જે યુવકને અક્ષય કુમારે મારી હતી જોરદાર થપ્પડ, આજે તે યુવક બોલીવુડમાં બની ગયો છે સુપરસ્ટાર, તમે ઓળખી શક્યા કે નહીં

Posted by

ફિલ્મ અને ક્રિકેટ આ બન્ને વસ્તુ ભારતમાં એવી છે, જેને લઈને લોકોની દીવાનગી હદથી વધારે જોવા મળે છે. ખાસ કરીને કોઈ મોટા બોલીવુડ કલાકારની એક ઝલક મેળવવા માટે અમુક લોકો કંઈ પણ કરી શકે છે. ફેન્સ વચ્ચે એવા જ એક ખુબ પોપ્યુલર અને ઉમદા કલાકાર છે અક્ષય કુમાર. બોલિવુડનાં ખીલાડી કહેવાતા અક્ષય કુમારના ફેન ફક્ત સામાન્ય વ્યક્તિ જ નથી, પરંતુ અન્ય ઘણા મોટા-મોટા કલાકાર પણ છે. અક્ષય અભિનય અને ફિટનેસને લઈને જાગૃતતા અને માર્શલ આર્ટનાં ગુણ કંઈક એવી ખુબીઓ છે, જેના કારણે દરેક તેમના ફેન્સ બનવા પર મજબુર થઇ જાય છે. તેની વચ્ચે આજે અમે તમને એક એવા બોલીવુડ કલાકારની કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જે એક જમાનામાં અક્ષય કુમાર થી જોરદાર થપ્પડ ખાઈ ચુક્યા છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, જે કલાકારને ક્યારેક અક્ષય કુમારે એક થપ્પડ મારી હતી. આજે તે બોલિવુડનાં જાણીતા અને મોટા અભિનેતા બની ચુક્યા છે. આ વાત ઘણા વર્ષો પહેલાની છે, જ્યારે આ કલાકાર ઘણા નાના હતા. તે દરમિયાન કંઈક એ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઇ ગઇ હતી કે અક્ષય કુમારે આ યુવકને એક થપ્પડ મારવી પડી હતી. તમે આ ફોટામાં પણ જોઈ શકો છો કે, જેમાં એક નાનો યુવક અક્ષય કુમારની બાજુમાં ઉભો છે. અમે અહીં આ નાના યુવકની વાત કરી રહ્યા છીએ, જેણે અક્ષય કુમારનાં હાથનો માર ખાધા પછી બોલિવુડમાં જાણીતો કલાકાર બની ગયા છે.

આ કહાની સાંભળી તમારા મનમાં જરૂર ઉત્સુકતા ઉત્પન્ન થઈ રહી હશે કે આખરે આ બોલીવુડ કલાકાર કોણ છે, જે અક્ષય કુમારના હાથનો તમાચો ખાઈ ચુક્યો છે. હકીકતમાં અમે અહીં જે કલાકારની વાત કરી રહ્યા છીએ, તે કોઈ બીજું નહીં પરંતુ બોલિવુડ એક્ટર રણવીર સિંહ છે. જી હાં, તમે સાચું વાંચ્યું છે. આ રણવીર સિંહ જ છે. જે બાળપણમાં અક્ષય કુમાર થી જોરદાર થપ્પડ ખાઈ ચુક્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વાતનો ખુલાસો અક્ષય કુમારે જાતે કર્યો છે.

એક એવોર્ડ ફંક્શન દરમિયાન અક્ષય કુમારે આ રહસ્ય ખોલ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, રણવીર બાળપણથી જ તેમના ફેન હતા. રણવીર જ્યારે નાના હતા તો હંમેશા અક્ષય કુમારની શુંટિંગ જોવા સેટ પર આવી જતા હતા. એક દિવસ રણવીરે કંઇક એવી ખોટી હરકત કરી દીધી હતી કે અક્ષય નારાજ થઈ ગયા હતા અને તેમણે રણવીરને એક જોરદાર થપ્પડ મારી દીધી હતી. જો કે વર્તમાનમાં અક્ષય કુમાર અને રણવીર સિંહ ઘણા સારા મિત્ર છે. રણવીર અક્ષય કુમારની ઘણી રિસ્પેક્ટ પણ કરે છે.

તેમના વર્કફ્રન્ટ ની વાત કરીએ તો અક્ષય કુમાર જલ્દી જ રોહિત શેટ્ટીની “સુર્યવંશી” ફિલ્મ માં નજર આવવાના છે. આ ફિલ્મમાં તેમની સાથે રણવીર સિંહ પણ સ્પેશિયલ રોલમાં જોવા મળશે. આ પહેલી વખત હશે જ્યારે દર્શક મોટા પડદા પર અક્ષય કુમાર અને રણવીર સિંહની જોડીને એક સાથે જોવા મળશે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં અજય દેવગન પણ મહેમાન કલાકારનાં રૂપમાં નજર આવશે. મતલબ કે રોહિત શેટ્ટી ની આ ફિલ્મમાં સિંઘમ, સિમ્બા અને ખેલાડી અક્ષય કુમાર સાથે ધમાચકડી મચાવતા નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *