આજે પણ આ જગ્યાએ રહેલ છે રાવણ ની અસલી અશોક વાટિકા, જ્યાં સીતા માતાને રાખવામાં આવેલા

Posted by

ભારતમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી બધા લોકોને રામાયણ ની કહાની વિશે જાણ છે. બધા લોકો જાણે છે કે રામ અને સીતાનાં વિવાહ બાદ તેમને ૧૪ વર્ષ માટે વનવાસમાં જવું પડ્યું હતું. વનવાસમાં રહેવા દરમિયાન રામ અને સીતાએ ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન લંકાનાં રાજા રાવણે સીતાનું હરણ કરી લીધું હતું અને તેને પોતાની સાથે લંકા લઈ ગયા હતા, જ્યાં તેમને અશોક વાટિકામાં ઘણા દિવસો સુધી રાખવામાં આવ્યા હતા.

લંકામાં આજે પણ આ અશોક વાટિકા રહેલ છે અને અહીંયા એવા ઘણા નિશાન છે, જે તે વાતને પ્રમાણિત કરે છે કે અહીંયા હકીકતમાં રાવણે સીતા માતાને રાખેલ હતા. કોરોના કાળમાં લોકડાઉનને લીધે રામાનંદ સાગરની રામાયણનું દુરદર્શન પર ફરી વખત ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું. તેવામાં લોકોની અંદર તે જાણવાનો ક્રેઝ વધી ગયો છે કે શું હકીકતમાં રાવણની કોઈ અશોક વાટિકા હતી અને જો તે હતી તો કેવી દેખાતી હતી? હવે તે ક્યાં છે? તો ચાલો આજે અમે તમને રાવણની અશોક વાટિકાની ઝલક બતાવીએ.

હરણ બાદ આ સ્થાન પર રહેલા હતા સીતા માતા

રાવણે જ્યારે સીતા માતાનું હરણ કર્યું હતું ત્યારે તેઓ તેને સીધા પોતાના મહેલમાં લઈ ગયા હતા. તેઓ સીતા માતાને રાણી બનાવવા માગતા હતા, પરંતુ સીતા માતા આ વાત માટે તૈયાર થયા નહીં અને તેમણે મહેલમાં રહેવાથી ઇનકાર કરી દીધો. ત્યારે રાવણે સીતા માતાને એક ગુફાની અંદર રાખેલ છે, જેની અંદર કોબ્રા સાંપ રહેતા હતા. આ ગુફાની આરપાર હળવું નકશીકામ પણ દેખાતું હતું. ત્યાર બાદ રાવણે સીતા માતાને અશોક વાટિકામાં રાખેલ. તે રાવણનાં મહેલમાં બનેલી હતી. સીતા માતા અશોક વાટિકાનાં જે વૃક્ષ નીચે બેસતા હતા, તે જગ્યા “સીતા અલ્યા” નામથી પ્રસિદ્ધ છે.

વર્ષ ૨૦૦૭માં શ્રીલંકા સરકાર દ્વારા એક રિસર્ચ કમિટીએ પણ પુષ્ટી કરી હતી કે “સીતા અલ્યા” જ અશોક વાટિકા છે. આ જગ્યા આજે પણ એવી જ પરિસ્થિતિ માં રહેલ છે, જેવી પહેલા હતી. એટલું જ નહીં સીતાજીને લેવા માટે આવેલા હનુમાનજી એ જ્યારે લંકા માં આગ ફેલાવી હતી, તેનું પ્રમાણ પણ અહીંયા મળે છે. હનુમાનજીનાં લંકા દહન થી ભયભીત થયેલા રાવણે સીતાજી અશોક વાટિકામાં હટાવીને કોન્ડા કટ્ટુ ગાલા માં રાખેલ હતા. પુરાતત્વ વિભાગને અહીંયા એવી ઘણી ગુફાઓ મળી હતી, જે રાવણનાં મહેલ સુધી જાય છે.

મળે છે હનુમાનજીનાં પગનાં નિશાન

રામાયણ તે વાતનું પણ વિવરણ મળે છે કે જ્યારે રામને તે વાત જાણવા મળી કે સીતાનું હરણ રાવણે કરેલ છે, તો તેમણે પોતાની વાનરોની એક સેના બનાવી અને હનુમાનજીને આદેશ આપ્યો હતો કે તેઓ સીતાને લંકા થી પરત લઇ આવે. ભગવાન રામનાં આદેશ પર હનુમાનજી લંકા પહોંચી ગયા. અશોક વાટિકામાં જે વૃક્ષની નીચે સીતા માતા બેસતા હતા, તેના ઉપર ચડીને તેમણે ભગવાન શ્રીરામની વીંટી ફેંકી હતી. જેનાથી સીતા માતાને અંદાજો થયો કે હનુમાનજી ને ભગવાન શ્રીરામે મોકલેલા છે. શ્રીલંકામાં આજે પણ તે સ્થાન છે, જ્યાં હનુમાનજીનાં પગના નિશાન છે. હનુમાનજીનાં પગના નિશાન જે પથ્થર પર પડેલા છે, ત્યાં પગનાં આકારનો ખાડો બની ગયેલો છે. આ નિશાન આજે પણ જોઇ શકાય છે.

મળે છે હિમાલયની દુર્લભ જડીબુટ્ટીઓ

રાવણ અને રામનાં યુદ્ધમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે ભગવાન રામનાં નાના ભાઈ લક્ષ્મણ બેભાન થઈ ગયા હતા. તેઓ ફક્ત સંજીવની જડીબુટ્ટીઓથી જીવિત થઇ શકે તેમ હતા. આ જડીબુટ્ટીઓ ફક્ત હિમાલયમાં મળે છે અને હનુમાનજી તેને લેવા માટે ત્યાં ગયા હતા અને સંજીવની જડીબુટ્ટીનો આખો પહાડ ઉઠાવી લાવ્યા હતા. આ પહાડ આજે પણ શ્રીલંકામાં ઉપસ્થિત છે અને તેમાં આજે પણ હિમાલયની દુર્લભ જડીબુટ્ટીઓનાં અંશ મળે છે. દાવો કરવામાં આવે છે કે આ જડીબુટ્ટીઓનું શ્રીલંકામાં મળવું રામાયણ કાળની વાસ્તવિકતાને પ્રમાણિત કરે છે.

રાવણનો મહેલ

પુરાતત્વ વિભાગને શ્રીલંકામાં એક એવો મહેલ મળ્યો છે જેને જોવા પર લાગે છે કે તે રામાયણ કાળમાં બનાવેલો હશે. રામાયણમાં તે વાતનું વર્ણન છે કે ભગવાન હનુમાને રાવણની લંકા નું દહન કર્યું હતું. તે સમયે તે જગ્યાની માટી કાળી બની ગઈ હતી અને આજે પણ તે માટી કાળી જ છે. અહીંથી થોડે દુર “રાવણ એલ્લા” નામનું એક ઝરણું છે, જે ૮૨ ફુટની ઉંચાઈ પરથી પડે છે. રામ દ્વારા રાવણનો વધ કર્યા બાદ વિભીષણને લંકાના રાજા બનાવવામાં આવેલ હતા. વિભીષણે પોતાનો મહેલ કાલાનિયા માં બનાવ્યો હતો. તે કૈલાની નદીનાં કિનારે સ્થિત હતું. નદીના કિનારે પુરાતત્વ વિભાગને તે મહેલનાં અવશેષ મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *