું કરવાની ક્ષમતા વધારવા માટે તાકાત અને સમજણ બંને હશે.

મિથુન રાશિ

વડીલ સંબંધી પોતાને કારણ વગરની માંગણીથી તમને પરેશાન કરી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક રુચિ કામ કરવામાં સફળતા અપાવશે. દિવસ પસાર થવા પર આર્થિક રૂપથી સુધાર આવશે. જીવનસાથી અને સંતાન તરફથી લાભ પ્રાપ્ત થશે. આખો દિવસ એવી સ્થિતિઓનું નિર્માણ થતું રહેશે, જેના કારણે તમારે સામાન્ય કરતા વધારે મહેનત કરવી પડશે. તમને પરિવારના સદસ્યોની સાથે થોડી પરેશાની ઉભી થશે, પરંતુ તેના લીધે પોતાની માનસિક શાંતિ ભંગ થવા દેવી નહીં.

કર્ક રાશિ

અડચણ અને દરેક પ્રકારની પરિસ્થિતિઓ હોવા છતાં પણ તમારે પોતાના કામ પર ફોકસ રાખવાનું રહેશે. કોઈ ખાસ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તત્પર રહેશો. ઓફિસમાં કોઈ સહકારની સાથે તમારી મિત્રતા થઈ શકે છે. કામ પ્રત્યે સમર્પણ હોવાથી અધિકારી તમારાથી પ્રસન્ન રહેશે. નસીબનો સાથ મળી શકે છે. ઘર-પરિવારમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે. પ્રોપર્ટી માટે લાભ મળવાના યોગ બની રહ્યા છે. કોઈ કાયદાકીય મામલામાં ફસાઈ શકો છો.

સિંહ રાશિ

આજે સરકારી કામમાં મુશ્કેલી આવશે. પરિવારજનો સાથે સમય સારો પસાર થશે. કોઈપણ વિવાદમાં પડવું નહીં, નહીંતર ભારે નુક્સાન સહન કરવું પડશે. નવી પરિયોજના પર કાર્ય શરૂ કરી શકો છો. આજે ઘર પર મહેમાનોનું આગમન થઈ શકે છે. સંવાદમાં ઉગ્ર ભાષાનો પ્રયોગ ન કરો. વિવાહ પ્રસ્તાવ માટે યોગ્ય સમય છે. કારણ કે તમારો પ્રેમ જીવનભર સાથમાં બદલી શકે છે. આવકમાં મનોવાંછિત સુધારો થવાની સંભાવના છે.

કન્યા રાશિ

આજે અસ્વસ્થતા રહેશે. કામ ધંધામાં અમુક લોકો તરફથી મદદ મળી શકે છે. ઋણ સંબંધી મામલામાં સફળતા પ્રાપ્ત થશે. કોઈ પાસેથી અચાનક મદદ પ્રાપ્ત થઇ શકે છે. વાદ-વિવાદથી દુર રહેવું. નવો મોબાઈલ અથવા વાહન આજે તમે લઇ શકો છો. એકલા હાથે જ બધું કાર્ય પુર્ણ કરવાની ઈચ્છા તમારા મનમાં ઉભી થઈ શકે છે. આત્મવિશ્વાસ ભરપુર રહેશે. કોઈ જુના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. રોજીંદા કામમાં ફાયદો મળી શકે છે.

તુલા રાશિ

વ્યવસાયમાં સફળતા મળશે નોકરીમાં સંઘર્ષ રહેશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સફળ રહેશે. આજે પ્રોપર્ટીમાં સામાન્ય અસર હોવા છતાં પણ પ્રોફેશનલ અને આર્થિક મામલાઓમાં ફાયદો મળવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં પરેશાનીઓનો સામનો કરવો પડશે. તમારી સાથે રહેલા લોકો તમારી વાત સમજી શકશે નહીં. કાર્યક્ષેત્રમાં સક્રિયતા વધશે. રાજકારણમાં મોટા નેતાનાં આશીર્વાદ મળશે. યોજનાઓમાં વ્યવહારિકતા ને ઇગ્નોર કરવી નહીં. જીવનસાથી સાથે સમય સારો પસાર થશે.

વૃશ્ચિક રાશિ

લાંબા સમયની યોજનાઓમાં રોકાણ ફાયદાકારક સાબિત થશે. સ્થાયી સંપત્તિથી લાભ મળવાની સંભાવના છે. મન પ્રસન્ન રહેશે. ખભા તથા કમરમાં દુખાવો થઈ શકે છે. બધા કાર્ય સમયસર પુર્ણ થશે. વૈવાહિક જીવનમાં પ્રેમ તથા ઉત્સાહ જળવાઈ રહેશે. પોતાની બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ તમારા હિતમાં કરો. તેની મદદથી તમે વ્યાપારિક યોજનાઓને પુર્ણ કરી શકો છો. સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે. કામ વધારે હોવાને લીધે તણાવ વધી શકે છે.

ધન રાશિ

આજે કોઈપણ ખર્ચાળ કામ અથવા યોજનામાં હાથ નાખતા પહેલા યોગ્ય રીતે વિચાર કરી લેવો. તમારી વાત અને કામની અસર લોકો પર થઈ શકે છે. લોકો તમારી વાતો સાંભળશે. પરિવારજનોનું પુરું સમર્થન અને સહયોગ મળશે. શિક્ષિત બેરોજગાર યુવાનો આ દરમ્યાન નોકરીની તલાશ કરી રહ્યા છે, તો તેમને સારી જગ્યાએ મનપસંદ નોકરી મળી શકે છે. આજે કોઈ સમારોહમાં તમને આમંત્રણ મળી શકે છે.

મકર રાશિ

હવે તમારી ઉપર હનુમાનજીને ખાસ કૃપાદ્રષ્ટિ રહેશે. આજે કોઈ નજીકના વ્યક્તિ તરફથી અપેક્ષા અનુસાર સહયોગ ન મળવાને લીધે ઉદાસ રહેશો. હાલનો સમય અન્ય લોકોના ભરોસે બેસી રહેવાનું નથી, પરંતુ આત્મનિર્ભર બનાવવાનો છે. એટલા માટે બની શકે ત્યાં સુધી પોતાનું કાર્ય જાતે પુર્ણ કરવાની કોશિશ કરો. બધા સારા સંબંધો જાળવી રાખવાની કોશિશ કરો. નોકરી અને વેપારમાં કોઈ આઈડિયા અથવા પ્લાન કોઈ વ્યક્તિ સાથે શેર કરવા નહીં. જીવનસાથી તરફથી સહયોગ મળશે.

કુંભ રાશિ

આજે તમારો આત્મવિશ્વાસ વધેલો રહેશે. કોઈ મહિલા મિત્રની મદદથી તમારું કાર્ય પુર્ણ થશે. દુશ્મનો ઉપર જીત મેળવી શકો છો. તમારો દિવસ સારો રહેશે મોટાભાગના મામલામાં તમે નુકસાનથી બચી શકો છો. કાર્યક્ષેત્રમાં આજે તમારે સામાન્ય કરતા વધારે મહેનત કરવી પડશે. ઓફિસ અને વેપારમાં બધાની સાથે વિનમ્રતાથી વ્યવહાર કરવાથી તમે આગળ વધી શકો છો. ઓફિસમાં મહેનત વધારે થઈ શકે છે. નોકરીમાં પ્રગતિ મળશે.

મીન રાશિ

આજે તમારા ઘણા રહસ્ય સાર્વજનિક થઈ શકે છે. રમતગમત અને મનોરંજન સાથે કાર્યક્રમમાં ભાગ લેશો. ઘરનું વાતાવરણ ખુબ જ સારું રહેશે અને તમે પરિવારજનોની સાથે ખુબ જ સારો સમય પસાર કરશો. જો તમે નોકરી કરો છો તો ઓફિસમાં તમારું પ્રદર્શન ખુબ જ સારું રહેશે. પોતાની કોશિશમાં જોડાયેલા રહો લાંબી યોજનાઓને બદલે ફક્ત કામ ઉપર ધ્યાન આપો. વિવાદથી સ્વાભિમાન અને નુકસાન પહોંચી શકે છે. માતા-પિતાનાં આશીર્વાદ મળવાથી તમારો આત્મવિશ્વાસ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *