આશ્ચર્યચક્તિ : ૮૦ વર્ષની ઉંમરમાં પણ ફક્ત ૩૦ વર્ષની લાગે છે અહિયાંની મહિલાઓ

Posted by

સમગ્ર દુનીયાની મહિલાઓની એવી ઇચ્છા હોય છે કે તેમની સાચી ઉંમર વિશે કોઈને ખબર પડી ના જાય, એટલે તે વધારે ઉમરની હોવા છતાં પણ ઓછી ઉંમરની બતાવવા માંગે છે. દુનિયાનો દરેક વ્યક્તિ એવું જ ઈચ્છતો હોય છે કે તે ક્યારેય વૃદ્ધ ના થાય અને હંમેશા યુવાન જળવાઈ રહે પરંતુ તે સંભવ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક જગ્યા એવી છે જ્યાં લોકો લાંબો સમય સુધી જીવે છે અને ખુબ જ વધારે ઉંમરનાં હોવા છતાં પણ ઓછી ઉંમરનાં દેખાય છે.

આ લોકો કોઈ બીજું નહીં પરંતુ આપણા પડોશી દેશ પાકિસ્તાનનાં ઉત્તર ક્ષેત્રના કારાકોરમની પહાડીઓ પર રહેતા હુંજુકુતાસનાં હુંજ લોકો છે, જે બુરુષો સમુદાયના છે. આ લોકોની સૌથી મોટી ખાસિયત એ છે કે તે લોકો ક્યારેય પણ બીમાર નથી પડતા.

હુંજા લોકો ગણતરીમાં ખુબ જ ઓછા બચેલા છે

હુંજા લોકો ગણતરીમાં ખુબ જ ઓછા બચેલા છે, પરંતુ તે સમગ્ર દુનિયાના સૌથી વધારે ઉંમર સુધી જીવતા અને સૌથી ખુશ રહેતા પ્રજાતિ છે. હુંઝા લોકો માટે કહેવામાં આવે છે કે આ સમુદાયમાં એક પણ સદસ્યને અત્યાર સુધી કેન્સર પણ નથી થયું અને તેમને સમગ્ર દુનિયામાં કેન્સર મુક્ત જનસંખ્યામાં ગણવામાં આવે છે.

આ સમુદાયનું એક પણ સદસ્ય કેન્સર વિશે જાણતો પણ નથી અને કોઈને અત્યાર સુધી કેન્સરનું નામ પણ નથી સાંભળ્યું તમને જાણીને આશ્ચર્ય થશે કે હુંઝા સમુદાયની મહિલાઓ ૬૫ વર્ષની ઉંમરમાં પણ કોઈપણ પરેશાની વગર માં બની શકે છે.

તમને જણાવી દઈએ તો આ સમુદાયનાં લોકો બુરુશો પણ કહેવામાં આવે છે. આ લોકોની ભાષા બુરુશાકી છે. આ સમુદાયના લોકો વિશે કહેવામાં આવે તો આ લોકો સિકંદરની સેનાનાં વંશજ છે. જ્યારે સિકંદર પોતાની સેનાની સાથે પાછો આવ્યો હતો ત્યારે અમુક લોકો ત્યાં રોકાઇ ગયા હતા અને આ લોકો ચોથી સદીમાં આવ્યા હતા, ત્યારથી અહીં રહે છે.

અહીંનો સમગ્ર સમુદાય મુસ્લિમ ધર્મને માને છે અને ઈસ્લામનાં નિયમોનું પાલન કરે છે. આ સમુદાય પાકિસ્તાનનાં અન્ય સમુદાયો થી વધારે શિક્ષિત છે. વર્તમાન સમયમાં હૂંજા પહાડી વિસ્તારમાં તેમની જનસંખ્યા લગભગ ૮૫ હજાર છે.

લાંબી ઉંમર માટે ખાય છે અખરોટ

આ લોકો પોતાના ખાવાપીવાનાં લીધે જ બીમાર નથી પડતા અને લાંબુ જીવન જીવે છે. આ લોકો વધારે ઉંમરના થઈ જાય તે છતાં પણ તેમની ઉંમર ઓછી દેખાય છે. વાસ્તવમાં એક શોધ દરમિયાન ખબર પડી કે આ લોકો પોતાના ખાવા-પીવામાં અખરોટનો ઉપયોગ કરે છે. સુકાયેલા અખરોટમાં B-17 કમ્પાઉન્ડ હોય છે, તે વ્યક્તિના શરીરમાં રહેલા એન્ટી કેન્સર એજન્ટને દૂર કરે છે. હુંઝા લોકો ખુબ જ વધુ માત્રામાં અખરોટ થાય છે, તેથી તેમને કેન્સર પણ નથી થતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *