સૌથી મોટો ખુલાસો : આમિર ખાન સાથે નહીં પરંતુ બોલીવુડનાં આ સુપરસ્ટારને પ્રેમ કરે છે “દબંગ ગર્લ” ફાતિમા સના શેખ, પોતે કર્યો ખુલાસો

Posted by

ફિલ્મ જગતનાં શાહરૂખ ખાનને “કિંગ ખાન” નાં નામથી પણ ઓળખવામાં આવે છે. વળી શાહરૂખ ખાનની એકમાત્ર બાળપણની અભિનેત્રી ફાતિમા સના શેખ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. ફાતિમા સના શેખ હિન્દી સિનેમા જગતમાં બાળપણથી કામ કરી રહી છે. ત્યારે ફાતિમા ૭ વર્ષની હતી. હકીકતમાં ફાતિમા સના શેખને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરી રહ્યા છે. હાલમાં આમિર ખાન અને કિરણ રાવ નાં અલગ થવા પર પણ ફાતિમા શેખ ચર્ચામાં આવી ગઈ છે.

તમને જણાવી દઈએ કે એક સમયે આમિરની દીકરીને પણ શાહરુખ ખાન સાથે પ્રેમ હતો. વળી અમે અહિયાં આમિર ની દીકરી આયરા ખાન નહીં પરંતુ “દંગલ” માં તેની દીકરીનો રોલ નિભાવવા વાળી ફાતિમા સના શેખની વાત કરી રહ્યા છીએ, જેમણે બાળપણમાં શાહરૂખ સાથે ફિલ્મ “વન ટુ કા ફોર” માં કામ કર્યું હતું. જાણકારી માટે તમને જણાવી દઈએ કે તે સમયે ફાતિમાની ઉંમર ૭ વર્ષની હતી, પરંતુ તેમ છતાં પણ શાહરૂખ માટે તે ઘણી વધારે દિવાની હતી.

શાહરૂખ સાથે નાનપણથી પ્રેમ છે

હકીકતમાં થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં ફાતિમાએ શાહરૂખ ખાનને લઈને પોતાના પ્રેમ વિશે કહ્યુ હતુ. ફાતિમાએ પોતાના પ્રેમ પર વાત કરતાં બોલ્યું હતું કે, “હું શાહરૂખ ખાનની ઘણી મોટી ફેન રહી છું. મારા કબાટમાં મે શાહરૂખનાં જ પોસ્ટ કાર્ડ ચિપકવ્યા હતા. હું શાહરૂખ ખાનને  ઘણો પ્રેમ કરવા લાગી હતી, પરંતુ તે સમયે મારું દિલ ખરાબ રીતે તુટી ચૂક્યું હતું. જ્યારે શૂટિંગ દરમ્યાન મને ખબર પડી કે શાહરુખ મેરીડ છે.”

ત્યારે ફાતિમા વહેમમાં હતી

જો કે શાહરુખ વિશે ફાતિમા સના શેખ વાત કરતા આગળ જણાવે છે કે, “શાહરૂખ મને ઘણો પ્રેમ કરતા હતા. હું પણ તેમને ઘણો પ્રેમ કરતી હતી. મને લાગતું હતું કે તે પણ મને પ્રેમ કરે છે. આટલા લાડ પ્રેમના કારણે મને લાગવા લાગ્યું હતું કે મારે શાહરુખ સાથે લગ્ન કરી લેવા જોઈએ.”

ફાતિમા સના શેખ એ કમલ હસન સાથે પણ કામ કર્યું છે. ફિલ્મ “ચાચી ૪૨૦” માં તેણે નાની બાળકીનો કિરદાર નિભાવ્યો હતો. જ્યારે મોટી થઈને ફાતિમાએ પોતાનો અભ્યાસ વચ્ચે છોડી દીધો હતો. ફાતિમાએ ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવવા વિશે વિચારી લીધું હતું. પરંતુ શરૂઆતમાં તેને કંઈક સારી ઓફર મળી શકી નહીં અને આ કારણે તેણે થોડા ટીવી શોમાં કામ કર્યું, પરંતુ હવે તેણે ફરી વાપસી કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *