૫ જુન, ૨૦૨૦ના રોજ ચંદ્રગ્રહણ થવાનું છે. આ ચંદ્રગ્રહણ ઉપચ્છાયા ચંદ્રગ્રહણ થશે. ખગોળવિદ્યા અનુસાર તે વિશ્વના અનેક દેશોની સાથે સાથે ભારતમાં પણ જોવા મળશે. જાણકારી માટે જણાવી દઈએ તો ગ્રહણની શરૂઆત ૫ જૂન ૧૧:૧૫ થી આરંભ થશે અને ૨:૩૪ પર સમાપ્ત થશે. જ્યોતિષીય ગણના અનુસાર આ ગ્રહણનો પ્રભાવ દરેક રાશિ પર પડશે. તો આજે જણાવીશું કે આ ચંદ્રગ્રહણ થી તમારી રાશિ પર શું પ્રભાવ પડશે.
- મેષ : કોઈ પારિવારિક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. માનસિક તણાવ પણ ઉત્પન્ન થઇ શકે છે.
- વૃષભ : વ્યાપાર અને દાંપત્યજીવનમાં સમસ્યા આવવાની સંભાવના છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની પણ જરૂર છે.
- મિથુન : તમે આર્થિક સમસ્યામાં પડી શકો છો અને વાદ-વિવાદથી દૂર રહેવું.
- કર્ક : તમને સંતાન પક્ષથી કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલા લોકો સાવધાન રહે.
- સિંહ : ઘરમાં તણાવની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. તમારે ધ્યાન આપવાની જરૂરત છે.
- કન્યા : વ્યાપારમાં સમજી વિચારીને કોઈપણ નિર્ણય લેવો. પરિવારના સદસ્યોનું સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું.
- તુલા : તમારી કાર્યક્ષેત્રમાં સમસ્યા આવી શકે તેમ છે. સ્વાસ્થ્ય પણ નબળું થઈ શકે તેમ છે.
- વૃશ્ચિક : તમને માનસિક તણાવ આવી શકે તેમ છે અને અધ્યાત્મ રીતે આકર્ષિત થશો.
- ધન : તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવું. તમારે કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે તેવું પણ બને.
- મકર : તમને આર્થિક નુકશાન થવાની સંભાવના છે. સાથે જ જીવનસાથી સાથે મતભેદ થઇ શકે છે.
- કુંભ : પરિવારમાં કોઈની તબિયત બગડી શકે તેમ છે. શત્રુઓથી દૂર રહેવું.
- મીન : આ સમય દરમિયાન તમારે વાહન સાવધાનીથી ચલાવવું જોઇએ. તમે બાળકોની જીદ પૂરી કરવાના છો.