તમે બજારમાં ફળ ખરીદવા માટે જરૂરથી જતા હશો. તમે સફરજન, કેળા, દાડમ વગેરે જેવા ફળો પર સ્ટીકર લગાવેલા જરૂરથી જોયા હશે. જેનાથી તમારા મનમાં સવાલ થતો હશે કે આખરે આ સ્ટિકર ફળોની ઉપર શા માટે લગાવવામાં આવે છે. આ પ્રશ્નો આપણા બધાના મનમાં થતો હોય છે. પરંતુ આપણે એવું વિચારીને જતા રહીએ છીએ કે આ બ્રાન્ડીંગ માટે સ્ટીકર લગાડવામાં આવેલા હશે, પરંતુ આવું હોતું નથી. આ સ્ટિકર ખૂબ જ મહત્વપૂર્ણ મેસેજ આપે છે જે આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ છે.
આ સ્ટિકર આપણને ફળ વિશે જાણકારી આપે છે, પરંતુ આપણે આ સ્પીકર પર ધ્યાન આપતા નથી. પરંતુ આ આર્ટીકલ વાંચી લીધા બાદ તમને આ સ્ટિકર વિશે આજથી તમને સંપૂર્ણ જાણકારી મળી જશે. ત્યારબાદ તમે એક જાગૃત ગ્રાહક તરીકે ફળોની ખરીદી કરશો. આ મહત્વપૂર્ણ જાણકારી વાંચવા માટે કૃપા કરીને આ આર્ટીકલ છેલ્લે સુધી જરૂરથી વાંચજો.
હકીકતમાં આ ફળો પર એક PLU CODE આપવામાં આવેલ હોય છે. પીએલયુ નો મતલબ પ્રાઈઝ લુક અપ કહેવામાં આવે છે. આ બધા કોડનો અર્થ અલગ અલગ હોય છે. જો આપણે આ સ્ટીકર્સ પર લગાવવામાં આવેલા કોડ વિષે જાણી લઈએ તો આપણને ઘણી બધી જાણકારી મળી શકે છે. આ સ્ટિકર વિશે જાણકારી મેળવીને આપણે જાણી શકીશું કે આપણે કયું ફળ લેવું જોઈએ અને કયું ફળ આપણા માટે હાનિકારક છે.
પીએલયુ લેવલ – ફર્સ્ટ ક્લાસ
જો ફળ અથવા શાકભાજી પર લાગેલ સ્ટીકર પર ૫ અંકનો કોડ છે અને તેની શરૂઆત ૯ નંબરથી થાય છે, તેનો મતલબ છે કે તે જૈવિક રૂપથી ઉગાડવામાં આવેલ છે અને તેને જેનેટિકલી મોડીફાઈડ કરવામાં આવેલ નથી. આ ફળ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. એટલા માટે આ ફળ ભલે થોડા કીમતી હોય પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ઉદાહરણ – ૯૦૫૪૯.
પીએલયુ લેવલ – સેકંડ ક્લાસ
જો કોઈ ફળ અથવા શાકભાજી પર ૫ અંકનો કોડ છે અને તેની શરૂઆત ૮ નંબર થી થઈ રહી છે, તો તેનો અર્થ છે કે તેને જૈવિક રૂપથી ઉગાડવામાં આવેલ છે. પરંતુ આ ફળોને જેનેટિકલી મોડીફાઈડ એટલે કે આનુવંશિક સંશોધન કરવામાં આવેલ છે. ઉદાહરણ – ૮૦૩૫૯.
પીએલયુ લેવલ – થર્ડ ક્લાસ
જે ફળો પર ફક્ત ૪ અંક હોય છે, તેનો મતલબ છે કે તે ફળોને ઉગાડવા માટે મોટી માત્રામાં કીટનાશક તથા કેમિકલનો ઉપયોગ કરવામાં આવેલ છે. આવા ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક હોય છે. આવા ફળો ખરીદવાથી બચવું જોઈએ. ઉદાહરણ – ૪૦૧૯. તમારે આ ૪ અંક વાળા ફાળો ખરીદવાથી બચવું જોઇએ. કારણ કે આ ફળોથી કેન્સર જેવી ખતરનાક બીમારીઓ થવાની પ્રબળ સંભાવના હોય છે. આ સ્ટીકર વાળા ફળ ઓર્ગેનિક ફળોની તુલનામાં ખૂબ જ સસ્તા હોય છે.
તો મિત્રો આ જાણકારી તમને કેવી લાગી તે અમને જરૂરથી જણાવશો તથા આ પોસ્ટને તમારા મિત્રો તથા સંબંધીઓને પણ જરૂરથી બતાવજો. આ પોસ્ટ ઘણા લોકોને જાગૃત કરી શકે છે અને તેમને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત પણ કરી શકે છે.
Your content offers something for everyone; it’s useful for both experienced and beginner readers.