આવા ૪ લોકોની પુજા ભગવાન ક્યારેય શા માટે સ્વીકારતા નથી? ક્યાંક તમે પણ આવી ભુલ તો નથી કરતાં ને

Posted by

સુખી અને સમૃદ્ધ જીવન માટે દેવી-દેવતાઓની પુજા ની પરંપરા ઘણા જુના સમયથી ચાલી રહી છે. આજે પણ મોટી સંખ્યામાં લોકો આ પરંપરા ને નિભાવે છે. પુજાથી જ આપણી બધી મનોકામના પુરી થાય છે. પરંતુ પુજા કરતા સમયે અમુક ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ, નહીંતર મનુષ્યને પુજા નું શુભ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. સામાન્ય પુજામાં પણ અમુક બાબતોનું ધ્યાન રાખવાથી શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે.

Advertisement

સનાતન ધર્મમાં પ્રાતઃકાળ અને સંધ્યાકાળના સમયે ભગવાનની ભક્તિ અને પુજા માટેના નિયમો જણાવવામાં આવેલ છે. એટલા માટે પ્રત્યેક મનુષ્ય એ પોતાના ઈષ્ટદેવનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ. દરેક ધર્મના લોકો ઈશ્વરને માને છે, પછી ભલે ભક્તિ કરવાની રીત બધાની અલગ અલગ હોય. હિન્દુ સનાતન ધર્મમાં દેવી-દેવતાઓની મૂર્તિ સ્વરૂપમાં પુજા કરવામાં આવે છે. મંદિર ઘરમાં હોય કે બહાર તે હંમેશા આસ્થાનું કેન્દ્ર હોય છે, જ્યાં મનુષ્ય પોતાના ભગવાનનું ધ્યાન કરે છે. પરંતુ પુજા કરવાની સાથો સાથ અમુક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય છે. જો તમે આ વાતોને ધ્યાનમાં રાખશો નહીં તો તમારી બધી જ પુજા વ્યર્થ જાય છે અને તમારી પુજાનો ભગવાન સ્વીકાર કરતા નથી.

શાસ્ત્રો અનુસાર દેવી-દેવતાઓની પુજા દિવસમાં પાંચ વખત કરવી જોઈએ. સવારે પ થી ૬ વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તમાં પુજા અને આરતી થવી જોઈએ. ત્યારબાદ ૯ થી ૧૦ વાગ્યા વચ્ચે બીજી વખત પુજાપાઠ કરવા જોઈએ. બપોરે ત્રીજી વખત પુજા પાઠ કરવા જોઈએ. આ પુજા પાઠ કર્યા બાદ ભગવાનને શયન કરાવવું જોઈએ. સાંજના સમયે ૪-૫ વાગ્યાની આસપાસ પુજા અને આરતી કરો તથા રાતે ૮ થી ૯ વાગ્યાની વચ્ચે શયન આરતી કરવી જોઈએ. જે ઘરમાં નિયમિત રૂપથી પાંચ વખત પુજા પાઠ કરવામાં આવે છે, ત્યાં બધા દેવી-દેવતાઓનો વાસ હોય છે અને આવા ઘરમાં ક્યારેય પણ ધન્યની કમી રહેતી નથી.

પ્લાસ્ટિકની બોટલમાં અથવા તો કોઈ અપવિત્ર ધાતુના વાસણમાં ગંગાજળ રાખવું જોઈએ નહીં. અપવિત્ર ધાતુ જેમ કે એલ્યુમિનિયમ અને લોખંડથી બનેલ વાસણમાં ગંગાજળ રાખવું જોઈએ નહીં. ગંગાજળ ત્રાંબાના વાસણમાં રાખવું શુભ હોય છે. આ નાની નાની બાબતો એવી છે, જેના ઉપર ધ્યાન આપવામાં ન આવે તો તમારી પુજા નો ભગવાન સ્વીકાર કરતા નથી.

સ્ત્રી અને અપવિત્ર અવસ્થામાં પુરુષોએ શંખ વગાડવો જોઈએ નહીં. આ નિયમનું પાલન ન કરવામાં આવે તો જે જગ્યાએ શંખ વગાડવામાં આવે છે ત્યાંથી માતા લક્ષ્મી ચાલ્યા જાય છે. મંદિર અને દેવી-દેવતાઓની મૂર્તિની સામે ક્યારેય પણ પીઠ બતાવીને બેસવું જોઈએ નહીં. જો તમે આવું કરો છો તો ભગવાન તમારી પુજાનો સ્વીકાર કરતા નથી.

સામાન્ય રીતે ફુલને હાથમાં રાખીને હાથથી ભગવાનને અર્પિત કરવામાં આવે છે, પરંતુ આવું બિલકુલ પણ કરવું જોઈએ નહીં. ફુલ ચડાવવા માટે ફુલને કોઈ પવિત્ર વાસણમાં રાખવા જોઈએ અને તે વાસણમાંથી લઈને દેવી-દેવતાઓને ફુલ અર્પિત કરવા જોઈએ. વળી તે વાતનું હંમેશા ધ્યાન રાખો કે ક્યારે પણ દીવા થી દીવો પ્રગટાવો જોઈએ નહીં. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવાથી દીવો પ્રગટાવે છે તે વ્યક્તિના પુજાપાઠ ભગવાન સ્વીકાર કરતા નથી.

પુજાપાઠ અને આરતી પુર્ણ થયા બાદ તે સ્થાન પર ઉભા રહીને ત્રણ પરિક્રમા અવશ્ય કરવી જોઈએ. ઘરના મંદિરમાં સવાર તથા સાંજના સમયે દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. એક દીવો અને એક દીવો તેલનો પ્રગટાવો જોઈએ. ભગવાનની આરતી કરતા સમયે તે વાતનું ખાસ ધ્યાન રાખો કે ભગવાનના ચરણોની ચાર વખત આરતી, નાભીની બે વખત અને મુખની એક અથવા ત્રણ વખત આરતી કરો. આ પ્રકારે ભગવાનના સમસ્ત અંગોની ઓછામાં ઓછી સાત વખત આરતી કરવી જોઈએ. મોટાભાગના લોકો આવી ભૂલ કરે છે, જેના લીધે તેમની પુજા નો સ્વીકાર થતો નથી.

સનાતન ધર્મમાં માનવા વાળા પ્રત્યેક ઘરમાં એક નાનું પુજા ઘર અવશ્ય બનાવેલું હોય છે, જ્યાં ભગવાનની પુજા કરવામાં આવે છે. આ સ્થાન પર દેવી-દેવતા બિરાજમાન હોય છે, એટલા માટે આ સ્થાન પવિત્ર હોવું આવશ્યક છે. જો તમે પુજા નથી કરી શકતા તો નિયમિત રૂપથી મંદિરની સફાઈ અવશ્ય કરવી જોઈએ.

ઘરનું રસોડું એક એવું સ્થાન હોય છે, જ્યાં બધા લોકો ભોજન કરે છે. એટલા માટે આ સ્થાન સાથે સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય જોડાયેલો હોય છે. સાથોસાથ રસોડામાં માતા અન્નપુર્ણા નું સ્થાન માનવામાં આવે છે. રસોડાને દરરોજ યોગ્ય રીતે સાફ કરવું જોઈએ. અવ્યવસ્થિત અને ગંદી રસોઈથી માતા અન્નપુર્ણા નારાજ થાય છે, જેના કારણે તમારા બધા જ પુજાપાઠ વ્યર્થ જાય છે અને ભગવાન પણ તમારી પુજાનો સ્વીકાર કરતા નથી.

ભગવાનની કૃપા મેળવવા માટે શરીરને સાથોસાથ મન સ્વચ્છ હોવું પણ સૌથી વધારે આવશ્યક છે. જો તમે ખોટા કાર્ય કરો છો, પુજાપાઠ કરતાં સમયે બીજાની નિંદા કરો છો, મનમાં ખરાબ વિચાર લાવો છો તો તમને ક્યારેય પણ પોતાની પુજા નું ફળ મળતું નથી. એટલા માટે હંમેશા સત્કર્મ કરવા જોઈએ અને પોતાના મનને શુદ્ધ રાખવું જોઈએ, ત્યારે જ તમને પુજાનું પુર્ણ ફળ પ્રાપ્ત થાય છે.

દરેક વ્યક્તિએ પોતાના વડીલોનું સન્માન કરવું જોઈએ. જે લોકો પોતાનાથી કમજોર અને મોટા વડીલોનું અપમાન કરે છે તેમને ક્યારેય પણ ભગવાનની કૃપા પ્રાપ્ત થતી નથી. વડીલોના સન્માન વગર તમે ગમે એટલા પુજા પાઠ કરો તેનો ભગવાન ક્યારેય પણ સ્વીકાર કરતા નથી.

Advertisement

Leave a Reply

Your email address will not be published.