આખરે ચીન શા માટે નથી રમતું ક્રિકેટ? સોનાક્ષી સિંહાનાં પિતા શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યુ મજેદાર કારણ

Posted by

ભારત અને ચીનની વચ્ચે હાલના દિવસોમાં ખૂબ જ તણાવ ચાલી રહ્યો છે. તેની શરૂઆત ૧૫ અને ૧૬ જૂનના રોજ લદાખ અને બલવાન ઘાટીમાં થયેલ લડાઈ છે. ચીની અને ભારતીય સૈનિકોની વચ્ચે થયેલી લડાઈમાં ભારતના ૨૦ જવાન શહીદ થયા હતા. ત્યાર બાદથી જ ભારતીયોમાં ચીન્યો પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય જનતા ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરવાના ગુણગાન ગાવા લાગી છે. તેની વચ્ચે સરકારે પણ તેમનું સાંભળીને ૫૯ ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો. સરકારના આ નિર્ણયથી ઘણા લોકો ખુશ થયા. તેમણે આ નિર્ણયનું સ્વાગત કર્યું અને તેની સાથે જ સોશિયલ મીડિયા પર ચીનીઓને લઈને મજાક શરૂ થઈ ગઈ.

તેની વચ્ચે બોલિવૂડ એક્ટર શત્રુઘ્ન સિન્હા પણ ચીની લોકો ઉપર એક મજેદાર જોક્સ શેયર કર્યો હતો. તમે તે વાત જરૂર નોટીસ કરી હશે કે ચીનમાં લોકો ક્રિકેટ રમતા નથી. પરંતુ તેના પાડોશી દેશ ભારતમાં આ રમત મુજબ લોકપ્રિય છે. તેવામાં શું તમે વિચાર્યું છે કે આખરે ચીની લોકો ક્રિકેટ શા માટે રમતા નથી? તેનો મજેદાર જવાબ શત્રુધ્નસિંહા આપ્યો છે. જ્યારે તમે આ જવાબ જાણશો, તો પોતાનું હસવાનું રોકી શકશે નહીં.

ચીની શા માટે નથી રમતા ક્રિકેટ?

હકીકતમાં શત્રુઘ્ન સિંહાએ પોતાના અધિકારિક ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ શેયર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે આ ફક્ત હસી મજાક માટે જ છે. ત્યારબાદ તેઓ પોતાના ફેન્સને પૂછે છે કે, ‘ચીની લોકો ક્રિકેટ શા માટે રમતા નથી?’ તેનો જવાબ આપતા તેઓ લખે છે કે, કારણ કે તેઓ પોતાના બેટ્સ (ચામાચીડિયા) ખાઈ જાય છે અને તેમને પોતાની બાઉન્ડ્રીઝ (સીમારેખા) ની જાણ હોતી નથી.”

લોકોને પસંદ આવ્યો જોક્સ

શત્રુધ્ન સિંહાનો આ મજેદાર જોક્સ સોશિયલ મીડિયામાં યૂઝર્સને ખુબ જ પસંદ આવ્યો છે. તેને વાંચીને લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા. વળી અમુક લોકોએ તો શત્રુઘ્ન સિંહાની જ મજાક ઉડાવી દીધી. તો ચાલો જાણીએ કે કોણે શું કહ્યું?

ચાલો આમને તો જોક્સ સાંભળવામાં મજા આવી.

હવે આ પ્રશંસા છે કે ટોન્ટ?

હવે આ તો ડબલ મિનિંગ જોક્સ થઈ ગયો. આશા છે કે તમે સમજી ગયા હશો.

આ ભાઈ તો જરા પણ ખુશ નથી લાગી રહ્યા.

લો, આ વ્યક્તિએ તો પોલ ખોલી નાખી. શત્રુધ્ન અજી તમે પણ ચોરાયેલા જોક્સ શેયર કરી રહ્યા છો.

આ તો શેર માથે સવા શેર થઈ ગયું.

લોકોએ પણ ખુબ સુંદર જવાબો આપ્યા હતા અને આ જોક્સની પણ મજા લીધી હતી. મિત્રો તમને આ જોક્સ કેવો લાગ્યો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *