સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના બાબતમાં રોજ નવી નવી હકીકત સામે આવી રહી છે. જેમ-જેમ પોલીસ તપાસમાં આગળ વધી રહી છે, તેમ-તેમ સુશાંત આત્મહત્યા કેસને નવી કડીઓ સામે આવી રહી છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતે આત્મહત્યા કરી હોવાની પુષ્ટી થઇ છે. પરંતુ પાછલા દિવસોમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ એક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે સુશાંત પહેલી વખત નહીં, પરંતુ બીજી વખત આત્મહત્યા કરવામાં સફળ થયા હતા. હવે આ બાબતમાં એક નવો વળાંક સામે આવ્યો છે. તો ચાલો જાણીએ કે આખરે સમગ્ર મામલો શું છે.
હકીકતમાં સુશાંત અને મોબાઇલ ફોનની પ્રાઇમરી ફોરેન્સિક રિપોર્ટ સામે આવી છે, જેને જાણીને તમને બધાને આશ્ચર્ય જરૂર થશે. જણાવી દઈએ કે સુશાંત ના મોબાઇલની ફોરેન્સિક રિપોર્ટ તે બાબત તરફ ઇશારો કરે છે કે સુશાંત પોતાની ફિલ્મી કારકિર્દી અને પબ્લિક ઇમેજને લઈને ખૂબ જ પરેશાન રહેતા હતા. માનવામાં આવે છે કે આ જ કારણને લીધે તે આત્મહત્યા કરી લીધી.
સુશાંતનાં મોબાઇલની પ્રાઇમરી ફોરેન્સિક રિપોર્ટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુશાંત સિંહ રાજપૂતના મોબાઇલની પ્રાઇમરી ફોરેન્સિક રિપોર્ટમાં તે વાતનો ખુલાસો થયો હતો કે સુશાંતે ૧૪ જૂનના રોજ આત્મહત્યા કરતા પહેલા સવારે અંદાજે ૧૦:૧૫ વાગ્યે પોતાનું જ નામ ગુગલ પર સર્ચ કર્યું હતું. તે વાત પરથી અંદાજો લગાવી શકાય છે કે સુશાંત પોતાની ફિલ્મી કારકિર્દીને લઈને ખૂબ જ પરેશાન હતા અને ઇન્ટરનેટ પર જોવા માંગતા હતા કે તેમની પબ્લિક ઇમેજ કેવી છે.
તેમના મોબાઇલની ગુગલ સર્ચ હિસ્ટ્રી પરથી તે વાત જાણી શકાય છે કે સુશાંત સિંહ રાજપૂતનાં નામને સર્ચ કરવામાં આવ્યું હતું. સર્ચ કર્યા બાદ તે અમુક વેબસાઇટના આર્ટીકલ અને અમુક ન્યૂઝપેપરના પોર્ટલ જોયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સુશાંતે અમુક વેબસાઇટ અને ન્યૂઝ પેપરને અમુક સમય માટે વાંચ્યા અને પછી બંધ કરી દીધા.
સૂત્રોનું માનવું છે કે સુશાંતસિંહ રાજપૂતના અમુક નજીકના લોકોએ પોલીસની સામે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે સુશાંત પાછલા અમુક સમયથી માનસિક પરેશાની માંથી પસાર થઈ રહ્યા હતા. અમુક નજીકના લોકો એવું પણ જણાવ્યું હતું કે સુશાંત પાછલા અમુક સમયથી એવું ફીલ કરી રહ્યા હતા કે જાણે કોઇ જાણી જોઈને તેમની ઈમેજ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યું હોય. જણાવવામાં આવે છે કે સુશાંત હંમેશા પોતાની ટીમ સાથે આ બાબતમાં ચર્ચા કરતા રહેતા હતા.
પોલીસ તપાસમાં અત્યાર સુધી મળ્યા આ પુરાવા
મુંબઈ પોલીસના સૂત્રોનો દાવો છે કે વિકિપીડિયા યુ.ટી.સી. ટાઇમલાઇન ને ફોલો કરે છે, જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન થી લગભગ ૫ કલાક પાછળ છે. આ ફેક્ટ્સનાં આધાર પર તે વેરીફાઈ કરવામાં આવ્યું હતું કે વિકિપીડિયા પર જે અપડેટ થયેલ છે, તેમાં કોઇ છેડછાડ કરવામાં આવી નથી. હકીકતમાં પાછલા દિવસોમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે સુશાંત ની આત્મહત્યા પહેલાથી જ વિકિપીડિયા પર તેમના આત્મહત્યાના સમાચાર અપડેટ કરી દેવામાં આવ્યા હતા.
અત્યાર સુધીમાં તપાસમાં તે વાત સામે આવી છે કે ફિલ્મ પીકે માટે સુશાંત સિંહ રાજપૂતે કોઈ ફી લીધી ન હતી, જ્યારે તેમને અંદાજે પાંચ લાખ રૂપિયા ઓફર કરવામાં આવ્યા હતા. હકીકતમાં સુશાંત સિંહ રાજપૂતનું સપનુ હતુ કે તેઓ પોતાની કારકિર્દીમાં રાજકુમાર હિરાની જેવા મોટા નિર્દેશકને સાથે કામ કરે, એટલા માટે તેઓએ આ ફિલ્મો માટે કોઇ ફી લીધી ન હતી. તમને જણાવી દઈએ કે ફિલ્મ પીકે નાં ડાયરેક્ટર રાજકુમાર હિરાની હતા.