આમાંથી કોઈપણ એક પંખ ની પસંદગી કરો અને પોતાના વ્યક્તિત્વનાં અમુક રહસ્યો વિશે જાણો

Posted by

નાનપણમાં ઉડતા પંખને પસંદ કરવા, તેને નોટબુકમાં સજાવીને રાખવા એ દરેક બાળકનો શોખ હોય છે. અલગ અલગ પ્રજાતિનાં પક્ષીમાં એમના પાંખનાં આકાર અને રંગ પણ અલગ-અલગ હોય છે. પરંતુ બધા માટે ખાસ રીતે તે એમને ઉડવામાં મદદ કરે છે. એટલા માટે મનોવિજ્ઞાન આ પાંખમાં તમારી પસંદને “માનસિક ઉડાન” એટલે કે તમારા “વિચાર” સાથે જોડે છે.

વિચારસરણી જ તમારો વ્યક્તિત્વ નિર્ધારીત કરે છે. એટલા માટે મનોવિજ્ઞાન અનુસાર આ પાંખમાં તમારી પસંદ તમારા વ્યક્તિત્વનાં ઘણા રહસ્ય ખોલે છે. અહીં પિક્ચરમાં બતાવવામાં આવેલી પાંખોમાં તમારી પસંદની કોઈ એક પાંખ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીની થોડી ખુબ જ રોચક વાતો. જે કદાચ તમે પોતાના વિશે હજુ સુધી જાણી શક્યા ન હોય.

ફેધર-૧

તમે ઘણા શાંત સ્વભાવ અને દયાળુ વ્યક્તિત્વના છો. તમે લોકોને સાથે લઈને ચાલવામાં વિશ્વાસ રાખો છો. એજ કારણ છે કે વાત ભલે કેટલી પણ ઉગ્ર કેમ ન હોય બધાની ભલાઈનું ધ્યાન રાખતા જ્યાં સંભવ થઈ શકે તમે એને શાંતિપૂર્વક ઉકેલવાની કોશિશ કરો છો. પરિસ્થિતિઓ ભલે કેવી પણ હોય તમે તમારી ચિંતા કર્યા વગર કોઈની પણ મદદ માટે હંમેશા તૈયાર રહો છો.

તમે થોડા અંતર્મુખી સ્વભાવનાં છો, પરંતુ બીજાની જરૂરિયાત અને આનંદનું ધ્યાન રાખતા તમે લોકોને સાથે હંમેશા જોડાયેલા રહો છો. ઘણીવાર આ કારણે લોકો તમને ખોટા પણ સમજી લે છે. પરંતુ ઘણા મોટા દિલવાળા જ આમ કરી શકે છે.

ફેધર-૨

તમે વસ્તુને ઘણી જલ્દી સમજો છો અને ઘણી જલ્દી શીખો છો. એજ કારણ છે કે જ્યારે પણ કોઈ નવી વસ્તુ કરવાની વાત આવે છે તો તમે ખુબ જ સરળતાથી તેને કરી લો છો. પરંતુ લોકો પાસે પણ એવી જ આશા કરો છો. તમે બુદ્ધિશાળી તો છો પરંતુ ક્યાંકને ક્યાંક ભુલ પણ કરો છો.

તમે તમારા અંગત જીવન કોઈ સાથે શેર કરવાનું પસંદ કરતા નથી. પરંતુ મિત્ર સાથે સમય વિતાવવાનો તમને પસંદ હોય છે. અહીં મુશ્કેલી એવી આવે છે કે જેની સાથે પણ તમે રહો છો એમની પાસે આશા રાખો છો કે તે પુરી રીતે માત્ર તમારા પર જ ધ્યાન આપે. જ્યારે એવું નથી થતું તો તમે એનાથી દુર થવા લાગો છો. લોકોને લાગે છે કે તમને એમની સાથે લાગણી નથી, પરંતુ હકીકતમાં તમે એમની સાથે જોડાયેલા હોવ છો.

ફેધર-૩

તમે આત્મનિર્ભર હોવાનું ઉદાહરણ રજુ કરો છો. જીવનની નાનામાં નાની વસ્તુ માટે તમે કોઈના પર પણ નિર્ભર રહેવાનું પસંદ કરતા નથી. તમને લાઇફમાં કોઈ એક લક્ષ્ય સાથે ચાલવામાં વાસ્તવિક મતલબ ખબર હોય છે. પોતાના લક્ષને મેળવવા માટે પણ તમે પુરા આશાવંતી હોવ છો અને પુરી ધગશ અને ઉત્સાહ સાથે એને પૂરું કરવા માટે કામ કરતા રહો છો.

તમે ક્યારેય હાર માનવા વાળા વ્યક્તિ નથી. તમારી સૌથી સારી વાત એ છે કે જો તમને અદભુત આત્મવિશ્વાસી બનાવે છે અને આત્મનિર્ભર પણ. તમે  અસફળતાથી નિરાશ થવાની જગ્યાએ એનાથી આગળ વધવાનો રસ્તો માનો છો.

તમારા અનુસાર અસફળતા દિલને મજબૂત, દિમાગને બુદ્ધિમાન બનાવતા દરેક મનુષ્યમાં દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો પુરા સાહસથી કરવાની ક્ષમતા ઉત્પન્ન કરે છે. એજ કારણ છે કે તમે ૧૦ વખત પણ હાર થવા છતાં પણ તમને ૧૧મી વાર તમારી જીત પણ થાય છે. તમારો આ ગુણ તમને એક સારો લીડર બનાવે છે.

ફેધર-૪

તમે ઉચ્ચ ચરિત્ર પરંતુ રહસ્યમય વ્યક્તિત્વના માલિક છો. તમારી કલ્પના શક્તિ કમાલની છે અને મુશ્કેલી ભલે કેવી પણ હોય એનો એક જાદુઈ ઉપાય તમારી પાસે હંમેશાં હાજર હોય છે. તમે એક ચોક્કસ વ્યક્તિ છો અને દરેક કામને સારી રીતે કરવા ઈચ્છો છો. ઘણીવાર તે તમને એક છબીમાં બાંધી દે છે, પરંતુ આખરે લોકો તમારા કામનું મહત્ત્વ સમજે છે અને તમારી સાથે મિત્રતા કરવા ઈચ્છે છે.

તમારું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હોય છે કે લોકો ઇચ્છતા હોવા છતાં પણ તમને નજરઅંદાજ નહીં નથી કરી શકતા. પરંતુ ઘણીવાર પરફેક્ટનિસ્ટ નો તમારો અંદાજ તમને થકવી દે છે. એટલા માટે તમારે તે સમજવાની જરૂરિયાત છે કે આખરે તમે મનુષ્ય છો અને મનુષ્યમાં કંઈક ને કંઈક ઊણપ જરૂર હોય છે.

ફેધર-૫

તમે ઘણા રચનાત્મક છો. તમારી ક્રિએટિવિટી અને કલ્પનાશક્તિ જ તમારી સૌથી મોટી ખુબી છે. પરંતુ તમારી સૌથી મોટી ખામી છે કે તમને તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ નથી હોતો. એજ કારણ છે કે પ્રતિભાશાળી હોવા છતાં ઘણીવાર તમને અસફળતાનું મોઢું જોવું પડે છે.

એ તમને ચિંતિત રાખે છે અને તમે તે ભુલી જાઓ છો કે દરેક ઘટના ક્યાંકને ક્યાંક પહેલાથી નક્કી હોય છે. તમારે પોતાને સાબિત કરવા માટે થોડો સમય આપવાની જરૂરિયાત છે. તમે તમારા કામને પુરી ઇમાનદારી અને પરફેક્શન સાથે કરવાનું પસંદ કરો છો અને વસ્તુઓને જેટલી વધારે સારી કરી શકો છો. એજ વિચાર તમને બીજા લોકોનાં કામમાં પણ આશા રાખો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *