વેબ સીરીઝ આશ્રમની અભિનેત્રી ત્રિઘા ચૌધરી એક્ટિંગ સિવાય પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. આ વેબ સીરીઝ માં તેણે બાબા નિરાલા ની ખાસ બબીતા નુ કિરદાર નિભાવ્યું છે, જેને દર્શકો તરફથી ખુબ જ પસંદ કરવામાં આવેલ. ત્રિઘા ચૌધરીની સોશિયલ મીડિયા પોસ્ટ પણ ઘણી વખત વાયરલ થતી રહે છે. હવે તેનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ત્રિઘા ચૌધરીના ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં કે જોરદાર ડાન્સ કરતી નજર આવી રહી છે.
ત્રિઘા ચૌધરી એ પોતાના ડાન્સ ના વિડીયો અને પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલ છે. ત્રિઘા ચૌધરી સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે. તે પોતાના ફેન્સ સાથે જોડાઇ રહેવા માટે અવારનવાર ખાસ તસ્વીરો અને વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે. હવે ત્રિઘા ચૌધરી એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. વિડીયોમાં તે અભિનેતા અભિમન્યુ દસાની ની ફિલ્મ “નિકમ્મા” નાં ટાઈટલ સોંગ ઉપર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
View this post on Instagram
વીડિયોમાં ત્રિઘા ચૌધરીએ બ્લુ ક્રોપ શર્ટ અને વાઇટ ટ્રાઉઝર પહેરેલું જોવા મળી રહ્યું છે. તે “નિકમ્મા કિયા” ગીત ઉપર જોરદાર ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયોને પોસ્ટ કરીને ત્રિઘા ચૌધરીએ કેપ્શન માં લખ્યું છે કે, “બધા નિકમ્મા માટે”. સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો આ વિડીયો ઝડપથી છવાઈ રહ્યો છે. ત્રિઘા ચૌધરીના ફેન્સી વિડિયો ને ખુબ જ પસંદ કરી રહ્યા છે. સાથોસાથ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.