આમિર ખાન અને કિરણ રાવ નાં છુટાછેડાનું કારણ બની આ અભિનેત્રી? બની શકે છે આમિર ખાનની ત્રીજી પત્ની

Posted by

બોલીવુડનાં મિસ્ટર પરફેક્ટનિસ્ટ કહેવાતા આમિર ખાને હાલમાં જ પોતાની બીજી પત્ની કિરણ રાવ સાથે છુટાછેડા લઈ લીધા છે અને આ એક્સ કપલે એક જોઈન્ટ ઓફિસિયલ સ્ટેટમેન્ટ રજુ કરી લોકોને પોતાના છુટાછેડાની જાણકારી આપી હતી અને વળી આમિર ખાન અને કિરણ રાવનાં આ રીતે અચાનક છુટાછેડા લેવાની ખબર થી ફેન્સ થી લઈને સેલિબ્રિટી સુધી બધા આશ્ચર્યમાં છે. વળી હાલનાં દિવસોમાં મીડિયામાં આમિર ખાન અને કિરણનાં છુટાછેડાને લઈને ઘણી વધારે ચર્ચાઓ ચાલી રહી છે.

વળી બીજી તરફ આમિર ખાનનાં છુટાછેડાનાં સમાચાર પણ ચર્ચાઓમાં છવાયેલા છે. ત્યાં એક તરફ આમિર ખાનની કો-સ્ટાર ફાતિમા સના શેખ પણ ટ્વીટર ઘણી વધારે ટ્રેન્ડ કરી રહી છે. ત્યાર બાદ આમિર ખાન ટ્રોલરનાં નિશાના પર પણ આવી ગયા છે.

હકીકતમાં આમિર ખાન અને કિરણ રાવ નાં છુટાછેડા બાદ ફાતિમા શેખને લઈને ટ્વિટર પર ઘણા પ્રકારનાં વિવાદિત ટ્વીટ સામે આવી રહ્યા છે, જે હાલનાં દિવસોમાં ખુબ જ વધારે ટ્રેન્ડ કરી રહ્યા છે અને જ્યારે ઘણા લોકોનું માનવું છે કે આમિર ખાન અને કિરણ રાવનાં છુટાછેડા ફાતિમા શેખને કારણે થયા છે. થોડા લોકો તો અત્યારથી જ ફાતિમાને આમિર ખાનની ત્રીજી પત્ની જણાવી રહ્યા છે. જ્યારે મિસ્ટર પરફેક્ટનિસ્ટને લોકો “લવ જિહાદી” પણ જણાવી રહ્યા છે. હાલનાં દિવસોમાં આમીર ખાન ઘણા વધારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે કિરણ પહેલા આમિર ખાને પોતાની પહેલી પત્ની ટીના દત્તાને પણ છુટાછેડા આપી ચુક્યા છે અને હવે કિરણ સાથે પણ એમના છુટાછેડા થઈ ચૂક્યા છે.

જણાવી દઇએ કે આમિર ખાન અને કિરણ રાવે ૩ જુલાઈએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપી પોતાના છુટાછેડાની ખબર લોકો સાથે શેર કરી હતી અને આ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં એક્સ કપલે લખ્યું હતું કે, ”આ 15 વર્ષોમાં અમે એક સાથે જીવનના અનુભવ, આનંદ અને હસી શેર કરી છે અને અમારો સંબંધ માત્ર વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વધ્યો છે. અમારા છુટાછેડા સંબંધનો અંત નથી પરંતુ હવે અમે અમારા જીવનના એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જેમાં અમે પતિ-પત્નીનાં રૂપમાં નહીં પરંતુ સહ માતા-પિતા અને પરિવારનાં રૂપમાં એકબીજાની સાથે રહિશું.”

વળી પોતાના દીકરા આઝાદને લઈને પણ આ એક્સ કપલે  પોતાના સ્ટેટમેન્ટમાં લખ્યું હતું કે,”છુટાછેડા પછી પણ આઝાદનો ઉછેર અમે બંને મળીને કરીશું અને એક સમર્પિત માતા-પિતાની જેમ આઝાદ ની સાથે હંમેશાં રહીશું.”

જણાવી દઇએ કે આમિર ખાન અને કિરણ રાવનાં છુટાછેડા પછી હવે આમિર ખાન સાથે દંગલ, ઠગ્સ ઓફ હિન્દુસ્તાન માં કામ કરી ચૂકેલી તેમની કો-સ્ટાર ફાતિમા સના શેખ સાથે એક્ટરનું નામ જોડાવા લાગ્યું છે અને જ્યારે આમિર ખાન અને સના શેખ બંનેને સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે.

જણાવી દઇએ કે આ પહેલા પણ ફિલ્મ “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” દરમિયાન આમિર ખાન અને ફાતિમા સનાનું નામ એકબીજા સાથે જોડાયું હતું અને એવી ખબરો સામે આવી હતી કે આમિર ખાન અને ફાતિમા સના શેખ એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે જ્યારે કિરણ સાથે છુટાછેડા પછી એકવાર ફરીથી ફાતિમા સના શેખ સમાચારોમાં આવી ગઈ છે અને તેને હાલનાં દિવસોમાં ખુબ જ વધારે ટ્રોલ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *