આખરે શા માટે પોતાની પત્ની સાથે વર્ષો સુધી આંધળો બનીને રહ્યો તેનો પતિ, કારણ જાણીને તમે પોતાના આંસુ રોકી શકશો નહીં

બોલીવુડ ફિલ્મનું એક ગીત છે “ગોરે રંગ પે તું ઈતના ગુમાન ન કર, ગોરા રંગ દો દિન મેં ઢલ જાયેગા”. જોકે આ એક ગીત છે, પરંતુ એ એકદમ સાચું છે. કારણ કે સુંદર ચહેરો અને સુંદર દેખાવ હંમેશા તમારી સાથે રહેતો નથી. વધતી ઉંમર સાથે તે બધી સુંદરતા એક કિનારે રહી જાય છે અને બાકી બચે છે તો માત્ર સ્વભાવ. એટલા માટે કહેવાય છે કે વ્યક્તિએ ચહેરો નહીં પરંતુ સ્વભાવ જોઇને પ્રેમ કરવો જોઈએ. કારણ કે વ્યક્તિનો વ્યવહાર ક્યારેય પણ બદલતો નથી, પરંતુ એમની સુંદરતા એક ઉંમર પછી બદલવા લાગે છે અને સાચો પ્રેમ એજ હોય છે જે ચહેરો જોઇને નહિ, પરંતુ વ્યક્તિનો વ્યવહાર જોઇને કરવામાં આવે. તો આજે અમે તમને એક એવી જ લવ સ્ટોરી વિશે જણાવીશું, જેને સાંભળીને તમે પણ કહેશો કે પ્રેમ હોય તો આવો.

આ લવ સ્ટોરી છે, બેંગ્લોરનાં એક ધનિક અને એક ખેડૂતની દીકરીની. શિવમ બેંગ્લોરનાં એક ધનિક પરિવાર નો છોકરો હતો. એક દિવસ એણે એક છોકરીને જોઈ અને જોતા જ કે એને પોતાનું દિલ આપી બેઠો. શિવમે જ્યારે એ છોકરી વિશે ખબર લગાવી તો ખબર પડી કે એના પિતા ખેડૂત છે. છોકરી દેખાવમાં ખૂબ જ સુંદર અને સમજદાર હતી. જોકે શિવમ ભલે જ પૈસાવાળા ઘરનો હોય, પરંતુ એ છોકરીને મનાવવી શિવમ માટે સરળ કામ ન હતું.

જ્યારે પહેલીવાર શિવમે છોકરી પાસે ગયો અને એને પ્રપોઝ કરી તો છોકરી એ સ્પષ્ટ ઈનકાર કરી દીધો. છોકરી વિચાર્યું કે તે પોતે એક ગરીબ ખેડૂતની દીકરી છે અને છોકરો આટલા પૈસા વાળો, એવામાં આ બંનેનો મેળાપ ક્યારેય સંભવ નથી થઈ શકતો નથી. પરંતુ શિવમે પણ હાર માની નહિ અને લગ્નનો સંબંધ લઈને સીધા છોકરી વાળાનાં ઘરે પહોંચ્યો. છોકરીનાં ઘરવાળા લગ્ન માટે રાજી થઇ ગયા અને બંનેનાં લગ્ન થઈ ગયા.

બંને પોતાના વિવાહિત જીવનમાં ખૂબ જ ખુશ હતા અને બધું જ સારી રીતે ચાલી રહ્યું હતું કે ત્યારે અચાનક છોકરીને સ્કિન ડીસિઝ થાય છે. જો કે છોકરીનો ઘણો ઇલાજ કરાવ્યો પરંતુ એનો કોઈ પણ ફાયદો ન થયો, તેની બીમારી સારી ન થઈ શકી અને છોકરીની સુંદરતા દિવસે દિવસે ઓછી થવા લાગી અને તે બીમાર પડવા લાગી. પોતાની આ હાલતને કારણે છોકરીને લાગ્યું કે શું ક્યાંક એની સુંદરતા ઓછી થવાના કારણે એનો પતિ એને છોડી ન દે. છોકરીની આ ચિંતામાં વધારે કમજોર થઈ રહી હતી.

પછી એક દિવસ એ ખબર પડી કે છોકરાનું એક્સિડન્ટ થઇ ગયું છે અને એ કારણે એની બંને આંખોની રોશની ચાલી ગઈ છે. છોકરાનું એક્સિડન્ટ થયા બાદ તે છોકરી એની વધારે દેખભાળ કરવા લાગી અને એની આંખોની રોશની જવાના કારણે છોકરીના મનમાંથી એ ડર પણ ચાલ્યો ગયો કે હવે એના ઓછા સુંદર દેખાવા પર પણ છોકરો એને છોડશે નહીં.

ત્યાર પછી બંને એક વાર ફરીથી સારી રીતે પોતાનું જીવન વિતાવવા લાગ્યા, પરંતુ છોકરીની તબિયત દિવસે દિવસે ખરાબ થતી જઈ રહી હતી અને થોડા સમય પછી છોકરીનું નિધન થઈ ગયું. ત્યાર પછી તે છોકરો એકદમ એકલો થઈ ગયો અને તેણે શહેર છોડીને જવાનું મન બનાવી લીધું.

જ્યારે શિવમ શહેર છોડીને જઇ રહ્યો હતો તો એના પાડોશી એને પૂછ્યું કે હવે તું આ હાલતમાં કેવી રીતે પોતાનું જીવન પસાર કરીશ, તને તો કંઈ દેખાય પણ નથી શકતું. તેના પર છોકરાએ જે જવાબ આપ્યો તે સાંભળીને તમે પણ હેરાન રહી જશો અને તમારા પગ નીચે થી જમીન ખસી જશે. છોકરાંએ પોતાના પાડોશીને ચિંતા વ્યક્ત કરવા માટે આભાર માનતા કહ્યું – “હું ક્યારેય આંધળો ન હતો, માત્ર આંધળા થવાનું નાટક કરી રહ્યો હતો.”

હું નહોતો ઇચ્છતો હતો કે મારી પત્નીને એની બીમારી અને બદસુરતી નાં કારણે એવું લાગે કે હવે હું અને પ્રેમ નથી કરતો. એટલા માટે હું થોડા વર્ષો સુધી આંધળો થવાનું નાટક કરી રહ્યો હતો, જેનાથી તે ખુશ રહી શકે. એટલું કહીને શિવમ ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ તેના આ વર્ષોનો ત્યાગ અને પત્ની પ્રત્યેનો પ્રેમ જોઈને તેના પાડોશીની આંખો માંથી આંસુ નીકળી આવ્યા.

આ વાત થી એ જ શીખવા મળે છે કે જો તમે કોઈને દિલથી પ્રેમ કરી છો તો તેનો ચહેરો એટલું મહત્વ નથી રાખતો, મહત્વ રાખે છે ફક્ત તે વ્યક્તિનું આચરણ, જે હંમેશા તેની સાથે રહે છે.