લોકડાઉન ૪ ફેઝ ખતમ થયા બાદ હવે ૧ જૂનથી અનલોક ચાલી રહ્યું છે. તેનો મતલબ છે કે અઢી મહિનાથી બંધ દેશ હવે ધીમે ધીમે ખુલી રહ્યો છે. ૮ જૂનથી હોટલ, રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો સામાન્ય લોકો માટે ખોલવામાં આવી રહ્યા છે. જોકે આ બધા સ્થાનો પર તમારે અમુક નિયમોનું પાલન કરવાનું રહેશે. કોઈપણ પ્રકારની પરેશાની ન થાય એટલા માટે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન રજૂ કરી છે. જણાવી દઈએ કે ગૃહ મંત્રાલય તરફથી પણ કન્ટેનમેન્ટ ઝોન છોડીને દેશના બાકીના બધા જ હિસ્સામાં મોલ, ધર્મસ્થળો અને રેસ્ટોરન્ટ ખોલવાની પરવાનગી આપી દીધી છે.
૮ જૂનથી ખુલશે આ જગ્યાઓ
જણાવી દઈએ કે ૮ જૂનથી ખોલવામાં આવેલ સ્થાનો માટે અલગ-અલગ પ્રકારની ગાઇડલાઇન રજૂ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કામકાજને લઈને દિશાનિર્દેશ રજૂ કરવામાં આવ્યા છે. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગર્ભવતી મહિલાઓ ૬૫ વર્ષથી ઉપરના લોકો અને જેમને પહેલાથી જ કોઇ ગંભીર બિમારી છે, તેઓ કામ પર આવવાથી બચે. સાથોસાથ વર્કપ્લેસ પર સામાજિક અંતર, સફાઈ અને સેનિટાઈજેશન નું સંપૂર્ણ ધ્યાન રાખવાનું રહેશે. સાથોસાથ ઓફિસ અથવા કોઇપણ કામને જગ્યા પર થૂંકવાનો પ્રતિબંધ રહેશે.
ઓફિસ માટે ગાઈડલાઈન
જે પણ ઓફિસ હશે તેમના એન્ટ્રી ગેટ પર સેનિટાઈઝર ડિસ્પેન્સર લગાવવું જરૂરી બનશે. સાથોસાથ અહીંયા થર્મલ સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે. ફક્ત તે લોકો જ ઓફિસ જઈ શકશે જેમનામાં કોરોના વાયરસનાં લક્ષણો દેખાઈ રહ્યા હોય. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા સ્ટાફે પોતાના સુપરવાઇઝરને આ વાતની જાણકારી આપવાની રહેશે. આવા લોકોને ઓફિસ જવાની ત્યાં સુધી પરવાનગી નહીં આપવામાં આવે જ્યાં સુધી કન્ટેનમેન્ટ ઝોન સંપૂર્ણ રીતે ડીનોટિફાઈડ ના કરી દેવામાં આવે.
ઘણા બધા લોકો ઓફિસ જવા માટે કેબનો ઉપયોગ કરવો પડી શકે છે, તેવામાં ડ્રાઈવરે સામાજિક અંતર અને કોરોનાથી સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે. ઓફિસના અધિકારી તથા ટ્રાન્સપોર્ટ સેવા આપવા વાળા લોકો તે વાતને સંપૂર્ણ રીતે સુનિશ્ચિત કરશે કે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનાર ડ્રાઇવર ગાડી ન ચલાવે. સાથોસાથ ગાડીની અંદર ના દરવાજા, સ્ટેરીંગ તથા ચાવીને પણ સંપૂર્ણ રીતે ડિસઇન્ફેક્ટેડ કરવું જરૂરી છે.
ધાર્મિક સ્થળો માટે નિયમ
કન્ટેનમેન્ટ ઝોનની અંદર રહેલા ધાર્મિક સ્થળ હજુ પણ બંધ રહેશે. વળી તેની બહાર ના બધા જ ધાર્મિક સ્થળ હવે ૮ જૂન બાદથી ખોલવામાં આવશે. મંત્રાલય સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક સ્થળો પર ભારે સંખ્યામાં ભીડ એકઠી થતી હોય છે તેવામાં સામાજિક અંતરનું પાલન કરવાનું જરૂરી છે. ધાર્મિક સ્થળો પર રેકોર્ડેડ ભક્તિ સંગીત વગાડી શકાય છે પરંતુ સંક્રમણના ખતરાઓથી બચવા માટે સમૂહની ભજન-આરતી ની અનુમતિ નથી. જોકે મોટા ભાગના ધાર્મિક સ્થળો દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે મંદિરોને ૧૫ જૂન બાદ ખોલવામાં આવશે.
શ્રદ્ધાળુઓએ ધાર્મિક સ્થળ પર સાર્વજનિક આસનોનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. સાથોસાથ પોતાના માટે ચટ્ટાઈ સાથે લાવવાની રહેશે અને પોતાની સાથે લઈ જવાની રહેશે. ધાર્મિક સ્થળો પર પ્રસાદી જેવી ભેટ નહીં ચઢાવવામાં આવે અને પવિત્ર જળનો છંટકાવ અથવા વિતરણ પણ નહીં કરવામાં આવે.
શ્રદ્ધાળુઓએ બુટ ચપ્પલ પણ પોતાની ગાડીમાં ઉતારીને આવવાના રહેશે. જોકે જરૂર પડે તો વ્યક્તિ અથવા પરિવારના બુટ ચપ્પલ ને શ્રદ્ધાળુઓ અલગ પ્લોટમાં રાખી શકશે. ધર્મસ્થળ ની અંદર તથા બહાર આવેલી દુકાનો, સ્ટોલ અને કેફટેરિયામાં પણ સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનું રહેશે.
રેસ્ટોરન્ટ માટે ગાઇડલાઇન
કન્ટેનમેન્ટ ઝોનમાં બધા જ રેસ્ટોરન્ટ બંધ રહેશે. રેસ્ટોરન્ટમાં આવીને ભોજન ખાવાને બદલે હોમ ડિલિવરી પર વધારે ભાર મુકવામાં આવશે. ખાવાનું પેકેટ હેન્ડ ઓવર નહિ કરવાનું રહેશે તેને દરવાજા પર છોડી દેવાનું રહેશે. હોમ ડિલિવરી પર જતા પહેલા બધા જ કર્મચારીનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. રેસ્ટોરન્ટના ગેટ પર હેન્ડ સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રિનિંગ વ્યવસ્થા કરવી જરૂરી છે. સાથોસાથ ફક્ત તે લોકોને જ રેસ્ટોરન્ટમાં પ્રવેશ આપવામાં આવશે જેમનામાં કોરોનાનાં એક પણ લક્ષણ જોવા નહીં મળે. કર્મચારીઓને પણ માસ્ક લગાવીને તથા ફેસ કવર કરવા પર જ એન્ટ્રી મળશે.
જો એક જ સમયે વધારે ગ્રાહકો પહોંચી જાય છે તો તેમને વેટિંગ એરિયા માં બેસાડવાના રહેશે. પાર્કિંગમાં ડ્યુટી કરતા સ્ટાફને પણ માસ્ક, હેન્ડ ગ્લવઝ પહેરવા જરૂરી રહેશે. તે સિવાય પાર્કિંગ બાદ કારના સ્ટીયરીંગ, ગેટ હેન્ડલને પણ સેનિટાઈઝ કરવાના રહેશે. રેસ્ટોરન્ટમાં સામાજિક અંતર જાળવી રાખવા માટે ફ્લોર પર માર્કિંગ કરવાનું રહેશે, જેનાથી લોકો વચ્ચે ઉચિત અંતર જાળવી શકાય.
ગ્રાહકોને રેસ્ટોરન્ટમાં આવવા અને જવા માટે અલગ અલગ હોવા જોઈએ. ટેબલ ની વચ્ચે પણ યોગ્ય અંતર હોવું જરૂરી છે. એક વખતમાં ૫૦ ટકાથી વધારે લોકો એકસાથે બેસીને ભોજન લઇ શકશે નહીં. સાથોસાથ એલિવેટર્સ માં પણ એક સાથે વધુ લોકોને આવવા પર પ્રતિબંધ છે.
શોપિંગ મોલ માટે ગાઈડલાઈન
૮ જુન બાદ શોપિંગ મોલ પણ ખોલવામાં આવી રહ્યા છે. શોપિંગ મોલમાં પણ દુકાનદારોને જવાબદારી રહેશે કે તેમને ત્યાં વધારે ભીડ એકઠી ન થાય. સરકારે કહ્યું છે કે એલિવેટરમાં પણ લોકોની સંખ્યા સીમિત રાખવાની રહેશે. મોલની અંદર ની દુકાન ખુલ્લી રહેશે પરંતુ ગેમિંગ માર્કેટ્સ અને બાળકોના રમત ગમત ની જગ્યા બંધ રહેશે. સાથોસાથ સિનેમાહોલ પણ હાલમાં બંધ રહેશે.