આખરે ગુજરાતમાં જ મળી ગયા નવા દયાબેન, ગુજરાતની આ જોડી બિલકુલ દયાબેન-જેઠાલાલ ની જેમ જ ગરબા કરે છે

Posted by

ટીવીનાં લોકપ્રિય શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ૧૩ વર્ષોથી સતત દર્શકોનું મનોરંજન કરી રહેલ છે. હાલનાં સમયમાં શોનાં અમુક એપિસોડ કંઈ ખાસ નજર આવ્યા ન હતા, પરંતુ આ શોનાં સૌથી લોકપ્રિય કિરદાર છે. દયાબેન અને જેઠાલાલ તેને તરફથી ખુબ જ પ્રેમ મળે છે. દયાબેન અને જેઠાલાલ નાં અમુક રોમેન્ટિક અને કોમેડી સીન છે, જેને દર્શકો ખુબ જ મિસ કરે છે. ખાસ કરીને તેમના ગરબાને દર્શકો ખુબ જ યાદ કરી રહ્યા છે.

હાલમાં દયાબેન આ શોનો હિસ્સો નથી તેવો વર્ષ ૨૦૧૭માં મેટરનીટી લીવ પર ગયા હતા. ત્યારબાદથી તેઓ હજુ સુધી શો માં પરત આવ્યા નથી. ફેન્સ આજે પણ દયા બેનનાં પરત આવવાની રાહ જોઈ રહ્યા છે. દયાબેન અને જેઠાલાલ નાં ગરબા ભલે આ વર્ષે નવરાત્રી નાં તહેવાર દરમિયાન ટીવી પર દર્શકોને જોવા મળે નહીં, પરંતુ દયાબેન અને જેઠાલાલ નાં ગરબા સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહેલ છે.

જેમાં નાના દયાબેન અને નાના જેઠાલાલ ગરબે ઝુમતા નજર આવી રહ્યા છે. દયાબેન અને જેઠાલાલ નાં ગરબા વાળો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં ફક્ત દયાબેન જ નહીં, પરંતુ જેઠાલાલ પણ નજર આવી રહ્યા છે.

આ નાના જેઠાલાલ પણ શોનાં જેઠાલાલ જેવા જોવા મળી રહ્યા છે અને જેઠાલાલ ની જેમ એક્ટિંગ કરી રહેલ છે. તેમણે પણ જેઠાલાલની જેવા જ કપડાં પહેર્યા છે અને જેઠાલાલ જેવી મુછો પણ રાખેલ છે. આ વિડીયો અમદાવાદનાં ઇન્ડિયા કોલોની સ્થિત બાપુનગરની ગોકુલધામ સોસાયટીનો છે. ભલે મુંબઈની ગોકુલધામ હોય કે બાપુનગરની ગોકુલધામ હોય દયાબેન નાં ગરબા બધાને ખુબ જ પસંદ આવે છે.

અહીંયાનાં નિવાસી મોહિની પાંચાલ અને દીર્તિ સોની એ દયાબેન અને જેઠાલાલનો મેકઓવર કરેલ છે. તેઓ નવરાત્રિમાં દયાબેન અને જેઠાલાલ ની સોસાયટીમાં ઝુમતા નજર આવ્યા હતા. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મોહિની પાંચાલ અને દીર્તિ સોની દયાબેન અને જેઠાલાલ બનેલા નજર આવી રહ્યા છે. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ છવાયેલો છે. દયાબેન અને જેઠાલાલ ની જેમ બંને આમતેમ ફરતા ફરતા ગરબા કરી રહ્યા છે.

મોહિની એકદમ દયાબેન ની જેમ ગરબા પોતાની જગ્યા છોડીને આમતેમ ફરતી નજર આવે છે અને જેઠાલાલ એટલે કે દિલથી પણ દયાબેન ની પાછળ પાછળ ચાલતા નજર આવી રહેલ છે. બંને મોર બની થનગાટ કરે ધુન ઉપર ડાન્સ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર ખુબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને બંનેની પ્રશંસા કરી રહ્યા છે.

એક યુઝરે આ વીડિયોને જોયા બાદ તો એવું પણ કહ્યું હતું કે દયાબેન ની જગ્યાએ આ એકદમ ફિટ બેસે છે. વળી અન્ય એક યુઝરે લખ્યું હતું કે દયાબેન અને જેઠાલાલ ની જેમ બંને ખુબ જ સારી એક્ટિંગ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને જેઠાલાલ અને દયા બેનની પ્રશંસા કરી રહ્યા છે.

તમને શું આ નવા દયાબેન અને જેઠાલાલનાં ગરબા પસંદ આવ્યા. બંનેએ પોતાના ગરબાથી બધા લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. હવે જોવાનું રહેશે કે દયાબેન અને જેઠાલાલ એટલે કે દિશા વાકાણી અને દિલીપ જોશી જ્યારે આ વીડિયો જુએ છે, તો તેમની પ્રતિક્રિયા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *