આખરે “રામ મંદિર” નિર્માણ પર આવ્યું અક્ષય કુમારનું રીએક્શન, એવી વાત કહી કે ફેન્સ ખુશ થઈ ગયા

૫ ઓગસ્ટનો દિવસ રામ ભક્તો માટે એક ઐતિહાસિક દિવસ હતો. લાંબા સમયના ઇંતેજાર બાદ આખરે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્યનો શુભારંભ થયો. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણ માટેના પાયાનું ભૂમિપૂજન કર્યું. આ વાતથી પ્રસન્ન થઈને સમગ્ર દેશમાં હિન્દુઓએ ઘરે-ઘરે દિપક પ્રજલિત કર્યા. તેની સાથે જ સમગ્ર દેશમાં તેની ખુશીની ઝલક જોવા મળી હતી. આ ખુશીને વ્યક્ત કરવામાં બોલિવૂડ ના જાણીતા એક્ટર અક્ષય કુમાર પણ પાછળ રહ્યા નહીં. રામ મંદિર બનવાની શરૂઆતને લઈને તેમનું પણ રિએક્શન સામે આવ્યું હતું.

અક્ષય કુમાર લગાવ્યા જયશ્રી રામ નાં નારા

૫ ઓગસ્ટ અંદાજે ૧૨ વાગ્યા આસપાસ અયોધ્યામાં ભૂમિ પૂજન બાદ રાત્રે ૧૧ વાગ્યે અક્ષય કુમારે એક ટ્વિટ કર્યું. અક્ષયના ફેન્સ ઘણા સમયથી એક્ટરની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા હતા. તેવામાં અક્ષય કુમારે રામ મંદિરના શુભારંભ પર પોતાના મનની વાત ફેન્સની સામે દિલ ખોલીને કરી હતી. તેમણે લખ્યું હતું કે, “આ વર્ષે દિવાળી ખુબ જ જલ્દી આવી ગઈ. હકીકતમાં આ એક ઐતિહાસિક દિવસ છે. જય શ્રી રામ.”

હકીકતમાં અક્ષયે આ વાત એક ખાસ તસ્વીરને રીટ્વીટ કરતાં કહી હતી. આ તસ્વીર અમેરિકાના મશહૂર ટાઇમ સ્ક્વેરની હતી. અહીંયા રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમની એક મોટી ઝલક એલઇડી સ્ક્રીન પર બતાવવામાં આવી હતી.

ફેન્સ થઈ ગયા ખુશ

જેવું અક્ષય કુમારે રામ મંદિર ઉપર રીએકશન આપ્યું તેમના ફેન્સ ખુબ જ ખુશ થઇ ગયા હતા. એક યૂઝરે લખ્યું હતું કે, “સવારથી તમારા ટ્વીટની રાહ જોઈ રહ્યા હતા.” તો અન્ય એક યૂઝરે લખ્યું કે, “ચાલો આખરે કોઈ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળો બોલ્યો, જયશ્રી રામ”. વળી એક યૂઝરે એવું પણ લખ્યું કે, “જીગર બતાવ્યું તમે તેના માટે ખૂબ જ ધન્યવાદ”. જોકે અમુક લોકોએ અક્ષય કુમારને એવું પણ પૂછ્યું કે, “તમે આ ટ્વિટ કરવામાં આટલો સમય કેમ લગાવ્યો?”

ટીવીની સીતા પણ બોલી હતી “દિવાળી જલ્દી આવી ગઈ”

 

View this post on Instagram

 

Yesterday was Rakshabandhan, ….could not celebrate like every year….normally I would go over to to my brother’s home and tie rakhi to my brother and tie lumba to my Bhabhi…spend the day…have lunch with my mum, bhai and bhabhi…yesterday just passed away calling up my brothers to wish them and hoping for better days to come😇 😇 Tomorrow is Ram janmabhumi shilanyas…the long wait is finally over…..Ramlala is coming back home…it’s going to be a spectacular experience….feels like diwali has come early this year🪔🪔🪔….just getting emotional thinking about it all….eagerly waiting for tomorrow😊 #ram #rakhi#sita#ramayana#ramayan#ayodhya#history#atlast #tv #television#brother #sister #rakshabandhan #bond #protection #respect

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on


જણાવી દઈએ કે આ પહેલા રામાયણ ટીવી સિરિયલની સીતા દીપિકા ચિખલિયાએ પણ અક્ષય કુમાર સાથે ભળતી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “લાંબા સમયની પ્રતીક્ષાનો અંત થયો. રામલલાની વાપસી થઈ રહી છે. આ એક શાનદાર અનુભવ હશે. એવું લાગી રહ્યું છે કે જાણે આ વર્ષે દિવાળી જલ્દી આવી ગઈ હોય.”

કામની વાત કરવામાં આવે તો અક્ષય કુમાર ખૂબ જલ્દી “લક્ષ્મી બમ” ફિલ્મમાં નજર આવનાર છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. તે સિવાય તેઓ બેલ બોટમ, બચ્ચન પાંડે અને પૃથ્વીરાજ જેવી ફિલ્મોમાં જોવા મળશે.