આમિર ખાને છુટાછેડાનું નાટક કરેલું, આમિર ખાનનાં નાટકની ખુલી ગઈ પોલ, જાણો નાટકનું કારણ

Posted by

બોલીવુડનાં ત્રણેય ખાન માંથી એક આમિર ખાનની ફિલ્મ હંમેશા સુપરહિટ રહે છે. પરંતુ હવે આમિર ખાન ખુબ જ મુશ્કેલીમાં પડી ગયા છે. હકીકતમાં હાલમાં જ તેમના પોતાની પત્ની કિરણ રાવ સાથે છુટાછેડા થઈ ગયા છે. પરંતુ સમાચાર મળી રહ્યા છે કે આ તેમની મુવી ની જેમ સક્રીપ્ટેડ છે. મીડિયામાં તે સમાચાર સામે આવ્યા છે કે આમિર અને કિરણ નો આ નિર્ણય ફક્ત એક પબ્લિસિટી સ્ટંટ છે, જેમાં તેનો ફાયદો છુપાયેલો છે. આમિર ખાન જ્યાં પડદા પર અભિનય કરે છે તો કિરણ પ્રોડક્શન નું કામ કરે છે.

હકીકતમાં સમાચાર આવી રહ્યા છે કે જે સમયે તે બંનેના છુટાછેડા થયા હતા, તે સમયે બંને આમિર અને કિરણ રાવ એક સાથે કારગિલમાં હતા. જણાવી દઈએ કે આ અવસર તેમની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” નો હતો. વળી કિરણ રાવ આ ફિલ્મની નિર્માતા છે. આ ફિલ્મમાં કરીના કપુર પણ નજર આવનાર છે અને સમાચાર મળી રહ્યા છે કે આ ફિલ્મ ૨૫ ડિસેમ્બર, ૨૦૨૧નાં રોજ રીલીઝ કરવામાં આવશે.

દિલચસ્પ વાત એ છે કે હવે બંનેના છુટાછેડાની ઇનસાઇડ સ્ટોરી સામે આવી રહી છે. તેની પાછળ પીઆર કંપનીઓનો હાથ જણાવવામાં આવી રહ્યો છે. હકીકતમાં જ્યારે ૩ જુલાઈનાં રોજ આમિર અને કિરણ રાવ નાં છુટાછેડાનાં સમાચાર આવ્યા હતા તો તેની પાછળ સ્પાઇસ મીડિયા નામની એક પીઆર કંપની એક્ટિવ હતી. આ કંપની એ મીડિયાને પ્રેસ રિલીઝ પણ મોકલી હતી અને એક મીડિયા પર્સનને ફોન કરીને કહ્યું હતું કે તેઓ કેવી રીતે આમિર ખાને સંબંધોનો નવો ઇતિહાસ રચ્યો છે.

જો કે બંનેએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છુટાછેડાની પુષ્ટિ કરી છે, પરંતુ તેમણે એવું પણ કહ્યું હતું કે તેઓ બંને હજુ પણ એકબીજાની સાથે પેરેન્ટ્સ છે અને મિત્ર રહેશે. આ પીઆર કંપનીને કહેવામાં આવ્યું હતું કે દર્શકોને એવું બતાવવામાં આવે કે આ બંનેએ કેટલા પ્રેમ અને સન્માનની સાથે એકબીજાને છોડેલ છે અને છોડી દીધા બાદ પણ એકબીજાની સાથે છે.

આ ખબરને પ્લાન્ટ કરવાની સાથે જ મિડિયાને ચેતવણી પણ આપવામાં આવી હતી જે તેમણે તે વાતની આપવામાં આવી હતી કે જે પત્રકાર આ ખબરને પોઝિટિવ રીતે પ્લાન્ટ નહીં કરે તેને આગળ થી કોઈ સમાચાર આપવામાં આવશે નહીં અને તેનો બૉયકોટ પણ કરવામાં આવશે.

જણાવી દઈએ કે આમિર ખાને નિવેદન આપ્યું હતું કે તેઓ પાછલાં પાંચ વર્ષથી છુટાછેડાની તૈયારી કરી રહ્યા હતા. તેના માટે સ્પાઇસ મીડિયાનાં માલિક પ્રભાતને પણ આ રમતનાં ભાગીદાર બનાવવામાં આવેલ હતા. પ્રભાત દ્વારા જ મીડિયામાં હેડલાઈન મેનેજ કરવામાં આવી. હવે જોવાનું રહેશે કે આ આરોપ સામે આમીર ખાન કેવી રીતે લડે છે અને આગળ શું થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *