આખો દિવસ એસી ચલાવશો તો પણ લાઇટ બિલ આવશે અડધું, બસ આ એક નાનું કામ કરી લો

હવે ઉનાળાની ઋતુ શરૂ થઈ ચુકી છે. હવે ગરમીને લીધે લોકો પરેશાન થવા લાગ્યા છે. લોકોના ઘરમાં કુલર અને એસી શરૂ થવા લાગ્યા છે .પરંતુ ઉનાળામાં સૌથી વધારે પરેશાની જે થાય છે તે વીજળીનું બિલ છે. ઉનાળામાં કલાકો સુધી એસી અને કુલર ચલાવવાથી વીજળીનું બિલ વધારે આવવા લાગે છે. પરંતુ જો તમે જરૂરી ટિપ્સ ફોલો કરશો તો તમારી વીજળીનું બિલ ૫૦% સુધી ઓછું થઇ શકે છે. તેવામાં તમારે કંજુસાઈથી એસી ચલાવવું પડશે નહીં અને ગરમીમાં રહેવું પડશે, પણ નહીં બસ તમારે થોડું સતર્ક રહેવાનું છે.

ઓછી રેટિંગ વાળા એસી વધારે વીજળી ની ખપત કરે છે. વીજળીનું બીલ બચાવવા માંગો છો તો ફાઇવ સ્ટાર રેટિંગ વાળા એસી ખરીદો. તે સિવાય એલઇડી લાઇટ નો ઉપયોગ કરો. તેમાં પણ વીજળીની ખપત ઓછી થાય છે.

ઉનાળામાં એસી થી વધારે સીલીંગ અને ટેબલ ફેન નો ઉપયોગ કરો. તે ૩૦ પૈસા પ્રતિ કલાકનાં હિસાબથી ખર્ચ થાય છે, તો વળી એસી ૧૦ રૂપિયા પ્રતિ કલાકના હિસાબથી ચાલે છે. જો તમારે એસી ચલાવવું છે તો ૨૫ ડિગ્રી પર સેવ કરીને ચલાવો. તેનાથી પણ વીજળી ની ખપત ઓછી થશે. સાથોસાથ જે રૂમમાં એસી ચાલી રહ્યું છે, ત્યાંના દરવાજા બંધ કરી દો.

ફ્રીજ ઉપર માઇક્રોવેવ જેવી ચીજો બિલકુલ ન રાખો. તેનાથી વિજળીની ખપત વધારે થાય છે. ફ્રીજને ડાયરેક્ટ સુર્યપ્રકાશથી દુર રાખો. ફ્રીજ ની આસપાસ એર ફ્લોને પર્યાપ્ત જગ્યા આપો. ગરમ ભોજનને ક્યારેય પણ ફ્રિજમાં રાખવું નહીં. તેને પહેલાં ઠંડું થવા દેવું. કોમ્પ્યુટર અને ટીવી ચલાવ્યા બાદ પાવર ઓફ કરી દો. મોનિટરને સ્લીપ મોડ માં રાખો. ફોન અને કેમેરા ચાર્જરનો ઉપયોગ કર્યા બાદ તેને પ્લગ માંથી કાઢી લેવું. પ્લગ ચાલુ રહેવા પર તે વીજળીનો વધારે ઉપયોગ કરે છે.

ભારતમાં સોલર પેનલનો વિકલ્પ સૌથી સારો છે. ભારતમાં મહિનામાં ૩૦ દિવસ તડકો આવે છે. તમે પોતાના ઘરની છત ઉપર સોલર પેનલ લગાવી શકો છો. તે એક વખતનું રોકાણ છે, પરંતુ તે તમારા વીજળી બિલ ને ઓછું કરી શકે છે. તમે ઓનલાઇન રિસર્ચ કરીને પોતાના ઘર અનુસાર સોલર પેનલ લગાવી શકો છો.

બલ્બ અને ટ્યુબલાઇટ કરતા સીએફએલ પાંચ ગણી વીજળી બચાવે છે. તેવામાં ટ્યુબલાઇટ ને બદલે સીએફએલ નો ઉપયોગ કરો. જે રૂમમાં તમારે લાઈટ ની જરૂરિયાત નથી, તેને બંધ કરી દો. ઇન્ફ્રારેડ સેન્સર, મોશન સેન્સર અને ડીમર ચીજોનો ઉપયોગ કરો.