આજે પણ જીવિત છે હનુમાનજી, હિમાલયમાં આ જગ્યાએ રહેતા હોવાનો દાવો

Posted by

હિન્દુ કથાઓમાં આજે પણ જ્યારે સૌથી શક્તિશાળી યોદ્ધાઓની ચર્ચા થાય છે તો સૌથી પહેલું નામ હનુમાનજીનું લેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે હનુમાનજીની શક્તિઓ અપાર હતી. રામાયણમાં પણ તેમની શક્તિ અને ભક્તિના ગુણગાન ગાવામાં આવેલ છે. હનુમાનજીને શિવજીનું રોદ્ર રૂપ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રામાયણનાં સમય દરમિયાન હનુમાનજીએ પોતાની પુર્ણ શક્તિનો ઉપયોગ કર્યો ન હતો. જો તેમણે પોતાની પુર્ણ શક્તિથી યુદ્ધ કર્યું હોત તો લંકાનો વિનાશ તેવો એકલા કરી શકે તેમ હતા.

Advertisement

અન્ય દેવતાઓની વિપરીત હનુમાનજી એવા લોકોમાંથી હતા, જેમને અમૃત્વનું વરદાન પ્રાપ્ત હતું. એટલા માટે કહેવામાં આવે છે કે હનુમાનજી કળયુગના અંત સુધી જીવિત રહેશે. તેવામાં ઘણા લોકોના મનમાં એવો સવાલ ઉભો થાય છે કે રામાયણ બાદ હનુમાનજીનું શું થયું? તેઓ ક્યાં ગયા? અને હાલના સમયમાં ક્યાં છે?

તમને જણાવી દઈએ કે રામાયણ બાદ મહાભારત કાળમાં હનુમાનજીની ચર્ચા બે વખત કરવામાં આવી હતી. પહેલી વખત જ્યારે ભીમ જંગલમાંથી થઈને પસાર થઈ રહ્યા હતા તો તેમને રસ્તામાં એક વૃદ્ધ વાનર સુતેલો જોવા મળે છે. ભીમ જ્યારે તેને દુર થવા માટે કહે છે તો વાનર તેમને કહે છે કે, “મારામાં હવે એટલી શક્તિ નથી. તમે મને પોતે અહીંયાથી હટાવી દો.” ત્યારબાદ ભીમ તે વૃદ્ધ વાનરને હટાવવામાં પોતાની સંપુર્ણ તાકાત લગાવી દે છે, પરંતુ તેની પુંછડી પણ હલાવી શકતા નથી. ભીમને અહેસાસ થયો કે આ વાનર પોતે હનુમાનજી છે. ભીમની માંગણી ઉપર હનુમાનજીએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. તેમણે ભીમને પોતાની તાકતનું અભિમાન છોડવા માટે કહ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા.

બીજી વખત હનુમાનજી મહાભારતના યુદ્ધ સમયે અર્જુનના રથના ધ્વજ ના રૂપમાં નજર આવ્યા હતા. આ દરમિયાન તેઓ સંપુર્ણ યુદ્ધમાં અર્જુનના રથની રક્ષા કરી રહ્યા હતા. યુદ્ધ બાદ જ્યારે તેઓ રથ છોડીને જાય છે તો રથ બળીને ખાખ બની જાય છે. બાદમાં શ્રી કૃષ્ણએ અર્જુનને જણાવ્યું હતું કે હનુમાનજીને લીધે જ યુદ્ધમાં તારો રથ નષ્ટ થયો ન હતો. ત્યારબાદ દુનિયાના ઘણા હિસ્સામાં હનુમાનજીને જોયા હોવાની વાત સામે આવી હતી. તેમાં ભારત સિવાય ચીન, ઈન્ડોનેશિયા અને કંબોડિયા જેવા દેશ પણ સામેલ છે. અહીંયા અલગ અલગ નામથી હનુમાનજીની કહાનીઓ સાંભળવા મળે છે. એટલું જ નહીં અમેરિકાથી લઈને આફ્રિકા સુધી શક્તિશાળી વાનર હોવાની ચર્ચા થતી રહે છે.

સેતુ એશિયા નામની એક વેબસાઈટ એ દાવો કર્યો હતો કે શ્રીલંકાના જંગલોમાં એક આદિવાસી સમુહ ને હનુમાનજી પ્રત્યેક ૪૧ વર્ષ બાદ મળવા આવે છે. વેબસાઈટ અનુસાર શ્રીલંકાના જંગલોમાં એક એવું સમુહ રહે છે, જે સંપુર્ણ રીતે બહારના સમાજથી દુર રહેલું છે. તેનો સંબંધ માતંગ સમાજ સાથે છે. આજે પણ પોતાના મુળ રૂપમાં છે. તેમની રહેણીકરણી અને તેમના પોશાક પણ અલગ છે. તેમની ભાષા પણ પ્રચલિત ભાષાઓથી અલગ છે. આ સમુહ પર્વતની એક તળેટીમાં સ્થિત નાના ગામમાં રહે છે. જોકે આ વેબસાઈટના દાવામાં હકીકત નજર આવી ન હતી.

વધુ એક ઘટના વિશે કહેવામાં આવે છે કે ત્રણ મિત્ર માનસરોવરની યાત્રા પર ગયા હતા. તેમાંથી એક વ્યક્તિ હનુમાનજીનો ખુબ જ મોટો ભક્ત હતો. તે હંમેશા હનુમાનજીની આરાધના કરતો હતો. તેને જાણવાની જીજ્ઞાશા હતી કે આખરે હનુમાનજીનું અસલી સ્વરૂપ શું છે. તેની માનસરોવરની યાત્રાનો ઉદ્દેશ્ય જ હનુમાનજીની શોધ કરવાનો હતો. જણાવવામાં આવે છે કે ઘણા દિવસોની યાત્રા બાદ એક દિવસ તેઓ માનસરોવર તળાવ પાસે પહોંચ્યા. જેમાં તેમને એક વાનરની આકૃતિ જોવા મળી. જે ખુબ જ ઝડપથી હિમાલયના પહાડો તરફ જઈ રહી હતી. ત્રણેય મિત્ર તે આકૃતિ નો પીછો કરવા લાગ્યા, પરંતુ તેના સુધી પહોંચી શક્યા નહીં. ત્યારબાદ તેમણે પહાડો અને ગુફાઓમાં હનુમાનજીને શોધવાની યાત્રા શરૂ કરી દીધી.

ત્યાં જ હનુમાનજીની શોધમાં હનુમાન ભક્તને એક ગુફા માંથી આવી રહેલી રોશની જોવા મળી. તે રોશની નો પીછો કરીને તે ગુફામાં પહોંચ્યા. હનુમાન ભક્ત એ તુરંત પોતાનો કેમેરો કાઢ્યો અને એક તસ્વીર લીધી. જણાવવામાં આવે છે કે તસ્વીર લીધા બાદ જ તે વ્યક્તિના પ્રાણ તેના શરીરમાંથી નીકળી ગયા. જોકે બાદમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ ડોક્ટરો દ્વારા પણ તેના મૃત્યુને રહસમય જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના મિત્રોએ કેમેરાનો રોલ કાઢ્યો અને તેમાંથી ફોટો બનાવ્યો, જેમાં હનુમાનજીની એક તસ્વીર સામે આવી હતી. હનુમાનજી આ ફોટામાં એક ગ્રંથ વાંચતા જોવા મળી રહ્યા હતા. આ ગ્રંથ અન્ય કોઈ નહીં પરંતુ રામાયણ છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.