આખરે કોણ છે “અપ્સરા રાની” જેને રામ ગોપાલ વર્માએ તુફાન કહી, તસ્વીરો જોઈને ફેન્સને પરસેવો છુટી રહ્યો છે

Posted by

ઘણા સમયથી મીડિયાથી દૂર રહેલા મશહુર નિર્દેશક રામ ગોપાલ વર્મા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ફિલ્મો સિવાય પોતાની ટ્વિટને લઈને ચર્ચામાં રહેવા વાળા રામ ગોપાલ વર્મા આ વખતે એક્ટ્રેસને લઈને ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ તેમણે એક બોલ્ડ એક્ટ્રેસ ની પ્રશંસા કરતા પોસ્ટ કરી જેના લીધે તેઓ ટ્રોલર્સનાં નિશાના પર આવી ગયા છે. આ એક્ટ્રેસ છે અપ્સરા રાની, જે પોતાના નામની જેમ ખૂબ જ સુંદર છે. હવે રામગોપાલ વર્માએ અપ્સરા વિશે જે વાતો લખી છે, તેના પર અમુક લોકો તો સહમતી બતાવી રહ્યા છે પરંતુ અમુક લોકો તેને ખરાબ રીતે ટ્રોલ પણ કરી રહ્યા છે. તો ચાલો તમને જણાવીએ અપ્સરાની કોણ છે, જેણે દરેક વ્યક્તિને પોતાના દિવાના બનાવી રાખ્યા છે.

અપ્સરાના ફેન થયા રામગોપાલ વર્મા

રામગોપાલ વર્માએ લખ્યું – અપ્સરાને મળતા પહેલા મે ૧૯૯૯ બાદ થી ઓડીસા વિશે સાંભળ્યું ન હતું. અપ્સરા ને મળ્યા બાદ મને અહેસાસ થયો કે આ પ્રકારના તુફાન અહીંયા રહે છે. તે સારી વાત છે કે ઓડિશામાં આટલી સુંદરતા છે. હકીકતમાં અપ્સરાને ઓડીશા સાથે સંબંધ ધરાવે છે. ખૂબ જ જલ્દી અપ્સરા રામગોપાલ વર્માની આગલી ફિલ્મ “થ્રીલર” માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મમાં આવતા પહેલા જ પોતાની બોલ્ડ તસવીરો થી અપ્સરા લોકોને પોતાના દિવાના બનાવી ચૂકી છે. તેના વિશે વાત કરતાં રામગોપાલ વર્માએ જણાવ્યું હતું કે તે દહેરાદૂનમાં જન્મેલી છે અને ત્યાં જ મોટી થયેલી છે. હાલમાં અપ્સરા હૈદરાબાદમાં રહે છે. તે ફક્ત એક શાનદાર એક્ટ્રેસ નહીં, પરંતુ જબરજસ્ત ડાન્સર પણ છે.

ફેનને પસંદ આવી અપ્સરા

હાલમાં જ રામગોપાલ વર્માએ અપ્સરાને ટેગ કરીને તેની એક તસવીર શેયર કરી છે. તસ્વીર જોતાની સાથે જ તેમના ફોલોઅર્સની સંખ્યા વધવા લાગી છે. જણાવી દઈએ કે જુલાઈ ૨૦૨૦ની શરૂઆતમાં તેણે ટ્વિટર પર પોતાનો પેજ બનાવ્યું છે. દિલચસ્પ છે કે રામ ગોપાલ વર્માના ટ્વિટની ફક્ત ૭ કલાકની અંદર જ અપ્સરા ના ૧૦ હજાર ફોલોવર્સ વધી ગયા હતા. અપ્સરા રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ચૂકી છે.

ફેન્સે કર્યા રામગોપાલ વર્માને ટ્રોલ


અપ્સરા રાનીનો અંદાજ તો ફેન્સને પસંદ આવી રહ્યો છે, પરંતુ રામગોપાલ વર્માએ તેમની પ્રશંસા કરી તે ફેન્સને યોગ્ય લાગી રહી નથી. એક યૂઝરે તો લખ્યું કે તમે હંમેશા મહિલાઓ પર શા માટે મહેરબાની કરો છો? પુરુષોને ક્યારેક મોકો કેમ નથી આપતા? ક્યારેક બરાબરીનો મુકાબલો પણ કરાવો. અમે પણ બતાવીશું. જણાવી દઈએ કે રામ ગોપાલ વર્માએ હાલમાં જ ટ્વીટ કર્યું હતું કે આરજીવી વર્લ્ડ થિયેટર ની આગલી ફિલ્મની હિરોઈન અપ્સરા રાની હશે.

આ ફિલ્મનું નામ “થ્રિલર” હશે. તે ક્લાઇમેક્સ અને નેકેડ ની સફળતા બાદની કહાની હશે. તેની સાથે જ તેમણે અપ્સરાની ૮ તસવીરો શેયર કરી હતી. ફેન્સને અપ્સરાની આ તસવીરો ખૂબ જ પસંદ આવી હતી.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ અપ્સરાએ મોડી રાત સુધી પોસ્ટ શેયર કરતા લખ્યું હતું કે, અડધી રાત થઈ ગઈ છે. હું એટલી એક્સાઇટેડ છું કે મારા ૧૫ હજાર ફોલોવર્સ થઈ ગયા. તેના જવાબમાં રામગોપાલ વર્માએ લખ્યું હતું કે એક શંકા છે, રાત્રિના ૧૨:૫૯ મીનીટે આ તસવીર કોણે ખેંચી? તેના જવાબમાં અપ્સરાએ પણ લખ્યું કે મારી માતાએ, તે પણ ખૂબ જ સારી ફોટોગ્રાફર છે. જણાવી દઈએ કે એક્ટ્રેસે ઉલાલા ઉલાલા અને ફોર લેટર્સ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને આરજીવી આ એક્ટ્રેસ ની સાથે એકવાર ફરી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. હવે તે જોવાનું દિલચસ્પ રહેશે કે એક્ટ્રેસ અપ્સરાની સુંદરતાની જેમ જ તેમની એક્ટિંગ પણ લોકોને પસંદ આવે છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *