આપણે મનુષ્યોએ પૃથ્વીનો નાશ કરવામાં કોઈ કસર છોડી નથી, આ ૧૨ તસ્વીરો તેની સાબિતી છે

ઘણા કારણોને લીધે ધરતી પર બદલાવ આવતા રહે છે. આ બદલાવ ભુકંપ, જ્વાળામુખી, સુનામી અને વાવાઝોડા જેવી પ્રાકૃતિક ઘટનાઓને કારણે આવતા હોય છે. પરંતુ મોટા ભાગના પરિવર્તનો પાછળ મનુષ્યની ગતિવિધિ જવાબદાર હોય છે. આજે અમે તમને Google Earth દ્વારા લેવામાં આવેલી તસ્વીરો દ્વારા જણાવવાની કોશિશ કરીશું કે પાછલા ૪૦ વર્ષો માં આપણી ધરતી કેટલી બદલાઈ ચુકી છે.

પામ દ્વિપસમુહ, દુબઈ

હાલના વર્ષોમાં દુબઈ શહેરનો જબરજસ્ત વિસ્તાર થયેલો છે. વર્ષ ૧૯૯૦માં જ્યાં તેની વસ્તી પ લાખ હતી, તો ૨૦૨૦માં વધીને ૩૦ લાખથી વધારે થઈ ગઈ છે. દુનિયાનાં સૌથી પ્રમુખ વ્યાપારિક કેન્દ્ર માંથી એકનાં રૂપમાં ઓળખ મેળવનાર આ શહેરનો જમીન અને પાણી બંને જગ્યા પર વિસ્તાર થયેલો છે. આ કોસ્ટ લાઇન અને જમીન બંનેમાં અંદાજે ૩૦૦ કિલોમીટરથી વધારે એરીયામાં ફેલાયેલું છે. અહીંયા માનવનિર્મિત પામ દ્વીપસમુહ અને વર્લ્ડ આયર્લેન્ડ નું નિર્માણ તથા થયું છે.

રંગ બદલતું પાણી, નેટ્રોન તળાવ, તાંઝાનિયા

આ એક ગુલાબી તળાવ છે. તેની ઉચ્ચ ખરાશ ૪૦ ડિગ્રીથી વધારે તાપમાન અને ૧૨ ડિગ્રીથી વધારે પીએચ સુધી પહોંચવા વાળી ક્ષરીયતાને કારણે તે પૃથ્વીનાં સૌથી ઘાતક અને ખતરનાક તળાવ માંથી એક છે. અહીંયા શેવાળ અને બેક્ટેરિયા ખુબ જ માત્રામાં મળી આવે છે, જેનાથી આ તળાવનો રંગ બદલાઈ જતો હોય છે.

ખતમ થતું જંગલ, સૈન જુલિયન, બોલીવિયા

હાલના વર્ષોમાં એમેઝોન જળવાયુ પરિવર્તનથી સૌથી વધારે પ્રભાવિત થયેલા ક્ષેત્રોમાંથી એક છે. અહીં કૃષિ ક્ષેત્રને વધારવા માટે ઝડપથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. જેનાથી જંગલ ટૂંકું થઈ રહ્યું છે. અહીંયાના મોટાભાગના વિસ્તારમાં પશુઓનો ચારો અને સોયાબીનની ખેતી કરવામાં આવે છે.

ગ્લોબલ વોર્મિંગ : ચીનનો સોલાર ફોટોવોલ્ટિક પાવર પ્લાન્ટ

અક્ષય ઊર્જા એક સ્વચ્છ અને પર્યાવરણ અનુકૂળ ઊર્જા સંસાધન છે. ઘણા દેશો આ ઉર્જાના ઉપયોગ માટે આગળ આવી રહ્યા છે, જેથી ગ્લોબલ વોર્મિંગના દુષ્પ્રભાવથી બચી શકાય. ચીન પણ તેમાંથી એક છે. આ તસ્વીર ચીનનાં સોલર ફોટોવોલ્ટિક પાવર પ્લાન્ટની છે, જ્યાં સૌર ઊર્જાનો ઉપયોગ વીજળી બનાવવામાં કરવામાં આવે છે.

ગાયબ થતું ગ્લેશિયર : કોલંબિયા ગ્લેશિયર, સંયુક્ત રાજ્ય અમેરિકા

અલાસ્કાનાં દક્ષિણી તટ પર સ્થિત કોલંબિયા ગ્લેશિયર ઉપર ગ્લોબલ વોર્મિંગની સૌથી વધારે અસર થયેલી છે. આ ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યું છે.

રેતીમાંથી તેલ કાઢવું, કેનેડા

કેનેડામાં રેતીમાંથી તેલ કાઢવાને લીધે ધરતી પર તેની ખુબ જ નકારાત્મક અસર જોવા મળી રહી છે. કારણ કે આ કામમાં ઘણી વધારે ઉર્જા અને પાણીનો ઉપયોગ કરવો પડે છે. સાથો સાથ તે પાણી અને હવામાં પણ મોટી માત્રામાં ઝેરી અને પ્રદૂષણ ફેલાવનાર એજેન્ટો છોડે છે.

વધતા ઉદ્યોગ, સંકોચાયેલ તળાવ, અરલ સાગર

મનુષ્યની લાલચ પર્યાવરણ ઉપર કઈ રીતે હાનિકારક પ્રભાવ પાડે છે તે અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે. ૧૯૬૦માં રણની વચ્ચે કપાસ અને અન્ય પાકનું ઉત્પાદન કરવા માટે અરલ સાગર (જે પોતાના નામ છતાં પણ વાસ્તવમાં એક તળાવ છે) થી પાણીને વાળવાનો અને ચેનલ કરવા માટે એક પરીયોજના શરૂ થઈ હતી. આ પરિયોજના એ આ તળાવને લગભગ સંપૂર્ણ રીતે સુકવી નાખ્યું છે. કારણ કે કપાસ દુનિયાનાં સૌથી વધારે પાણીનો ઉપયોગ થતાં પાક માંથી એક છે.

ગ્રીન વોલ, ચીન

ચીન સમગ્ર ક્ષેત્રમાં અબજો વૃક્ષ લગાવીને જમીનનાં રણીકરણને રોકવાની કોશિશ કરી રહેલ છે. આશા રાખવામાં આવી રહી છે કે આવનારા સમયમાં ઇકોલોજીકલ અનામતને પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસ વધુ જોવા મળી શકે છે

વિકસીત થતાં શહેર તળાવનું નિકંદન કાઢી રહ્યા છે, નેવાદા, યુએસએ

પાછલા ૪ દશકોમાં લાસ વેગાસ શહેરે પોતાની વસ્તીમાં લગભગ પાંચ ગણી વૃદ્ધિ કરી છે. તેમાં પીવાના પાણીથી લઈને ખેતી જેવા કામ માટે પણ પાણીનો ઉપયોગ વધી ગયો છે. સાથોસાથ તાપમાન પણ પાછલા દર્શકને તુલનામાં વધી ગયું છે. તેવામાં અહીંયા રહેલ તળાવ ઝડપથી સુકાઈ રહ્યા છે.

ઝડપથી ઓગળી રહેલા પાઈન દ્વીપ ગ્લેશિયર, એન્ટાર્કટિકા

એન્ટાર્કટિકા મહાદ્વીપ પર મળી આવતી આ મોટી બરફની ચટ્ટાન પણ ગ્લોબલ વોર્મિંગથી ખુબ જ પ્રભાવિત થઇ રહેલ છે. યુએસ નેશનલ સાયન્સ ફાઉન્ડેશનનું અનુમાન છે કે જો આ ગ્લેશિયર ઓગળીને પોતાનું બધું પાણી સમુદ્રમાં વહાવી દે છે, તો સમુદ્રનું સ્તર લગભગ ૬૧ મીટર વધી જશે.

માઉન્ટ Pinatubo, ફિલીપાઇન્સ

વર્ષ ૧૯૯૧માં ૫૦૦ વર્ષોથી નિષ્ક્રિય Pinatubo જ્વાળામુખી સક્રિય થઇ ગયો હતો અને તેણે ખુબ જ તબાહી મચાવી હતી. સલ્ફ્યુરિક એસિડનાં એક પડથી સમગ્ર વિશ્વ ઘેરાઈ ગયું હતું. ઓઝોન પડને પણ ખુબ જ નુકશાન થયું હતું. જોકે એકવાર ફરીથી પ્રકૃતિ પોતે આપમેળે જ પોતાને સુધારવા લાગેલી છે.

ખેતીની જમીન જંગલમાં ફેરવાઈ ગઈ, રશિયા

સોવિયત સંઘના વિઘટન બાદ ઘણા એરિયામાં પાકને એમ જ છોડી દેવામાં આવ્યા હતા. બાદમાં મનુષ્યનાં હસ્તક્ષેપ વગર આ સમગ્ર વિસ્તાર આપમેળે જ વિકસિત થવા લાગ્યો હતો અને અહીંયા એક મોટું જંગલ તૈયાર થઈ ગયું છે.

મહાત્મા ગાંધીએ બિલકુલ સાચું કહ્યું હતું કે પૃથ્વી દરેક મનુષ્યની જરૂરિયાતને પુરી કરી શકે છે, પરંતુ લાલચને નહીં. આ તસ્વીરો દ્વારા પણ આ વાત સાબિત થાય છે. સાથોસાથ એવું પણ જાણવા મળે છે કે પર્યાવરણને ખુબ જ નુકસાન પહોંચી ચૂક્યું છે. જો હજુ પણ આપણે ધ્યાન નહિ આપીઓ તો પ્રકૃતિ ફરીથી પુનર્જન્મિત કરવાની શક્તિ ધરાવે છે.