આખરે લીંબુની કિંમતોમાં આટલી આગ શા માટે લાગી છે, જાણો તેની પાછળનું સાચું કારણ

Posted by

દેશનાં મોટાભાગના શહેરોમાં હાલના દિવસોમાં શાકભાજીની કિંમતોમાં ખુબ જ ઝડપથી વધારો થયો છે. આ બધાની વચ્ચે લીંબુ ની કિંમતે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. લીંબુના ભાવ હાલના સમયમાં ૩૫૦-૪૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી ચડી ગયા છે. લીંબુની વધી ગયેલી કિંમતોથી ફક્ત ગ્રાહકો જ નહીં, પરંતુ દુકાનદાર પણ પ્રભાવિત છે. પરંતુ આખરે એવું શું થયું કે લીંબુ ની કિંમતો અચાનક આસમાને પહોંચી ગઈ છે. ચાલો તેનું સાચું કારણ અમે તમને જણાવીએ.

Advertisement

આ કારણથી મોંઘા થઈ રહ્યા છે લીંબુ

લીંબુની દેશભરમાં તંગી થઈ ગઈ છે. સૌથી મોટું કારણ છે કે દેશના જે હિસ્સામાં લીંબુનો ઉત્પાદન મોટા સ્તર ઉપર થતું હતું ત્યાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમીને લીધે લીંબુ નું ઉત્પાદન પ્રભાવિત થયું છે. લીંબુ નાં ફળ શરૂઆતના દિવસોમાં જ બરબાદ થઈ રહ્યા છે. જેના કારણે ઉત્પાદન ઉપર મોટી અસર પડી રહી છે. ઝડપી હવા અને ગરમીને લીધે લીંબુનાં ફુલ ખરી જાય છે, જેના લીધે ઉત્પાદન પ્રભાવિત થાય છે. આ પણ એક મોટું કારણ છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં લીંબુની ખેતી મોટા સ્તર ઉપર થાય છે. આ વિસ્તારમાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમીને લીધે ઉત્પાદન પ્રભાવિત થયું છે. પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતો ને લીધે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ વધી ગયો છે. એક તો લીંબુની તંગી થઈ રહી છે અને બીજી તરફ વધી રહેલ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, બંને મોંઘવારી માટે જવાબદાર છે.

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ

જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે પાક ઓછો થવાની સાથોસાથ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના થી આવનાર લીંબુ નાં ભાવ વધારા માટે ડીઝલના ભાવ મહદઅંશે જવાબદાર છે. ડીઝલની કિંમતોમાં વધારો થવાથી માલ ભાડામાં ૧૫ ટકાનો વધારો થઇ ગયો છે. તેનાથી લીંબુ ની કિંમત ઉપર બમણી અસર જોવા મળી રહી છે.

લગ્નની સિઝનમાં વધારે ડિમાન્ડ

લગ્નની સિઝન પણ શરૂઆત થઇ ચુકી છે. તેવામાં ફંક્શન માટે લીંબુની ડિમાન્ડ વધી ગઇ છે. ઉત્પાદન ઓછું અને ડિમાન્ડ વધારે હોવાને લીધે લીંબુના ભાવમાં વધારો જોવામાં આવી રહ્યો છે. ગરમીના દિવસોમાં સામાન્ય રીતે શેરડીનાં રસ થી લઈને લીંબુપાણી, સુધી દરેક જગ્યાએ લીંબુ ની જરૂરિયાત પડે છે. તેવામાં હાલના દિવસોમાં લીંબુના ભાવ માં ઊંચો વધારો આવેલ છે.

ગુજરાતમાં આવેલ વાવાઝોડું પણ એક કારણ

ઘણા વેપારીઓનું કહેવું છે કે ગુજરાતમાં વાવાઝોડું આવ્યા બાદથી તેના પ્રભાવને લીધે લીંબુ નું ઉત્પાદન ઘટી ગયું છે. જેનાથી કિંમતો વધી રહી છે. હાલમાં લીંબુની કિંમતમાં ઘટાડો થવાની સંભાવના ઓછી છે. આવનારા દિવસોમાં લીંબુ વધારે મોંઘા થઈ શકે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.