અમદાવાદ : આજથી ફક્ત દુધ અને દવાની દુકાનો ખુલી રહેશે, લોકડાઉનમાં આપવામાં આવેલી બધી જ છુટછાટ પાછી ખેંચવામાં આવી

Posted by

કોરોના વાયરસનું હોટસ્પોટ બની ચુકેલ અમદાવાદમાં વધી રહેલ સંક્રમણને ધ્યાનમાં રાખીને આગલા ૭ દિવસો સુધી લોકડાઉનમાં આપવામાં આવેલી બધી જ છૂટછાટ પરત ખેંચી લેવામાં આવેલ છે. સ્થાનીય પ્રશાસન તરફથી આપવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં ૭ મે થી ૧૫ મે સુધી ફક્ત દવા અને દૂધની દુકાન ખુલ્લી રહેશે. તે સિવાયની બધી જ દુકાનો બંધ રહેશે.

લોકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ અમદાવાદમાં શાકભાજી અને કરિયાણાની દુકાન ખુલ્લી રહેતી હતી. પરંતુ અમદાવાદમાં વધી રહેલા સંક્રમણનાં મામલાને કારણે હવે ફક્ત દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રાખવામાં આવશે. બાકીની બધી જ ગતિવિધિઓ ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે.

૨૧ શાકભાજી વાળા કોરોના પોઝિટિવ

અમદાવાદના ભાઈપુરા અને હરીપુરા માં ૨૧ શાકભાજી વાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યો હતો. આટલી મોટી સંખ્યામાં શાકભાજી વાળાનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સંપૂર્ણ વિસ્તારને કન્ટેમેન્ટ ઝોનમાં બદલી દેવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં પોલીસબળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. લોકોને ઘરમાંથી પણ નીકળવાની પરવાનગી નથી.

૨૪ કલાકમાં ૩૦૦થી વધારે સંક્રમણના મામલા

અમદાવાદમાં મંગળવારના રોજ કોરોના વાયરસ સંક્રમણના એક દિવસમાં સર્વાધિક ૩૪૯ મામલા અને મૃત્યુના ૩૯ મામલા સામે આવ્યા હતા. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ નિવેદન અનુસાર સંક્રમણ અને મૃત્યુનાં નવા મામલાની સાથે અમદાવાદમાં કોરોના વાયરસનાં ક્રમશઃ સંક્રમણના મામલા વધીને ૪૪૨૫ થઈ ગયા છે અને મૃતકોની સંખ્યા ૨૧૩ થઈ ગઈ છે. વિભાગે કહ્યું કે અમદાવાદમાં ૮૪ લોકોને સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ છે, જેનાથી સ્વસ્થ થયેલ લોકોની સંખ્યા વધીને ૭૦૪ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *