આજે પણ રહસ્ય બનેલું છે આ ૬ સ્ટાર્સનું મોત, આજે પણ નથી થયો કઈ ખુલાસો

Posted by

બોલિવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂનના રોજ બપોરના અચાનક ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. વળી સુશાંત ના નિધન પહેલા તેમની પૂર્વ મેનેજર ૨૮ વર્ષીય દિશા સાલીયાને ૧૪ માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી. દિશા સાલિયાન નાં અચાનક મૃત્યુએ ઘણા સવાલો ઉભા કરી દીધા હતા. શોધખોળમાં જાણવા મળ્યું કે દિશાએ જે સમયે આત્મહત્યા કરી તે સમયે તે નશાની હાલતમાં હતી. મીડિયા રિપોર્ટમાં માનવામાં આવે તો દિશાનું મૃત્યુ કુદીને નહીં, પરંતુ નશાની હાલતમાં બારીમાંથી પડી જવાને કારણે થયું હતું.

દિશાનાં મૃત્યુ પર પોલીસ હવે ફક્ત આત્મહત્યા નહીં, પરંતુ હત્યા અને દુર્ઘટનાનાં એંગલથી પણ આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દિશા પહેલા પણ ઘણી બોલિવૂડ હસ્તીઓના મૃત્યુ આવી રીતે રહસ્યમય પરિસ્થિતિમાં થયેલા છે. અમે આજે એવા જ બોલિવૂડ હસ્તીઓ વિશે તમને જણાવીશું.

શ્રીદેવી

૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૮નાં રોજ જ્યારે અચાનક શ્રીદેવીના મૃત્યુના સમાચાર સામે આવ્યા, તો દરેક વ્યક્તિ આશ્ચર્યમાં પડી ગયો હતો. તમને યાદ અપાવી દઇએ કે શ્રીદેવી દુબઈમાં એક લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. ત્યાં વોશરૂમમાં બાથટબમાં ડૂબી જવાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. તે વાત એકદમ અવિશ્વસનીય લાગી રહી હતી કે આખરે બાથટબમાં ડૂબવાથી કેવી રીતે મૃત્યુ થઈ શકે? આ સમગ્ર મામલામાં શ્રીદેવીના પતિ બોની કપૂર પણ શંકાના ઘેરામાં આવી ગયા હતા. જોકે બાદમાં પોલીસ તપાસમાં બોની કપૂરને ક્લિનચીટ મળી ગઈ હતી અને સ્પષ્ટ થઈ ગયું હતું કે શ્રીદેવીનું દુર્ઘટનાને કારણે ડૂબવાથી મૃત્યુ થયું હતું.

દિવ્યા ભારતી

પોતાના સમયની સૌથી સુંદર અને બહેતરીન અભિનેત્રીઓ માંથી એક દિવ્યા ભારતીનું મૃત્યુ પણ રહસ્યમય રીતે થયું હતું. દિવ્યા ભારતીનું મૃત્યુ ફક્ત ૧૯ વર્ષની ઉંમરમાં થઈ ગયું હતું. પોલીસ તપાસમાં મળી આવ્યું હતું કે દિવ્યાનું મૃત્યુ જે રાતે થયું હતું, તે રાતે નશાની હાલતમાં હતી અને પાંચમાં માળેથી પડી જવાને કારણે દુર્ઘટનાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. પરંતુ તેમના ફેન્સ આજે પણ દિવ્યાનાં પતિ સાજિદ નડિયાદવાલા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

જિયા ખાન

ટેલેન્ટેડ અને સુંદર એક્ટ્રેસ જિયા ખાને ફક્ત ૨૫ વર્ષની ઉંમરમાં પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મૃત્યુ બાદ જિયા ખાનની માંએ જીયા ના મૃત્યુ માટે તેના બોયફ્રેન્ડ સુરજ પંચોલી પર આરોપ લગાવ્યા હતા. જીયાનાં ફેન્સે તો સુરજ પંચોલી પર મર્ડર સુધીનો આરોપ પણ લગાવી દીધો હતો. જણાવી દઈએ કે જિયા ખાનનું મર્ડર થયું હતું કે તેમણે આત્મહત્યા કરી હતી તે આજે પણ એક રહસ્ય છે.

પરવીન બાબી

જુના જમાના ની સૌથી હોટ અને ગ્લેમરસ અભિનેત્રી પરવિન બોબી ને સ્કિઝોફ્રેનિયા નામની એક ગંભીર બીમારી હતી. ૨૨ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ પરવીનનું શબ મુંબઈ સ્થિત તેમના ફ્લેટમાં મળ્યું હતું. પરવિન બોબી ના મૃત્યુ પર ઘણા સવાલો ઉઠયા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મૃત્યુ ભૂખને કારણે થયું હતું, કારણ કે તેમને ગેંગરીન અને ડાયાબિટીસ જેવી ઘાતક બીમારી હતી.

પ્રત્યુષા બેનર્જી

બાલિકા વધુ ધારાવાહિકમાં આનંદીની ભૂમિકા નિભાવનાર પ્રત્યુષા બેનર્જી નું મૃત્યુ ૧ એપ્રિલ, ૨૦૧૬ ના રોજ થયું હતું. પ્રત્યુષાએ પણ પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પ્રત્યુષાનાં માતા પિતા અને મિત્રોએ તેમના મૃત્યુ માટે જવાબદાર તેમના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ પર આરોપ લગાવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતું કે પ્રત્યુષાનું મૃત્યુ શ્વાસ રૂંધાવાના કારણે થયું હતું.

મનમોહન દેસાઈ

કુલી, ધરમવીર, અમર અકબર એનથોની જેવી સુપરહિટ ફિલ્મોનાં નિર્દેશક મનમોહન દેસાઈનાં મૃત્યુનું કારણ હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. તેમનું મોત હત્યા હતી કે આત્મહત્યા અથવા દુર્ઘટના તે વાત હજુ પણ એક રહસ્ય બનીને રહી ગઈ છે. જણાવી દઈએ કે તેમનું મૃત્યુ પોતાના ફ્લેટની બાલ્કનીમાંથી પડી જવાને કારણે થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *