આમિર ખાન સહિત અન્ય ઘણા સ્ટાર્સ સાથે કામ કરેલી ચુકેલી બોલીવુડની આ ટોપ એક્ટ્રેસ આજે બની ગઈ છે સાધ્વી, નામ જાણીને વિશ્વાસ નહીં આવે

Posted by

ફિલ્મી દુનિયામાં પગલાં રાખ્યા બાદ ઘણા કલાકાર એવા હોય છે, જેમને પોતાને સાબિત કરવા માટે ખુબ જ સંઘર્ષ કરવો પડે છે, ત્યારે જઈને તે પોતાને સાબિત કરવામાં સફળ રહે છે. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં ઘણા કલાકાર એવા પણ છે, જેમણે પોતાની પહેલી જ ફિલ્મમાં રાતોરાત મોટું નામ અને ઓળખાણ બનાવી લીધી હતી. પરંતુ તેમ છતાં પણ તેઓ આજે બોલીવુડ ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે અને છેલ્લા ઘણા દિવસથી દેખાઈ રહ્યા નથી.

આજે અમે એક એવી જ બોલીવુડ અભિનેત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાની પહેલી ફિલ્મમાં જબરજસ્ત એન્ટ્રી મારી દીધી હતી અને આ ફિલ્મે તેમને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધી. અભિનેત્રી પોતાની પહેલી ફિલ્મમાં પોતાની એક્ટિંગ થી બધાને દિવાના બનાવી દીધા હતા, પરંતુ તેમ છતાં પણ તે બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં વધારે સમય ટકી શકી નહી અને આજે ગુમનામીનું જીવન જીવી રહી છે.

હકીકતમાં તમે “લગાન” ફિલ્મ તો જરૂર જોઈ હશે. આ ફિલ્મ લોકોને આજે પણ ઘણી પસંદ આવે છે. ફિલ્મની સ્ટોરીએ લોકોના દિલમાં પોતાની ખાસ ઓળખાણ બનાવી છે. જ્યારે ફિલ્મમાં આમિર ખાન સાથે દેખાવા વાળી અભિનેત્રીને પણ જોઈ હશે. ચાલો આજે અમે તમને જણાવીએ કે અભિનેત્રી આજ-કાલ શું કરી રહી છે અને પોતાની પહેલી ફિલ્મ હિટ સાબિત થયા બાદ પણ બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં નજર કેમ નથી આવતી.

લગાન ફિલ્મમાં આમિર ખાન સાથે જોવામાં આવેલી અભિનેત્રીનું નામ ગ્રેસી સિંહ છે. જેણે મનોરંજન દુનિયામાં નાના પડદા થી પોતાના પગલાં રાખ્યા હતા. પરંતુ તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે પોતાની પહેલી ફિલ્મ મળ્યા બાદ તે રાતોરાત આટલું મોટું નામ કમાઈ લેશે. જણાવી દઈએ કે નાના પડદા થી નીકળીને ગ્રેસી એ ફિલ્મ “લગાન” માં કામ કરવાનો અવસર મળ્યો અને આ ફિલ્મે તેમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી મોટી ઓળખાણ અપાવી દીધી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગ્રેસી સિંહે હાલમાં જ પોતાનો ૪૧મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. જણાવી દઇએ કે તેમણે ફિલ્મ લગાન દરમિયાન ઘણો સિમ્પલ રોલ નિભાવ્યો હતો. અહીં તે એક માસુમ ગામની યુવતીનાં કિરદારમાં નજર આવી હતી. જે હંમેશા આમિર ખાનનાં સપોર્ટમાં ઉભી રહેતી હતી. પોતાની પહેલી ફિલ્મમાં જ ધમાકેદાર શરૂઆત કરવા વાળી ગ્રેસી સિંહને જોઈને બધાને લાગ્યું હતું કે તે બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણાં લાંબા સમય સુધી પોતાની એક્ટિંગનો જલવો વિખેરવામાં સફળ રહેશે.

પરંતુ એવું થઈ શક્યું નહીં. તમને જણાવી દઈએ કે ફિલ્મ લગાન પછી ગ્રેસી ને બોલીવુડની બીજી ઘણી ફિલ્મોમાં જોવામાં આવી. એટલું જ નહીં તેમણે અજય દેવગન સાથે ફિલ્મ ગંગાજળમાં કામ કર્યું. ત્યારબાદ તેમણે સુપરહિટ ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ માં સંજય દત્ત સાથે પણ પોતાની એક્ટિંગ નો જલવો બતાવ્યો. આટલી મોટી ફિલ્મોમાં કામ કર્યા બાદ પણ આજે ગ્રેસી ગુમનામીનું જીવન જીવી રહી છે અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી દુર છે.

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યા બાદ પણ અભિનેત્રી ને અચાનક જ  કામ મળવાનું બંધ થઈ ગયું. જેનાથી નિરાશ થઈને તેમણે બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝ છોડી દીધી અને પછી જઈને તેમણે એક બ્રહ્માકુમારી સંસ્થાને જોઈન કરી લીધું. જ્યાં આજે હવે તે સાધ્વી ની જેમ રહે છે અને બધી દુનિયાદારીથી અલગ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગ્રેસી ૪૧ વર્ષની થઈ ચુકી છે અને તેમણે હજુ સુધી લગ્ન નથી કર્યા. કારણ કે જે સંસ્થામાંથી જોડાઈ છે, ત્યાં સ્ત્રીઓ લગ્ન કરતી નથી.

હાલમાં જ તેમની એક ફોટો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે, જેમા તે સફેદ કલરની સાડી પહેરીને નજર આવી રહી છે. જેને જોઇને અંદાજો લગાવી શકાય છે કે સંપુર્ણ રીતે આજે સાધ્વી બની ચુકી છે અને સંસ્થા સાથે જોડાયેલ લોકોની સેવા કરી રહી છે. તેણે સંપુર્ણ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ત્યાગી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *