આમિર ખાન છુટાછેડાનાં બદલામાં કિરણ રાવ ને ચુકવશે અધધધ રૂપિયા, રકમ જાણીને આંખો પહોળી થઈ જશે

Posted by

કિરણ રાવ અને આમિર ખાનને અલગ થાયને લગભગ એક અઠવાડિયાથી વધારે નો સમય થઈ ગયો છે. પરંતુ સોશિયલ મીડિયા પર હજુ પણ તેમની જ ચર્ચા થતી રહે છે. જણાવી દઇએ કે આમિર ખાન અને કિરણ રાવ ૧૫ વર્ષ એક સાથે રહ્યા બાદ થોડા દિવસો પહેલા અલગ થઈ ગયા હતા. બંને તરફથી એ કહેવામાં આવ્યું હતું કે અંગત સહમતિથી તેઓ અલગ થઈ રહ્યા છે. જણાવી દઇએ કે જ્યારથી તેમણે અલગ થવાની વાત કહી છે. ત્યારથી સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારનાં રીએક્શન જોવા મળી રહ્યા છે. ક્યારેક આમિરનાં ત્રીજા લગ્નની અફવાઓ ઉડે છે તો ક્યારેક કંઈક બીજું. હવે તેમાં એક કદમ આગળ વધતા એવા ખબર સોશિયલ મીડિયા પર ચાલી રહી છે કે જો તે બંને અલગ અલગ થઈ ગયા છે પછી આમિર ખાન કિરણ રાવને છુટાછેડા માટે કેટલી સંપત્તિ આપશે.

જી હાં, તે તો તમે બધા જાણો છો કે પહેલા જ્યારે આમિર ખાનને પોતાની પહેલી પત્ની રીના દત્તાને છુટાછેડા આપ્યા હતા ત્યારે તેમણે રીના દત્તાને છુટાછેડા આપવા માટે ૫૦ કરોડ રૂપિયા ચૂકવવા પડયા હતા અને તે સમયે બોલીવુડનાં સૌથી મોંઘા છુટાછેડા માનવામાં આવ્યા હતા.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે અભિનેતા આમિર ખાનની કુલ સંપત્તિ લગભગ ૧૪૩૪ કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે લગભગ ૮૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેવામાં લોકોના મનમાં એવો સવાલ ઊભો થાય છે કિરણ થી અલગ થવા પર આમિર ખાનને કેટલા પૈસા તેમને આપવા પડશે અને કઇ શરત સાથે તેમણે પોતાને અલગ કર્યા છે?

જ્યારે મીડિયા રિપોર્ટ પ્રમાણે કિરણ રાવની કુલ સંપત્તિ લગભગ ૪૦ મિલિયન અમેરિકી ડોલર છે. તમને જણાવી દઈએ કે કિરણ રાવ એક મહિલા નિર્દેશકનાં રૂપમાં ખુબ કમાણી કરવાવાળી છે. આ સિવાય કિરણ રાવ પાસે પોતાનું એક આલિશાન ઘર અને મોંઘી ગાડીઓ છે. જોકે કિરણ દ્વારા ક્યાંય પણ એ સ્પષ્ટ નથી કર્યું કે તેમની પાસે ઘર અને કેટલી ગાડીઓ છે. રિપોર્ટ પ્રમાણે કિરણ રાવ એક ખુબ જ સારી ડાયરેક્ટર છે.

તેમણે ઘણી સારી મુવી બનાવી છે. હવે બંનેએ અલગ થવાનો નિર્ણય તો ક્યારનો કરી લીધો છે પરંતુ આગળ શું થશે? એ તો સમય જ નક્કી કરશે. પરંતુ એટલું તો નિશ્ચિત છે કે આ વર્ષે બોલીવુડનો સૌથી ગરમ મુદ્દો એજ છે. આ મુદ્દા પર સોશિયલ મીડિયામાં બધાનું પોતાનું અલગ અલગ મંતવ્ય છે. પરંતુ બધા ફરીને વાત એક જ કરી રહ્યા છે અને તે છે આમિર અને કિરણ રાવની.

એક સોશિયલ મીડિયા રિપોર્ટ પ્રમાણે કિરણને આમિર થી અલગ થવા પર ૫૦૦ કરોડ રૂપિયા મળી શકે છે. પરંતુ તેને લઈને કોઈ ચોક્કસ માહિતી હજુ નથી મળી કે ન કોઈ જગ્યાએ એને લઈને ખબર છપાઈ છે. તમને જણાવી દઈએ કે આમિર ખાને કિરણ સાથે જ થોડા દિવસ પહેલા એવું સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું કે તે બંને ખુશ છે, અલગ અલગ રહેશે, પરંતુ થોડા પ્રોજેક્ટ એવા છે. જેના પર તે બન્ને એક સાથે કામ કરશે.

હવે વાત કરીએ બંનેનાં લગ્નની તો બંને ૨૦૦૫માં લગ્ન કર્યા હતા. બન્નેનો એક દીકરો આઝાદ છે. હવે વાત કિરણનાં કામની કરીએ તો તે પ્રોડ્યૂસર, સ્ક્રીન રાઇટર અને ડાયરેક્ટર છે. તેમણે “જાને તુ.. યા જાને ના, ધોબીઘાટ, દંગલ, તલાશ, સિક્રેટ સુપર સ્ટાર, પીપલી લાઇવ જેવી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. તેની સાથે જ તેમણે ધોબીઘાટ ને ડાયરેક્ટ પણ કરી હતી. કિરણ રાવ બોલીવુડ સ્ટાર વાઈફમાં સૌથી સફળ મહિલાઓ માંથી એક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *