આવા ઘરમાં ભુત-પ્રેત જલ્દી આવે છે, ઘરમાં આવા સંકેત જોવા મળે તો સમજી લો કે નકારાત્મક ઉર્જાનો વાસ છે

Posted by

નેગેટિવ એનર્જી અથવા તો ખરાબ શક્તિઓ કોઈપણ સમયે ઘરને કરી શકે છે. તમે કોઈ પણ વ્યક્તિ ઉપર શંકા કરી શકતા નથી કે અચાનક તમારા ઘર ઉપર ખરાબ શક્તિઓનો વાસ કેવી રીતે થયો. કારણ વગર ઘરમાં બેચેની રહે છે, ઘરમાં આવતા ની સાથે જ મુડ ખરાબ થઈ જાય છે, ઘરની ચીજો જલ્દી જલ્દી ખરાબ થાય છે, પુજાપાઠમાં મન લાગતું નથી, પરસ્પર તણાવ રહે છે, તો તેનો મતલબ છે કે તમારા ઘરમાં ન કરાત્મક ઊર્જા છે. જરૂરી નથી કે તણાવ અથવા કલેશને કારણે ઘરમાં નકારાત્મક શક્તિ હોય, ક્યારેક ક્યારેક ઘરમાં આત્માઓ ન પડછાયા ના લીધે પણ ખરાબ શક્તિઓનો વાસ થઈ જાય છે. તો ચાલો જાણીએ કે આખરે ખરાબ શક્તિઓ કેવી રીતે અને ક્યાંથી ઘરમાં વાસ કરવા લાગે છે અને તેને દુર કરવાના અચુક ઉપાય વિશે પણ જણાવીએ.

જે ઘરમાં હંમેશા ગંદા કપડા નો ઢગલો પડેલો રહેતો હોય અથવા તો જે ઘરમાં ખુબ જ ઓછી સાફ-સફાઈ થતી હોય છે, ત્યાં ખરાબ શક્તિઓ અથવા ભુત પ્રેત જલ્દી ભટકવા લાગે છે. જો તમને કોઈ મીઠાઈ આપે છે તો તેને તુરંત ખાઈ લેવી જોઈએ નહીં, કારણ કે તેને હાથમાં લઈને આમતેમ ફરવું અથવા કોઈ સુમસાન ગલી માંથી હાથમાં મીઠાઈ લઈને ફરવાથી ખરાબ શક્તિઓ પાછળ આવે છે.

ઘણા ઘરમાં લોકોને શોખ હોય છે જાનવર પાળવાનો. જો તમે બિલાડી પાળી રહ્યા છો તો તમારે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે બિલાડીથી નકારાત્મક શક્તિ વધારે જલ્દી આકર્ષિત થાય છે. જો તમારા ઘરમાં કોઈ ખરાબ કામ કરીને બિલાડીને છોડી દે છે તો તમારા ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશ કરી શકે છે.

જો કે ઘરમાં ખરાબ શક્તિઓ આવવા પાછળ ઘણા બધા કારણ હોય છે. કોઈપણ પ્રકારની આત્મ-પરાજય ભાવના અથવા કોઈ ચીજ પુર્ણ થયા બાદ નિરાશાવાદ, ક્રોધ અથવા ઈર્ષા ઘરમાં એક એવું વાતાવરણ બનાવી શકે છે. જો કોઈ વ્યક્તિની સાથે તમે લાંબો સમય સુધી સકારાત્મક રહી શકતા નથી, તો તમારી આસપાસ નકારાત્મક શક્તિઓ બનવા લાગે છે. આધુનિક ગેજેટને લીધે પણ ઘણી વખત નકારાત્મક શક્તિ બનવા લાગે છે. જેમકે ઘરની કોઈને કોઈ વસ્તુ વારંવાર ખરાબ થઈ જવી.

જો તમારી પણ આવું બને છે તો તમારી આસપાસ નેગેટિવ ઉર્જાની અસર હોઈ શકે છે. તે સિવાય શું તમારી સાથે પણ એવું થાય છે કે આખો દિવસ ઘરેથી બહાર રહેવા પર તમે ખુશ રહો છો, પરંતુ ઘરમાં પ્રવેશ કરતાની સાથે જ મુડ બદલી જાય છે?

અસામાન્ય નકારાત્મક ઊર્જા ઘરની આસપાસ કોઈ ઘટનાને લીધે પણ રહેતી હોય છે. બની શકે છે કે તે ઘરના કોઈ ખુણામાં બંધ હોય તેનો મતલબ એવો નથી કે તે શૈતાની આત્મા છે. ક્યારેક ક્યારેક તમે ઘરમાં ફસાયેલી આત્માનાં સંપર્કમાં આવો છો જે પોતાને અહીંથી બહાર કાઢવા માંગતી હોય છે. મોટાભાગે આવી આત્માઓના સંપર્કમાં આવવાથી કમજોર અથવા ખરાબ મુડની પણ સમસ્યા થવા લાગે છે.

જો અચાનક તમારા ઘરમાં થી દુર્ગંધ આવવા લાગે અને તમને જાણ ન થાય કે આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે અને અચાનક ગાયબ પણ થઈ જાય. તમને અચાનકથી એવું લાગે કે તમે કોઈ મુંઝવણમાંથી પસાર થઈ રહ્યા છો અથવા તો તમને કોઈ ઘુરી-ઘુરીને જોઈ રહ્યું છે. તમારા સિવાય બીજા લોકોને પણ અમુક આવી ચીજો મહેસુસ થવા લાગે, તમારી ઊંઘ અચાનક કોઈ અવાજથી તુટી જાય, તમને અચાનક ઘરમાં રહેવાથી ડર લાગવા લાગે, તમે સતત બીમાર રહેવા લાગો તો સમજી લેવું જોઈએ કે ઘરમાં કોઈ નકારાત્મક ઊર્જા છે.

ઘરમાં અચાનક કોઈ ચીજનું ગાયબ થઈ જવું અને પછી તુરંત મળી જવું, ઘરમાં અપરિચિત ચીજોનું મળવું, ઘરની દીવાલો ઉપર અજીબ ચિન્હ બનવા અથવા તો ભયાનક ચહેરાના નિશાન બનવા, અજીબ અવાજ સાંભળવા મળે, જેમ કે દરવાજો ખુલવાનો અને બંધ થવાનો અવાજ અથવા તો દરવાજો ખખડાવવાના, કોઈના ચાલવાનો અવાજ અથવા તો કોઈના હસવા અથવા રડવાનો અવાજ, મોબાઈલ ફોન કામ ન કરવા, જો સતત આવા સંકેતો જોવા મળે તો તે જણાવે છે કે ઘરમાં નકારાત્મક ઊર્જા છે.

મીઠામાં નકારાત્મક ઊર્જા અને સુક્ષ્મ જીવાણુઓને ખતમ કરવાની તાકાત હોય છે. એટલા માટે ઘરમાં પોતું લગાવતા સમયે મીઠાનો ઉપયોગ કરો. પોતું લગાવતા સમયે પાણીમાં થોડું મીઠું ઉમેરીને પોતુ કરવાથી બધી જ નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. વાસ્તુશાસ્ત્રમાં મીઠાવાળા પોતા લગાવવાની વિશેષ ઉપયોગિતા જણાવવામાં આવેલ છે.

નકારાત્મક ઊર્જાને દુર ભગાવવા માટે એક કાચના ગ્લાસમાં પાણી લો અને તેમાં એક લીંબુ મુકી દો. હવે આ ગ્લાસને ઘરની ઉત્તર દિશામાં રાખી દો. ધ્યાન રાખો કે આ પાણી દર શનિવારના દિવસે નિયમપુર્વક બદલતા રહેવું. આ ગ્લાસ ઘરમાં સુવિધા અનુસાર કોઈ પણ જગ્યા રાખી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *