આજનું રાશિફળ ૨૮ ઓકટોબર : આજે આ ૬ રાશિવાળા લોકો ઉપર પ્રસન્ન થયાં છે માં લક્ષ્મી, મોટો ધનલાભ થવાનું નક્કી છે

Posted by

મેષ રાશિ

મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. પરિવારમાં કોઈ હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. નાની નાની વાતો ઉપર ગુસ્સો ન કરવો. કબજિયાતની ફરિયાદ થઈ શકે છે. આજે તમારું સ્વાસ્થ્ય અથવા તમારા નજીકના કોઈ વ્યક્તિ થોડા પરેશાન કરી શકે છે, એટલા માટે સતર્ક રહો અને પોતાનું ધ્યાન રાખો. ધનલાભના યોગ બની રહ્યા છે. આજે તમને મનપસંદ ભોજન મળશે. મિત્રોની સાથે આજે નાની વાત ઉપર ગુસ્સો કરીને તમે કોઈ વાત બગાડી શકો છો.

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા લોકોએ દયા અને કૃતજ્ઞતા બતાવીને બહાદુર બનવું જોઈએ. પરિવારની સાથે સારો સમય પસાર થશે. બીજાની મદદ કરો, તેનાથી તમને ફાયદો થશે. પૈસા રોકાણ કરવાથી ફાયદો થશે. નોકરી કરતા લોકો માટે દિવસ સારો નથી. આક્રમકતા તમને નુકસાન પહોંચાડી શકે છે. તમે વિશ્વાસઘાતનો શિકાર બની શકો છો, એટલા માટે સતર્ક રહો. પ્રોપર્ટી સંબંધી અને સ્ટોક માર્કેટમાં પણ નુકસાન થઈ શકે છે. પ્રોફેશનલ લાઇફમાં સારા અવસર મળશે.

મિથુન રાશિ

વાહન સુખમાં વધારો થશે. સમયનો દુર ઉપયોગ ન કરો. આજે વિશેષ લાભ થવાની સંભાવના છે, જેથી સમજદારીથી વિચાર કરીને કાર્ય કરો. પરિવારજનો તરફથી અનુકૂળ સમાચાર મળશે. સંતાનની પ્રગતિ થશે. એક નવો વેપાર શરૂ કરવા અથવા વિવેકપુર્ણ રોકાણ કરવા માટે હાલનો સમય ખુબ જ સારો છે. આજનો દિવસ તમારા માટે કોઈ ઉપહારથી ઓછો નથી, પરંતુ જો તમે કોઈ પરિસ્થિતિથી ગભરાઈને ભાગશો તો તે તમારો પીછો દરેક રીતે કરશે.

કર્ક રાશિ

આજે જરૂરી કાગળિયા પોતાની સાથે રાખો. સામાજિક સંબંધોમાં સુધાર થવાનો યોગ છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે. વ્યાપારિક સમસ્યાઓના સમાધાનની સંભાવના ની વચ્ચે પરિવારના રીતિરિવાજોને પુરા કરવામાં સમય પસાર થશે. ધાર્મિક કાર્યમાં રુચિ વધશે. વૈવાહિક ચર્ચાથી મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી આજે તળેલી ચીજો ખાવાથી બચવું જોઈએ. અટવાયેલું કાર્ય સંપન્ન થશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકોએ પોતાના સ્વાસ્થ્યને નજરઅંદાજ કરવું જોઈએ નહીં. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે મજબુત બનશે. વ્યવસાય પરિવર્તનની યોજના બની રહી છે. પ્રતિયોગી પરીક્ષામાં સફળતા અને પારિવારિક જવાબદારી પુર્ણ થશે. જો તમે કોઈ જગ્યા બહાર જવાની યોજના બનાવી રહ્યા છો તો તે છેલ્લા સમય પર ટળી શકે છે. તમારે પોતાના ઘર અથવા ઓફિસની જાળવણી ઉપર ખર્ચ કરવો પડી શકે છે. આજે વ્યવસાયીક ક્ષેત્રમાં ઈચ્છા અનુસાર લાભ મળવાથી મન પ્રસન્ન રહેશે.

કન્યા રાશિ

આજે ગૃહ ઉપયોગી વસ્તુઓ પર પૈસા ખર્ચ થશે. હાલનો સમય જીવનમાં તમને વૈવાહિક જીવનનો ભરપુર આનંદ આપશે. સાંસારિક સુખ ભોગના સાધનોમાં વૃદ્ધિ થશે. સહકર્મચારી અથવા કોઈ સંબંધીને કારણે તણાવ વધી શકે છે. રૂપિયા પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખો. પૈસા ફસાઈ શકે છે. તમને કોઈ કામમાં ભાઈબંધ નો સહયોગ પ્રાપ્ત થશે. શિક્ષકો માટે દિવસ સામાન્ય રહેશે. સંપત્તિના દસ્તાવેજ ઉપર આજે હસ્તાક્ષર કરવા નહીં.

તુલા રાશિ

આજે ધીરજ ગુમાવવી નહીં અને મજબુતીથી પોતાના લક્ષણી દિશામાં આગળ વધતા રહો. નાની કોશિશથી અટવાયેલા પૈસા પરત મળી શકે છે. મનની ઉદાસી દુર થશે. કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે વિશિષ્ટ ઓળખ બનશે અને કાર્યમાં યશ પણ પ્રાપ્ત થશે. વેપારની વાત કરવામાં આવે તો ગુણવત્તામાં વૃદ્ધિ થશે. આજે જે ક્ષેત્રમાં કામ કરશો તેમાં સફળતા નિશ્ચિત રૂપથી પ્રાપ્ત થશે, પરંતુ આ સફળતા મેળવવા માટે તમારે ખુબ જ સંઘર્ષ કરવો પડશે.

વૃશ્ચિક રાશિ

નોકરી અને વેપાર સંબંધીત મામલા નો ઉકેલ લાવવા માટે દિવસ સારો છે. ઓફિસમાં આજે તમારા કાર્યને મહત્વ આપવામાં આવશે. જો તમે બેંક સેક્ટર સાથે જોડાયેલા છો તો બેંક તરફથી ટાર્ગેટ મળી શકે છે. તમે એકથી વધારે પ્રોજેક્ટમાં સામેલ થઈ શકો છો અને સમયની કમી પણ મહેસુસ કરી શકો છો. તમારા સહકારની તમારું સહયોગ કરશે. પોતાની વાણીથી બીજાનું દિલ જીતી લેશો.

ધન રાશિ

આજે તમે ઉતાવળમાં રહેશો અને થોડા પરેશાન પણ રહેશો. આ જીવિકાના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલા લોકો ને આજે ઉત્તમ અવસર પ્રાપ્ત થઈ શકે છે. જો તમે કોઈ નવા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. તમારી માતાનું સ્વાસ્થ્ય તમારી ચિંતા નું કારણ બની શકે છે. જુના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. લાંબી બીમારીમાંથી છુટકારો મળશે.

મકર રાશિ

મકર રાશિ વાળા લોકોની સમાજમાં એક અલગ ઓળખ બનશે. આજનો દિવસ તમારા માટે ઉન્નતી ભરેલો રહેશે. શાસન તથા સત્તાનાં ગઠજોડમાં પણ તમને લાભ મળશે. સાસરીયા પક્ષ તરફથી તમને લાભ મળી શકે છે. પ્રેમના દ્રષ્ટિકોણથી દિવસ સારો રહેશે. સંપત્તિ સંબંધિત મામલામાં વધારાની આવક અર્જિત કરી શકો છો. જે તમારા શત્રુ છે આજે તેઓ તમારી પ્રશંસા કરતા નજર આવશે. સુર્યાસ્ત બાદ મહત્વપુર્ણ કાર્ય સમજી વિચારીને કરો.

કુંભ રાશિ

આજે કોઈ નુકસાની સહન કરવી પડી શકે છે. તમારે ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન લેવો જોઈએ. ધીરજથી કામ લેવું. નોકરી કરતા જાતકોને ઉચ્ચ અધિકારીઓએ ઉચ્ચ અધિકારીઓ સાથે તકરાર કરવાથી બચવાની જરૂરિયાત છે. મિત્ર તમારી મદદ કરશે અને તમારું પારિવારિક જીવન ઉત્સવ પુર્ણ રહેશે. યાત્રા વ્યવસાયિક અને આર્થિક સંદર્ભમાં યાત્રા ફાયદાકારક રહેશે. તણાવ અને થાક તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે.

મીન રાશિ

વાણી ઉપર નિયંત્રણ નહીં રાખો તો પ્રેમ સંબંધોમાં તિરાડ પડી શકે છે. પોતાના સારા પ્રદર્શન અને સખત મહેનતના બળ ઉપર તમે આજે પોતાની એક અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. જો તમે આજે કોઈપણ જોખમ ઉઠાવશો તો તેનું ખરાબ પરિણામ તમારે ભોગવવું પડશે. તમે કોઈ દુરના સંબંધી સાથે જોડાણ મહેસુસ કરશો. આજે કાર્યમાં અડચણ આવવાની સંભાવના છે. ઉતાવળમાં કોઈ પણ કાર્ય કરવું નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *