આજનું રાશિફળ ૩૧ ઓકટોબર : આજે આ ૮ રાશિઓની કુંડળીમાં બની રહ્યો છે અદભુત યોગ, જે જગ્યાએ હાથ નાંખશો ત્યાં થી લાભ જ મળશે

Posted by

મેષ રાશિ

Advertisement

તમે પ્રતિસ્પર્ધીઓને પરાસ્ત કરી શકશો. કામકાજમાં મન લાગશે નહીં. પૈસાની બાબતમાં સાવધાની રાખવી પડશે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન રાખો. પ્રેમ સંબંધોની બાબતમાં તમે ભાગ્યશાળી રહેશો. તમારા સંબંધોમાં પ્રેમની સાથો સાથ રોમાન્સ પણ રહેશે. આજના દિવસે ઈશ્વર પ્રત્યે આસ્થા તથા વિશ્વાસ વધી જશે. માનસિક રૂપથી મજબુત રહો. તેનાથી સ્થિતિ તમારા પક્ષમાં નજર આવશે. જુના ચાલી રહેલા કોર્ટ કેસ ઉકેલી શકાશે.

વૃષભ રાશિ

આજે તમને કોઈ મોટી સફળતા મળી શકે છે. ગાયત્રી મંત્રનો જાપ કરો. સંબંધો સારા બનશે. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો તમારે સમય પર ભોજન કરવાની આદત પાડવી જોઈએ. ખાણી-પીણીમાં બેદરકારીને લીધે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. પેટ સંબંધિત રોગ થવાના યોગ બની રહ્યા છે. વૈવાહિક જાતકો માટે આવેગને લીધે જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે. નોકરી અને વેપારમાં આ રાશિના લોકો ખોટો નિર્ણય લઈ શકે છે.

મિથુન રાશિ

આજે તમે મિત્રો અને પરિવારની જરૂરિયાતોમાં ફસાઈ શકો છો. વ્યવસાયીક લોકો આજે ફાયદાની સાથે નુકસાન પહોંચાડી શકે છે. પ્રેમની બાબતમાં આજનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે. પોતાની આવક અને ખર્ચની વચ્ચે સંતુલન જાળવી રાખો. આજે કોઈ આર્થિક લેવડદેવડ ન કરો તો વધારે સારું રહેશે. પોતાની બધી પરેશાનીઓ ભુલીને મજા કરશો. તમે પોતાના બધા વિચારોને ખુલ્લા દિલથી વ્યક્ત કરી શકો છો. વેપારીઓને અચાનક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે.

કર્ક રાશિ

અપેક્ષા કરતાં વધારે ધન તથા સન્માન મળશે. સમય તમારા માટે અનુકુળ છે, એટલા માટે તેને સમજો પરિવારજનોની સાથે તમારો ખુબ જ સારો સમય પસાર થઈ શકે છે. પરિવારજનોની સાથે આજે ખુબ જ હસી મજાક કરશો. આજે જીવનસાથી તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય ખુબ જ સારું રહેશે. પ્રતિસ્પર્ધીઓને પરાસ્ત કરી શકશો. ગાયને લીલું ઘાસ ખવડાવો, તમારી બધી જ મનોકામના પુરી થશે.

સિંહ રાશિ

પાર્ટનરની સાથે તમારા સંબંધો મધુર બનશે. શેર બજારમાં સાવધાન રહેવાની જરૂરિયાત છે. આજે સંતાનો અને જીવનસાથીના સ્વાસ્થ્ય સંબંધમાં ચિંતા થશે. વાદવિવાદ અથવા ચર્ચાઓમાં ઊંડા ઊતરવું હિતમાં રહેશે નહીં. આત્મસન્માનને ઠેસ પહોંચશે તથા સ્ત્રી મિત્રો દ્વારા ખર્ચ અથવા નુકસાન થવાની સંભાવના છે. વ્યવસાયિક પ્રગતિ માટે દિવસ સારો છે. નોકરી કરતા જાતકોને પ્રમોશન મળી શકે છે. મનમાં અશાંતિનો અનુભવ કરી શકો છો.

કન્યા રાશિ

આજે વરિષ્ઠ લોકો સાથે મહત્વપુર્ણ વિષય ઉપર ચર્ચા થઈ શકે છે. કોઈપણ તકરારમાં ભાગીદાર ન બનવું. સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે. મિત્રો પાસેથી પૈસા ઉધાર લઈ શકો છો. ઘરેલુ ખર્ચમાં વધારો થતો જોવા મળશે. દૈનિક આવકમાં વૃદ્ધિ થશે. નવો વેપાર શરૂ કરવાની યોજના બનાવી શકો છો. રોકડ થી નુકસાન થવાની સંભાવના છે. મંદિરમાં ઘી નું દાન કરો, ધનમાં વધારો થશે. તમારે કોઈપણ મામલામાં વધારે જોશ બતાવવું નહીં. થોડા શાંત રહો તો વધારે સારું રહેશે.

તુલા રાશિ

આજે પર્યાપ્ત માત્રામાં પૈસા કમાઈ શકો છો, જે તમારી આર્થિક સ્થિતિને મજબુત કરશે. તમારે પોતાની યોગ્યતા સાબિત કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે. જો પૈતૃક સંપતિને લઈને કોઈ જુનો વિવાદ ચાલી રહ્યો છે તો તેમાં પરેશાની આવી શકે છે. જીવનસાથી નો પુરો સહયોગ મળશે. કોઈ પ્રિયજનો તરફથી વિશેષ સહયોગ મળી શકે છે. સુનિશ્ચિત કરો કે તમારો કોઈ વિરોધ ન કરી શકે, નહીંતર કઠિન નિર્ણય તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરશે.

વૃશ્ચિક રાશિ

તે વાતની સાવધાની રાખો કે તમારે કોઈની સાથે આર્થિક લેવડ-દેવડ કરવી નહીં. આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય માટે સારો રહેશે, પરંતુ માથાનો દુખાવો તથા આંખનો દુખાવો થઈ શકે છે. જમીન, મકાન તથા વાહનની ખરીદી થઈ શકે છે. આજનો દિવસ વેપારીઓ માટે નુકસાની ભરેલો રહેશે. આખો દિવસ આધ્યાત્મિક તથા પારંપરિક કાર્યોમાં સમય પસાર થશે. મહેનત વધારે રહેશે, પરંતુ સફળતા અવશ્ય મળશે. ઈચ્છતા ન હોવા છતાં પણ તમારે પોતાના શત્રુઓ સાથે હાથ મિલાવવા પડશે.

ધન રાશિ

આજે તમને પોતાના મિત્રોનો પુરો સહયોગ પ્રાપ્ત થશે. પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેવાનો છે. તમારી મુલાકાત કોઈ જુના મિત્ર સાથે થશે અને તમે તેની સાથે અઢળક વાતો કરશો. પરિવારના સદસ્યોની સાથે અમુક ગેરસમજણ ઉભી થવાની લીધે ઘરનું વાતાવરણ બગડી શકે છે. તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે, એટલા માટે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. રાજકારણ સાથે જોડાયેલા લોકોને કોઈ સામાજિક સમારોહમાં હાજરી આપવાનો અવસર મળશે.

મકર રાશિ

અમુક કાર્ય ન ઇચ્છતા હોવા છતાં પણ તમારે કરવા પડશે. ઘર પરિવારમાં કોઈ માંગલિક કાર્યના શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આજનો દિવસ તમારા આર્થિક પક્ષમાં મજબુતી લાવશે. કામકાજ અને મહેનત વધારે રહેશે. મનમાં નિરાશા તથા અસંતોષના ભાવ રહેશે. નોકરી કરતા લોકો પોતાની ઇચ્છિત જગ્યા પર બદલી કરાવી શકે છે.

કુંભ રાશિ

આજે તમે પરિવારના સદસ્યો સાથે મળીને જે કાર્ય કરશો તેમાં સફળતા મળશે. આજે તમને પોતાના જીવનસાથીનાં સ્વાસ્થ્યને લઈને કોઈ ચિંતા ઊભી થઈ શકે છે. જો તેમને કોઈ શારીરિક કષ્ટ હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી, નહિતર તેમના કષ્ટમાં વધારો થઈ શકે છે. તમારા ઘરમાં કોઈ એવા મહેમાનનું આગમન થઈ શકે છે, જેનાથી તમારું મન ખુબ જ ખુશ થઈ જશે. આવકનાં નવા સ્ત્રોત મળશે. વ્યવસાયક સંદર્ભમાં સારો સમય છે. પરિણામ તમારા પક્ષમાં આવશે. કીમતી વસ્તુઓ સંભાળીને રાખો.

મીન રાશિ

આજે તમને કોઈ આનંદોત્સવમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે. નકામા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. આર્થિક સ્થિતિ બગડી શકે છે. મેડિકલ સાથે સંબંધિત વેપાર કરતાં લોકો અને લાભ મળતો જોવાની સંભાવના જોવા મળી રહી છે. સ્વાસ્થ્યમાં હૃદય રોગીઓએ સાવધાન રહેવું. વધારે તળેલી ચીજોનું સેવન કરવાથી બચવું જોઈએ. પૈસાની બાબતમાં આજના દિવસે સાવધાન રહેવું જોઈએ.

Advertisement

Leave a Reply

Your email address will not be published.