છુટાછેડા બાદ આમિર ખાન અને કિરણ રાવ એકસાથે ડાન્સ કરતાં જોવા મળ્યા, જુઓ વિડીયો

Posted by

આમિર ખાન અને કિરણ કિરણ રાવ હાલમાં જ એકબીજાથી છુટા થયા છે અને તેમણે છુટાછેડા લઈ લીધા છે. આ બંનેએ એક સાથે નિવેદન રજુ કરીને પોતાના છુટાછેડાની જાણકારી આપી હતી. જોકે તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ફક્ત એકબીજાથી અલગ થયા છે અને પોતાના બાળકોની જવાબદારી સાથે મળીને નિભાવશે. વળી હવે હાલમાં બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં બંને એક સાથે ડાન્સ કરતા નજર આવી રહ્યા છે.

વાયરલ થઇ રહેલ વિડીયો લદાખ નો છે. હકીકતમાં આ જગ્યા પર “લાલ સિંહ ચઢ્ઢા” ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. આ શુટિંગ માટે આમિર ખાન પોતાના પરિવાર સાથે લદાખ ગયા હતા. લદાખમાં ફિલ્મના શુટિંગ દરમિયાન જ આમિર ખાને થોડો સમય કાઢીને પોતાના પરિવાર સાથે પસાર કર્યો હતો. વાયરલ થઇ રહેલ વીડિયોમાં આમિર ખાન અને કિરણ રાવ ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. આ બંને લદાખનાં ટ્રેડિશનલ કપડાં છે અને ત્યાંના લોકો સાથે ડાન્સ કરી રહ્યા છે.

વીડિયોમાં આમિર ખાન અને કિરણ રાવ એક સાથે ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને તેમને જોઈને એવું લાગતું નથી કે તેમના છુટાછેડા થયેલા હોય. વીડિયોમાં આમિર ખાન અને પ્રોડ્યુસર કિરણ રાવ રેડ કલરના કપડાં જોવા મળી રહ્યા છે. તેમને એક ડાન્સ ટીચર સ્ટેપ શીખવી રહેલ છે. વધુ એક વીડિયોમાં આમીર ખાન સેટ પર અમુક બાળકો સાથે ડાન્સ કરી રહ્યા છે. આમિર-કિરણ નો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

છુટાછેડાનાં સમાચાર બાદ તેમની વધુ એક તસ્વીર સામે આવી છે, જેમાં બંને એક્સાથે હસતા જોવા મળી રહ્યા છે. વળી તેમનું આ વીડિયો પણ હવે વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Serap Varol (@serap_omur_varol)

એક સાથે કરશે બાળકોનું પાલન પોષણ

આમિર અને કિરણ એ વીતેલા દિવસોમાં અલગ થયા તે સમયે જણાવ્યું હતું કે બંને પોતાના દીકરા આઝાદ નું પાલન પોષણ મળીને કરશે. આમિર ખાને ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તે અને કિરણ સારા મિત્ર રહેશે પરંતુ પતિ-પત્ની નહીં.

વર્ષથી એકબીજાને સાથે હતા

આમિર ખાન અને કિરણ રાવ ૧૫ વર્ષોથી એકબીજાની સાથે હતા. તેમના લગ્ન વર્ષ ૨૦૦૫માં થયા હતા. આમીર ખાનનાં આ બીજા લગ્ન હતાં. તેમની પહેલી પત્નીનું નામ રીના દત્તા છે. રીના અને આમિર નાં લગ્ન વર્ષ ૧૯૮૬માં થયા હતા અને વર્ષ ૨૦૦૨માં આમિર ખાને કિરણ થી છુટાછેડા લઇ લીધા હતા. ક્રિસમસ પર રિલીઝ થશે ફિલ્મ આમિર ખાનની અપકમિંગ ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” ક્રિસમસ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મનું મોટા ભાગનું શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવેલ છે. આ ફિલ્મમાં આમિર ખાન સિવાય કરિના કપુર ખાન, મોના સિંહ, નાગા ચૈતન્ય મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ “ફોરેસ્ટ ગમ્પ” ની રિમેક છે, જેને અદ્વૈત ચંદન ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મને વર્ષ ૨૦૨૦માં રિલીઝ કરવાની હતી, પરંતુ કોરોના ને કારણે તે શક્ય થયું નહીં. જો આ વર્ષે કોરોના કાબૂમાં રહે છે તો આ ફિલ્મને ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવી શકે છે. લાલ સિંહ ચઢ્ઢા ની સ્ક્રીપ્ટ રાઈટર અતુલ કુલકર્ણી લખેલી છે અને લોકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષા પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *