આવા લક્ષણો ઉપરથી જાણી શકાય છે કે શનિદેવ તમારી ઉપર મહેરબાન છે, જલ્દી બની જશો કરોપડપતિ

સુર્યપુત્ર શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે શનિદેવ દરેક લોકોને તેના કર્મો અનુસાર ફળ આપે છે. તે સિવાય શનિદેવ ખોટું કાર્યકર્તા લોકોને યોગ્ય દંડ પણ આપે છે. એવું કહેવામાં આવે છે કે શનિ મહારાજ ખોટું કર્મ કરતા લોકોને કઠોર દંડ આપે છે અને સાચા લોકો ઉપર ખૂબ જ મહેરબાન રહે છે. કોઈપણ વ્યક્તિની કુંડળીમાં કોઈપણ ગ્રહ લાંબો સમય સુધી રહેતો નથી, પરંતુ તેની અવરજવર રહેતી હોય છે. પરંતુ શનિદેવ કોઈપણ કુંડળીમાં સાડા સાત વર્ષ સુધી બિરાજમાન રહે છે. શનિ મહારાજથી કોઈએ પણ ડરવાને આવશ્યકતા નથી. કારણ કે શનિદેવ પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે અને તેમને મુસીબતમાંથી બહાર કાઢે છે.

જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહને ખૂબ જ મહત્વ આપવામાં આવેલ છે. કારણ કે કુંડળીમાં શનિના શુભ અથવા અશુભ થવા પર વ્યક્તિના જીવન ઉપર મોટી અસર પડે છે. શનિ કર્મ અનુસાર ફળ આપે છે, એટલા માટે શનિને ખુશ કરવા માટે લોકો ઉપાય પણ કરે છે. શનિવારના દિવસે તેલ અર્પિત કરે છે તથા સરસવના દીવો પ્રગટાવે છે. પરંતુ અમુક લોકો એવા હોય છે જેની ઉપર શનિદેવ ખૂબ જ મહેરબાન રહે છે. શનિ ના શુભ હોવાની અસર તેમની સાથે થતી ઘટનાઓ દ્વારા સરળતાથી ઓળખી શકાય છે. તો ચાલો જાણીએ કે ક્યાં લોકો ઉપર શનિ મહેરબાન રહે છે અને શનિ ના શુભ હોવાના લક્ષણ શું છે.

શનિદેવ કુંભ અને મકર રાશિના સ્વામી છે અને આ બંને રાશિઓના જાતકો ઉપર શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે. વળી શનિદેવ તુલા રાશિમાં ઉચ્ચ હોય છે. જેથી એવા જાતકો જેની કુંડળીમાં શનિ સાતમાં ભાવમાં મકર, કુંભ અથવા તુલામાં સ્થિત છે તો તેમની ઉપર પણ શનિ ની કૃપા રહેતી હોય છે. અમુક મામલામાં પણ શનિ કુંડળીમાં શુભ હોઈ શકે છે. આ જાતકોને શનિ ની કૃપાથી જીવનમાં બધી જ સુખ સુવિધાઓ અને સફળતા પ્રાપ્ત થાય છે.

શનિ કર્મો અનુસાર ફળ આપતા દેવતા છે. એવા જાતકો જેની કુંડળીમાં શનિ ભલે સામાન્ય સ્થિતિમાં હોય, પરંતુ તેમના કર્મ સારા હોય તો પણ શનિદેવ તેમની ઉપર પોતાની કૃપા વરસાવે છે. સારા કર્મો થી મતલબ છે કે મહેનત કરવી, ખોટું અને બેઇમાની ની મદદ લેવી નહીં, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, મહિલાઓ અને વડીલોનું સન્માન કરવું વગેરે. જે લોકો ઉપર શનિ મહેરબાન રહે છે, તેમની અંદર અમુક લક્ષણો જોવા મળતા હોય છે.

જે લોકો ઉપર શનિદેવની કૃપા હોય છે તેઓ મોટામાં મોટી પરેશાની માંથી નીકળવામાં સક્ષમ હોય છે. પરેશાની ગમે એટલી મોટી હોય આવા લોકોને તેનો સમાધાન મળી જતું હોય છે. એટલે કે તકલીફ ગમે એટલી આવે પરંતુ તેમને વધારે નુકસાન પહોંચતું નથી. શનિદેવની કૃપા પાત્ર લોકો કોઈની મદદ લેવાનું પસંદ કરતા નથી અને કોઈની મદદ થી આગળ વધતા નથી. આવા લોકો જમીનથી પોતાની સફર શરૂ કરીને એક દિવસ પોતાના ઉચ્ચ સ્થાન ઉપર પહોંચી જાય છે.

શનિદેવની કૃપા પ્રાપ્ત લોકો પોતાને મજબૂત અને વધારે સ્વતંત્ર રૂપથી રજૂ કરવાના પ્રયાસ કરતા નજર આવે છે. આવા લોકો એક ભાવનાત્મક વ્યક્તિ હોવાની સાથોસાથ જ્યારે કોઈની સાથે જોડાય છે તો તેમને લાગણી થઈ જતી હોય છે અને તમે તેનો સાથ છોડવાનો પસંદ કરતા નથી.

શનિદેવની કૃપા પાત્ર લોકો અસત્ય, બાઈમાની કરતા લોકોને ઘૃણા કરે છે અને આવા કૃત્ય કરતા વ્યક્તિઓને પોતાની સાથે રાખવાનું પસંદ કરતા નથી. શનિદેવની કૃપાપાત્ર લોકો પ્રત્યેક કામને અનુશાસનથી કરે છે. આવા લોકોને જ્યાં સુધી પોતાના કામમાં સફળતા મળતી નથી ત્યાં સુધી તેઓ અથાગ પ્રયાસ કરતા રહે છે અને શનિદેવ તેમના આ પ્રયાસથી પ્રસન્ન થઈને અંતમાં ફળ જરૂર આપે છે.

શનિદેવની કૃપાથી વ્યક્તિને અચાનક જ ખૂબ જ પૈસા મળે છે અને સમાજમાં માન સન્માન પણ પ્રાપ્ત થાય છે. આવા જાતકો ખૂબ જ ઓછા સમયમાં અમીર બની જતા હોય છે. જો શનિવારના દિવસે મંદિરમાંથી બુટ ચપ્પલ ચોરી થઈ જાય તો તે સંકેત છે કે તમારી ઉપર શનિદેવની કૃપા વરસવાની છે.

જો કોઈ કામ અટવાઈ ગયું હોય અથવા કોઈ કામમાં સફળતા મળી રહી ન હોય તો સરસવના તેલનો વિશેષ પ્રયોગ કરી શકો છો. શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. વળી શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કાળા વસ્ત્રોનું દાન પણ અવશ્ય કરવું જોઈએ. કહેવામાં આવે છે કે રવિવારને બાદ કરીને સતત ૪૩ દિવસ સુધી શનિદેવની મૂર્તિ ઉપર તેલ અર્પિત કરવાથી તેમના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે.

શનિવારના દિવસે પીપળાના વૃક્ષની ચારોતરફ કાચા સુતરનો દોરો ૭ વખત વીટાળો. આ દરમિયાન શરીર મંત્રનો જાપ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે ઉપવાસ અને દાન કરો. કહેવામાં આવે છે કે કાળી ગાયને અડદ તેલ અથવા તલ ખવડાવવાથી શનિદેવ શાંત થાય છે. માન્યતા છે કે શનિવારના દિવસે શનિદેવના મંદિરમાં કાળા રંગના ચામડાના બુટ-ચપ્પલ પહેરીને જવું જોઈએ અને ઘરે પરત ફરો ત્યારે તે બુટ-ચપ્પલ મંદિરમાં છોડી દેવા જોઈએ. કહેવામાં આવે છે કે જે લોકો ઉપર શનિની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી હોય તેની ઉપર શનિદેવ પોતાની કૃપા વરસાવે છે.