આજનું રાશિફળ ૨૯ ઓકટોબર : શનિદેવનાં પ્રકોપથી આ ૩ રાશિઓનાં જીવન ઉપર પડશે અસર, આ વાતોનું રાખો ધ્યાન

Posted by

મેષ રાશિ

આજે કાર્યક્ષેત્રમાં આવી રહેલી અડચણ ખતમ થશે. બીજાને ખુશીઓ આપીને જુની ભુલોને ભુલાવીને તમે પોતાના જીવનને સાર્થક બનાવશો. જે લોકો સંગીત અને ગાયનનાં ક્ષેત્ર સાથે જોડાયેલા છે આજે તેમને કોઈ મોટી પ્રસિદ્ધિ મળવાની સંભાવના છે. તમારું દિમાગ કામકાજ ની મુંઝવણમાં ફસાયેલું રહેશે, જેના કારણે તમે પરિવાર અને મિત્રો માટે સમય કાઢી શકશો નહીં. પૈસાને લઈને કોઈની સાથે ગેરસમજણ ઊભી થઈ શકે છે. રોગ તથા શત્રુને હળવામાં લેવા નહીં.

વૃષભ રાશિ

આજે તમે કારણ વગર તણાવ ન લો. કારણ કે તે તમને માનસિક કષ્ટ આપી શકે છે. વ્યાપારિક તથા વ્યવસાયિક સંદર્ભમાં વિરોધી પ્રતિષ્ઠા બગાડવાની કોશિશ કરી શકે છે. જેથી તમારે સાવધાન રહેવું. ઉતાવળમાં રોકાણ ન કરવું. જો તમે બધી વાતોને યોગ્ય રીતે પારખશો નહીં તો નુકસાન થઈ શકે છે. ઘરની સજાવટ માટે પોતાના ફ્રી સમયનો ઉપયોગ કરો. બધા કાર્ય યોગ્ય રીતે અને પ્રગતિથી ચાલશે, જેના લીધે કોઈ પણ કાર્ય કરવા માટે નિર્ણય ઉતાવળમાં લેવો નહીં.

મિથુન રાશિ

આજે નોકરી પરિવર્તનના યોગ બની રહ્યા છે. તમે પોતાની બુદ્ધિથી લેવામાં આવેલ નિર્ણયથી પોતાના બગડેલા કાર્યને સુધારવામાં સફળ રહેશો. નાની યાત્રા અને પારિવારિક રજાઓ માટે હાલનો સમય સારો છે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જેનાથી મન પ્રસન્ન રહેશે. નોકરી કરી રહેલા જાતકોએ આજે ધીરજથી કામ કરવાનું રહેશે. ઉતાવળમાં કોઈક કાર્ય ન કરવું, નહીંતર તે બગડી શકે છે. પરિવારની સાથે વિતાવવામાં આવેલ સમય આનંદમય રહેશે.

કર્ક રાશિ

આજે તમે પોતાના બધા જ કાર્ય યોગ્ય રીતે કરી શકશો. આજે તમને પોતાના જીવન સાથેના સ્વાસ્થ્યને લઈને ચિંતા પરેશાન કરી શકે છે. માર્કેટિંગ સાથે જ જોડાયેલા લોકોને કોઈ નવો અવસર પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજે કંઈક એવો દિવસ છે, જ્યારે દરેક ચીજો તમારી ઈચ્છા અનુસાર નહીં થાય. તમે આર્થિક અને શારીરિક સમસ્યાથી પરેશાન રહેશો. કોઈ દુર્ઘટનાની સંભાવના પ્રબળ છે.

સિંહ રાશિ

આજે ઓફિસમાં સહકર્મિનો સહયોગ મળશે. પાર્ટનરને નિરાશ કરી શકો છો. આજે તમારે પોતાની વાણી અને ક્રોધ બંને પર નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે. ભાઈઓ તથા મિત્રોના સહયોગથી કાર્ય સફળ બનશે. પરિવારમાં વડીલોનું ધ્યાન રાખો. અમુક મિત્રો સાથે યાત્રા ઉપર જઈ શકો છો. કોઈ નવી પરિયોજના પર લગાવવા માટે પૈસા એકઠા કરી શકો છો. તમારે પોતાની આવક અને ખર્ચમાં સંતુલન સ્થાપિત કરવું જોઈએ.

કન્યા રાશિ

આજના દિવસે તમારા દ્વારા પૈસા એકઠા કરવામાં અડચણ આવી શકે છે. જીવનસાથીની સાથે ફરવા જવાની ઈચ્છા પ્રબળ બનશે. જો તમારા વિરોધી હોય તો તેમના તરફથી તમારે અમુક પરેશાની સહન કરવી પડશે. તમારી પત્નીનો સહયોગ મળશે, પરંતુ વેપારમાં નુકસાન થઈ શકે છે. આજે યાત્રા કરવાનો વિચાર ટાળી દેવો જોઈએ. લવ લાઈફ માટે દિવસ સારો રહેશે. તમે પોતાના સાથીઓને ફાયદો પહોંચાડવા અને તેમને પ્રભાવિત કરવાના અવસરનો પુરો લાભ ઉઠાવશો.

તુલા રાશિ

આજે તમારે સાવધાન રહેવું જોઈએ. દાંપત્યજીવન આનંદમય રહેશે. કોઈ મહત્વપુર્ણ કામ માટે તમને પૈસાની તંગી મહેસુસ થશે. વજન નિયંત્રિત કરવા માટે ખાણીપીણીની આદત ઉપર નિયંત્રણ રાખો. પ્રોપર્ટી સાથે સંબંધિત કામ માટે દિવસ શુભ  રહેશે. કોઈ વ્યક્તિને મળીને ઉત્સાહિત મહેસુસ કરશો. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. નકામો ખર્ચ બજેટ બગાડી શકે છે. નિરાશા ને પોતાની ઉપર હાવી થવા દેવી નહીં. ઓછા પ્રયાસથી વધારે લાભ મળશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારા જીવનસાથી નો મુડ ખુબ જ રોમેન્ટિક રહેશે. નકામી વાતો ઉપર ધ્યાન ન આપો. કોઈ લોટરી જીતવાની સંભાવના છે. કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં હિસ્સો લેવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. પ્રોપર્ટી સાથે જોડાયેલા મામલા પર વાતચીત કરતા સમયે સાવધાની રાખવી. મિત્રો ઉપર ખર્ચ થઈ શકે છે. શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે પ્રગતિના નવા અવસર મળશે.

ધન રાશિ

આજે વેપારની બાબતમાં તમારે બહાર જવું પડી શકે છે. તમને કોઈ દુર અંતરથી જ શુભ સમાચાર મળી શકે છે. એન્જિનિયરિંગ કરવાવાળા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેવાનો છે. લવમેટ આજે પોતાના પાર્ટનરને સરપ્રાઈઝ આપશે. આજે આખો દિવસ પરિવારની સાથે આનંદદાયક સમય પસાર કરશો. પ્રેમીના મુડનું ધ્યાન રાખવાનું રહેશે. ઘણી યોજનાઓ તમારા દિમાગને પ્રભાવિત કરશે. લવ લાઇફમાં તણાવની સ્થિતિ આવી શકે છે.

મકર રાશિ

આજે તમે કોઈ નવું વેપાર શરૂ કરવાનો વિચાર કરશો જેમાં પરિવારજનોનો સહયોગ મળશે. પ્રિયજનો સાથે તમે પોતાનો અમૂલ્ય સમય પસાર કરશો. નોકરીની તલાશ કરી રહેલા લોકોને નોકરી મળવાની પુરી સંભાવના છે. સમજદારીથી આગળ વધો અને બની શકે તો લોકોની સલાહ લેવી. જીવનશૈલીમાં બદલાવવા માટે સમય યોગ્ય છે. પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે.

કુંભ રાશિ

આજે તમારે ધીરજ રાખવાની જરૂરિયાત છે. તમારે પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખવાનું રહેશે. સાથોસાથ ખોટા શબ્દોનો પ્રયોગ કરવાથી તમારે બચવું, નહીંતર તમારી પ્રતિષ્ઠા ધૂળમાં મળી શકે છે. તમારા કાર્ય પુર્ણ તો થશે પરંતુ તેમાં થોડું મોડું થઈ શકે છે. રોજિંદા કામમાં તમે પોતાના પરિવારના સદસ્યોને ભાગીદારી અને પ્રદર્શનથી પ્રસન્ન રહેશો. નાના વેપારીઓ માટે આજનો દિવસ ખુબ જ લાભદાયક રહેવાની સંભાવના છે.

મીન રાશિ

વેપારીઓને આજે સામાન્ય લાભ પ્રાપ્ત થઈ શકે છે. જરૂરી કામ પુર્ણ કરતા સમયે કોઈ અડચણ આવી શકે છે. કોઈ જુની ચિંતા આજે દુર થઈ શકે છે. બની શકે છે કે આજે તમારે ખુબ જ પરિશ્રમ કરવો પડે, પરંતુ તમારી મહેનત વ્યર્થ જશે નહીં. ખુબ જ જલ્દી તમને મોટી પ્રગતિ મળવાની સંભાવના છે. તમારે ધીરજથી કામ લેવું જોઈએ. જીવનસાથીની સાથે સામંજસ્ય સ્થાપિત થશે. કોઈ મિત્ર સાથે મુવી જોવાનું પ્લાનિંગ બનાવશો. શિક્ષા ના ક્ષેત્રમાં મોટા કાર્ય કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *