આખો દિવસમાં તમે કેટલા શબ્દો બોલો છો? તમને પોતાને પણ આ વાતની ખબર નહીં હોય

Posted by

જ્યારે આપણે સવારે આંખ ખોલીએ છીએ, ત્યારબાદ જ્યારે રાતના સુવા માટે જઈએ છીએ ત્યાં સુધીમાં આપણે ઘણું બધું બોલતા રહીએ છીએ. અમુક લોકો એટલા વાતોડિયા હોય છે કે ક્યારેય પણ શાંત થતા નથી. જોકે અમુક લોકો ખુબ જ ઓછું બોલવા વાળા પણ હોય છે. આવા લોકો ભલે લોકો સાથે વાત ન કરે, પરંતુ તેમના દિમાગમાં કંઈકને કંઈક શબ્દ ચાલતા રહે છે અને અવસર આવતાની સાથે જ તેઓ તેને બોલવાની કોશિશ કરે છે. આવી રીતે મનુષ્ય ની વાતો કરવાનો સિલસિલો કયારેય ખતમ થતો નથી.

Advertisement

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખા દિવસ માં તમે કેટલા શબ્દો બોલો છો? ભાગ્યે જ તમે ક્યારેક જ આવું વિચાર્યું હશે કે દિવસભર માં મનુષ્ય કેટલા શબ્દો બોલતો હોય છે. આજ સુધી તમે આ બાબત ઉપર ધ્યાન નહીં આપ્યું હોય. આજે અમે તમને જાણકારી આપવા જઇ રહ્યા છીએ જે તમારા માટે ખુબ જ રોચક બની શકે છે. લિંક્ડઇન લર્નિંગ ઇન્સ્ટ્રક્ટર નાં જણાવ્યા અનુસાર એક દિવસમાં મનુષ્ય ઓછામાં ઓછા ૭,૦૦૦ શબ્દો બોલે છે. અમુક લોકો તેનાથી વધારે પણ બોલતા હોય છે.

આખી જિંદગીમાં આટલા શબ્દ બોલે છે વ્યક્તિ

તમે એક દિવસ વિશે તો જાણે લીધું, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મનુષ્ય પોતાના સમગ્ર જીવન માં કેટલા શબ્દો બોલે છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે એક વ્યક્તિ પોતાના સમગ્ર જીવન માં ૮૬,૦૩,૪૧,૫૦૦ શબ્દ એટલે કે અંદાજે ૮૬ કરોડ શબ્દો બોલે છે. બ્રિટિશ રાઇટર અને બ્રોડકાસ્ટર Gyles Brandreth નાં પુસ્તક The Joy of Lex: How to Have Fun with 860,341,500 Words માં આ જાણકારી આપવામાં આવે છે.

ડીક્ષનરી સાથે તુલના

આ શબ્દોની જો તમે અન્ય ચીજો સાથે તુલના કરો છો તો જાણી લો કે પોતાના સમગ્ર જીવન માં એક સામાન્ય મનુષ્ય ઓક્સફોર્ડ ઈંગ્લીશ ડીક્ષનરી નાં ૨૦ વોલ્યુમને ૧૪.૫ વખત વાંચી લે છે. જો મનુષ્ય નાં શબ્દો ની તુલના ભગવત ગીતા સાથે કરવામાં આવે તો ભગવત ગીતા માં જેટલા શબ્દ છે, વ્યક્તિ તેનાથી ૧૧૧૦ ગણા શબ્દ પોતાના જીવનમાં બોલે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.