આત્મહત્યા કર્યાનાં ૩ દિવસ પહેલા સુશાંતે પોતાના હાઉસ સ્ટાફને પગાર આપીને કરી હતી આ વાત

Posted by

૧૪ જૂનનાં રોજ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ત્યારબાદ સન્નાટો છવાઈ ગયો હતો. સુશાંતની આત્મહત્યા બાદ લોકો માનસિક સ્વાસ્થ્યને લઈને વાતો કરવા લાગ્યા છે. એક બીજા લોકોએ સુશાંતની મોત માટે જવાબદાર બતાવવાનું શરૂ કરી દીધું છે. વળી નેપોટીજ્મ ને લઈને પણ ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે.

Advertisement

સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ તેમની આત્મહત્યાને લઇને એકદમ હેરાન થઈ ગયા છે. મામલાની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે. હવે જાણવા મળ્યું છે કે પોતાની આત્મહત્યાનાં ફક્ત ૩ દિવસ પહેલાં જ સુશાંત સિંહ રાજપૂતે પોતાના ઘરમાં કામ કરતા સ્ટાફને સેલરી પણ આપી દીધી હતી. પોતાના સ્ટાફને સુશાંતે પુરી સેલરી આપી દીધી હતી અને સાથોસાથ તેઓને એવું પણ કહ્યું હતું કે આગળથી તેઓ હવે સેલેરી આપી શકશે નહીં. એટલા માટે જે તેઓ આપી રહ્યા છે, તેને તે રાખી લે.

પૂર્વ મેનેજર સાથે હતા સંપર્કમાં

વળી એવી પણ જાણકારી મળી છે કે પોતાની પૂર્વ મેનેજર દિશા સાલિયાન, જેમણે પણ સુશાંતનાં મોતનાં થોડા દિવસ પહેલાં જ આત્મહત્યા કરી લીધી હતી, એક વેબ સીરીઝને લઈને સુશાંતે તેમનો પણ સંપર્ક કર્યો હતો. જોકે તેના વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મુંબઈ પોલીસના હાથે લાગી નથી. દિશા સાથે સુશાંતે છેલ્લી વખત વાત માર્ચ મહિનામાં વોટ્સઅપ દ્વારા કરી હતી, એવું બતાવવામાં આવી રહ્યું છે.

એક વાત તો જરૂર છે કે સુશાંત સિંહ રાજપૂત દ્વારા આત્મહત્યાનું પગલું ભર્યા બાદ બોલિવૂડની હકીકત નીકળીને બધાની સામે આવી ગઈ છે. ત્યારબાદ ઘણા મોટા નામી-અનામી નિર્દેશકો-નિર્માતાઓની પોલ પણ ખૂલી ગઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યાનું પગલું એટલા માટે ભર્યું કારણ કે સંજય લીલા ભણસાલી, કરણ જોહર, સલમાન ખાન, એકતા કપૂર વગેરેથી તેઓ તંગ આવી ચૂક્યા હતા. તેઓને કામ પણ મળી રહ્યું ન હતું. પોલીસ આ બધા વિરુદ્ધ મામલો દાખલ કરી ચૂકી છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવતે સુશાંત ની મોત બાદ બોલિવૂડમાં મોરચો ખોલી દીધો છે. તેમણે એક વિડીયો રજુ કર્યો હતો, જેમાં તેમણે બોલિવૂડમાં નેપોટીજ્મને લઈને ઘણા રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે.

એવું પણ જાણવા મળ્યું છે કે ૪ ફિલ્મો સંજય લીલા ભણસાલીએ સુશાંત સિંહ રાજપુતને ઓફર કરી હતી, જોકે ડેટ મેચ થઈ રહી ન હતી. જેના કારણે બધી ચીજો યોગ્ય રીતે ગોઠવાય શકી નહીં. ભણસાલી અને સુશાંત વચ્ચે સારું જામતું હતું, એ જાણકારી પણ ખૂબ જ ઓછા લોકો પાસે છે. એ જ કારણ હતું કે ૪ ફિલ્મોમાં બંને સાથે કામ કરવાના હતા અને આવું કાર્ડ ઉપર પણ લખ્યું હતું. જ્યારે જયપુરમાં સંજય લીલા ભણસાલી ઉપર હુમલો થયો હતો ત્યારે સુશાંત તેમની સાથે ઉભા રહ્યા હતા. તેમના સમર્થનમાં સુશાંતે પોતાના નામની આગળ થી રાજપૂત સરનેમ પણ હટાવી દીધી હતી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *