“આંખે” ફિલ્મની દુપટ્ટા ગર્લ આજે પણ દેખાય છે પહેલા કરતાં પણ વધારે સુંદર અને હોટ, તેની સુંદરતા સામે આજની હિરોઈન લાગે ફિક્કી

સુંદર દેખાવા માટે વ્યક્તિ શું નથી કરતો. દરેક વ્યક્તિ સુંદર અને યુવાન દેખાવા માંગે છે. તેની ઈચ્છા માં લોકો લાખો રૂપિયા ખર્ચ કરવાથી પણ પાછળ હટતા નથી.. આટલા રૂપિયા ખર્ચ કર્યા બાદ પ્લાસ્ટિક સર્જરીની મદદથી પોતાના મન અનુસાર મળી જાય છે. પ્લાસ્ટિક સર્જરી નો સૌથી મોટો ફાયદો એવા લોકોને મળે છે, જે કોઈ દુર્ઘટનામાં પોતાનું કોઈ અંગ ક્ષતિગ્રસ્ત કરી બેઠા હોય. પરંતુ જે લોકો પહેલાથી જ સુંદર છે તેમને કોઈ પણ પ્રકારની સર્જરી ની જરૂરિયાત પડતી નથી. ઉપરવાળો પહેલાથી જ અમુક લોકોને સુંદર બનાવીને જમીન પર મોકલે છે. પ્રાકૃતિક રૂપથી સુંદર લોકોની વાત જ કંઇક અલગ હોય છે.

ગોવિંદા અને ચંકી પાંડેની ફિલ્મ “આંખે” તો તમને યાદ હશે. આ ફિલ્મમાં બંનેએ મળીને ખૂબ જ કોમેડી કરેલી હતી. ગોવિંદા અને ચંકી પાંડેની ઓપોઝિટ ફિલ્મમાં બે હીરોઇન હતી, જેમનું નામ રાજેશ્વરી અને રીતુ શિવપુરી હતું. પરંતુ આ ફિલ્મ બાદ એક્ટ્રેસ રીતુ શિવપુરી ની સુંદરતા નાં દરેક લોકો દિવાના બની ગયા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે વર્ષો બાદ પણ રીતુની સુંદરતામાં કોઈ કમી આવી નથી.

આજે પણ એટલી જ સુંદર દેખાઈ રહી છે, જેટલી તે વર્ષો પહેલા દેખાતી હતી. ઉંમર વધવા છતાં પણ રીતુએ પોતાની ફિગરને મેન્ટેન રાખેલ છે. તેમની ફિટનેસ અને સુંદરતાની આગળ આજની એક્ટ્રેસ પણ ફિક્કી નજર આવે છે.

રીતુ શિવપુરી એ બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ “આંખે” તેમની સૌથી હિટ ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મનું એક ગીત તો ખૂબ જ મશહૂર થયું હતું, જે આજે પણ લોકો ગાતા હોય છે. ફિલ્મનું ગીત “ઓ લાલ દુપટ્ટે વાલી તેરા નામ તો બતા” માં રીતુએ પોતાની અદાઓથી લાખો લોકોના દિલ ચોરી લીધા હતા. રીતુ શિવપુરીનો જન્મ ૨૨ જાન્યુઆરી, ૧૯૭૫ના રોજ થયો હતો.

આજે રીતુની ઉંમર ૪૨ વર્ષ છે. પરંતુ તેમની આટલી ઉંમર હોવા છતાં પણ તમે તેને જોઈને તેની ઉંમર નો અંદાજો લગાવી શકો નહીં. આજે તે ખૂબ જ હોટ અને સુંદર નજર આવે છે. માત્ર ૧૯ વર્ષની ઉંમરમાં તેમણે બોલિવૂડમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. વર્ષ ૧૯૯૪માં આવેલી “આંખે” તેમની પહેલી ફિલ્મ હતી.

તમને જણાવી દઈએ કે રીતુ “ક્યો કી સાસ ભી કભી બહુ થી” માં “બા” નું પાત્ર નિભાવનાર સુધા શિવપુરીની દીકરી છે. હાલમાં રહેતું નાના પડદા પર સિરિયલ “ઇસ પ્યાર કો ક્યા નામ દુ” માં નજર આવી રહેલ છે.