આવા કામ કરવાથી મનુષ્યની ઉંમર ઓછી થઈ જાય છે : ગરુડ પુરાણ, તમે પણ ધ્યાન રાખજો

Posted by

ગરુડ પુરાણ ને બધા પુરાણોનો ખજાનો કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. કારણ કે આ પુરાણમાં ઘણા એવા સવાલોના જવાબ મળે છે, જેનો જવાબ મનુષ્ય અન્ય કોઈ ગ્રંથમાંથી મેળવી શકે નહીં. ગરુડ પુરાણમાં એવા ઘણા કાર્ય જણાવવામાં આવેલ છે, જેને કરવાથી વ્યક્તિની ઉંમર ઘટી જાય છે. ધર્મગ્રંથો અનુસાર પહેલાના સમયમાં મનુષ્યની ઉંમર ૧૦૦ વર્ષથી અથવા તેનાથી પણ વધારે હતી, પરંતુ વર્તમાન સમયમાં મનુષ્યની ઉંમર ઓછી થતી જઈ રહી છે. મનુષ્યની ઉંમર ઓછી શા માટે ઓછી થતી રહી છે તેનું કારણ પણ આપણા ધર્મગ્રંથોમાં જણાવવામાં આવેલ છે. સાથોસાથ એવું પણ જણાવવામાં આવેલ છે કે કયા કામ કરવાથી મનુષ્યની ઉંમર વધે છે.

Advertisement

આજે અમે તમને અમુક એવા કામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી મનુષ્યની ઉંમર ઓછી થઈ જાય છે. આ કામ વિશે મહાભારત માં ભીષ્મ પિતામહે ધર્મરાજ યુધિષ્ઠિરને પણ જણાવ્યું હતું.

ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ પોતાના નખ ચાવતો રહે છે તેની ઉંમર ઓછી થઈ જાય છે. જે વ્યક્તિ ગંદો રહે છે, દરરોજ સ્નાન નથી કરતો અને જે વ્યક્તિ દરરોજ સવારે ઊઠીને મંજન નથી કરતો તેની ઉંમર ઓછી થઈ જાય છે.

ગરુડ પુરાણ અનુસાર ગુરુની આજ્ઞા ન માનવા વાળો અને પોતાના દેવતાઓની પુજા ન કરનાર વ્યક્તિની પણ ઉંમર ઓછી થઈ જાય છે અને આવો વ્યક્તિ જલ્દી મૃત્યુ પામે છે. ગરુડ પુરાણમાં લખવામાં આવ્યું છે કે સુર્યોદય થયા બાદ સુવા વાળો વ્યક્તિ જલ્દી રોગી બની જાય છે. આવા વ્યક્તિ ખુબ જ જલ્દી પોતાના મૃત્યુને પ્રાપ્ત કરે છે.

જે વ્યક્તિ પક્ષીઓની સાથે હિંસા કરે છે આવા વ્યક્તિ પણ પોતાના શરીરને જલ્દી છોડી દેતા હોય છે. ગરુડ પુરાણ અનુસાર કરતા સમયે પોતાના મળ-મુત્રને જોનાર, પોતાના પગ ઉપર પગ રાખનાર અને અષ્ટમી, ચતુર્દશી, પુનમ તથા અમાસના દિવસે સ્ત્રી સાથે સંસર્ગ કરનાર વ્યક્તિ પણ જલ્દી મૃત્યુને પ્રાપ્ત કરે છે. ગરુડ પુરાણમાં લખવામાં આવ્યું છે કે આ બધા કાર્યોથી હંમેશા બચવું જોઈએ.

ગરુડ પુરાણ અનુસાર બીજા વ્યક્તિએ સ્નાન કરેલ પાણીનો ક્યારેય ફરીથી ઉપયોગ કરવો જોઈએ નહીં. ભોજન હંમેશા બેસીને કરવું જોઈએ. કોઈપણ ગૌશાળામાં મળમુત્રનો ત્યાગ કરવો જોઈએ નહીં. ભીના પગ રાખીને ક્યારે પણ સુવું જોઈએ નહીં. ગરુડ પુરાણમાં લખવામાં આવ્યું છે કે આ બધી વાતોનું ધ્યાન રાખનાર વ્યક્તિનું આયુષ્ય લાંબુ થાય છે અને તેના જીવનમાં સફળતાના માર્ગ ખુલી જાય છે. ગરુડ પુરાણમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ અગ્નિ, બ્રાહ્મણ, સુર્ય, ગાયની વચ્ચે રસ્તા ઉપર મુખ રાખીને મુત્રનો ત્યાગ કરે છે, આવા વ્યક્તિનું મૃત્યુ પણ ખુબ જ જલ્દી થાય છે.

મેલા, તુટેલા અને ગંદા અરીસામાં ચહેરો જોનાર વ્યક્તિની ઉંમર પણ ઓછી થાય છે. ગર્ભવતી સ્ત્રીની સાથે સંબંધ બનાવનાર વ્યક્તિનું આયુષ્ય પણ ઘટી જાય છે. ગંદી પથારી પર સુવાવાળા વ્યક્તિનું આયુષ્ય પણ ઘટી જાય છે. જે વ્યક્તિ સવારે એઠા મોઢાએ પોતાનું દરેક કામકાજ કરવા લાગે છે યમરાજ તેનું આયુષ્ય નષ્ટ કરી નાખે છે અને તેના સંતાનોને પણ છીનવી લેતા હોય છે.

અભિમાન મનુષ્યની ઉંમરને ઓછી કરે છે. બીજામાં દોષ અને પોતાના ગુણ જોનાર વ્યક્તિ અભિમાનનો શિકાર બની જાય છે. આવા વ્યક્તિ પોતાને બળવાન, વિદ્વાન, બુદ્ધિમાન, સાધક તથા ત્યાગી માનવા લાગે છે. તેમને એવું લાગે છે કે તેમનાથી સારું આ ધરતી પર અન્ય કોઈ નથી અને તેઓ પોતાને સર્વેસર્વા સમજવા લાગે છે. આ અભિમાનને કારણે મનુષ્ય પોતાની ઉંમર ઓછી કરી લેતા હોય છે. અભિમાનને લીધે મનુષ્ય ખુબ જ જલ્દી સ્થિતિથી વિચલિત તથા પતિત થઈ જાય છે. આવા મનુષ્યને ભ્રષ્ટ થવામાં સમય લાગતો નથી. જે વ્યક્તિ હંમેશા પોતાની પ્રશંસા કરતો રહે છે, આવા વ્યક્તિને દુનિયા ક્યારેય પસંદ કરતી નથી.

વધારે બોલવા વાળા વ્યક્તિ નકામી વાતો વધારે કરે છે. વધારે બોલવામાં એટલા વ્યસ્ત બની જાય છે કે તેઓ સત્યને સંપુર્ણ રીતે બોલી શકતા નથી અને એવી વાતો કરી બેસે છે જેનું પરિણામ ખરાબ આવે છે. આવા વ્યક્તિની ઉંમર અને બુદ્ધિ બંને ધીરે ધીરે ઓછી થવા લાગે છે. સાથોસાથ તે વ્યક્તિની વાતોની અસર પણ કોઈની ઉપર પડતી નથી. કારણ કે તેઓ પોતાની આદતને લીધે પોતાનો સન્માન પણ ખોઈ બેસે છે. આવા વ્યક્તિએ પોતાની આદતમાંથી છુટકારો મેળવવા માટે વધુમાં વધુ ભગવાનના નામનું જાપ કરવાનો નિયમ લેવો જોઈએ. ઋષિ મુનિઓનું આયુષ્ય એટલા માટે લાંબુ હતું, કારણ કે તેઓ ઓછું બોલતા હતા.

Advertisement

Leave a Reply

Your email address will not be published.